Various Pakoda Recipe | વરસાદની ઋતુ હોય અને ગરમા-ગરમ પકોડાનો સ્વાદ ન માણીએ તો અધૂરું લાગે.પકોડા એ ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે, જે ચા સાથે કે એમ જ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પકોડા ઘણા પ્રકારના બને છે. અહીં કેટલાક લોકપ્રિય અને સ્વાદિષ્ટ પકોડાની રેસીપી શેર કરી છે, જેની મજા તમે વરસાદી વાતાવરણમાં માણી શકો છો,
બટાકાવડા રેસીપી (Batata Vada Recipe In Gujarati)
બટેટા વડા એટલે મસાલેદાર બટેટાનો માવો ચણાના લોટના ખીરામાં બોળીને તળેલા વડા. મહારાષ્ટ્રમાં આ ખૂબ પ્રખ્યાત છે અને ગુજરાતમાં પણ ઘણા પસંદ કરે છે.
સામગ્રી:
- 5-6 બાફેલા બટેટા
- 1 કપ ચણાનો લોટ (બેટર માટે)
- 1 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ
- 1/2 ચમચી રાઈ
- 1/4 ચમચી હિંગ
- 1/4 ચમચી હળદર પાવડર
- ચપટી ખાવાનો સોડા (વૈકલ્પિક, ખીરા માટે)
- મીઠો લીમડો
- કોથમીર (સમારેલી)
- લીંબુનો રસ
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર

બટાકાવડા બનાવવાની રીત:
બાફેલા બટેટાને મેશ કરી લો. એક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી રાઈ, હિંગ અને મીઠો લીમડો ઉમેરો.આદુ-લસણ-મરચાની પેસ્ટ સાંતળી, મેશ કરેલા બટેટા, હળદર, મીઠું અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી, ગેસ બંધ કરી, મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેના ગોળ વડા વાળી લો.બેટર માટે, ચણાના લોટમાં હળદર, મીઠું, થોડો ખાવાનો સોડા (જો વાપરતા હોય તો) અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવી લો.એક કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલા બટેટા વડાને ચણાના લોટના ખીરામાં બોળી, ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.ગરમા-ગરમ બટેટા વડાને ફુદીનાની લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરો.
ડુંગળીના ભજીયા રેસીપી (Kanda Bhajiya Recipe In Gujarati)
ડુંગળી ના ભજીયા સૌથી લોકપ્રિય ભજીયામાંથી એક છે. તેનો ચટપટી અને ક્રિસ્પી ટેસ્ટ બધાને પસંદ આવે છે.
સામગ્રી:
- 3 મોટી ડુંગળી (પાતળી લાંબી સમારેલી)
- 1 કપ ચણાનો લોટ
- 2 ચમચી ચોખાનો લોટ (ઓપ્શનલ, ક્રિસ્પી બનાવવા માટે)
- 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી ધાણાજીરું
- 1/4 ચમચી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
- તળવા માટે તેલ

ડુંગળીના ભજીયા બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં સમારેલી ડુંગળી લો. તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને 15 મિનિટ રહેવા દો જેથી ડુંગળી પાણી છોડે.
- હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું અને હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર પડે તો જ 2 ચમચી પાણી ઉમેરો, કારણ કે ડુંગળીના પાણીથી જ લોટ બંધાઈ જશે.
- એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના-નાના ભજીયા મૂકીને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.
- ગરમા-ગરમ કાંદા ભજીયાને લીલી ચટણી કે કેચપ સાથે સર્વ કરો.
પાલકના પકોડા રેસીપી (Palak Pakoda Recipe In Gujarati)
પાલકના ભજીયા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
સામગ્રી:
- 1 કપ પાલકના પાન (ધોઈને સૂકવેલા)
- 1 કપ ચણાનો લોટ
- 2 ચમચી ચોખાનો લોટ
- 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી ધાણાજીરું
- 1/4 ચમચી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
- પાણી (બેટર)
- તળવા માટે તેલ

પાલક પકોડા બનાવવાની રીત:
ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, હિંગ અને મીઠું એક બાઉલમાં ભેગા કરો. જરૂર મુજબ પાણી ઉમેરી, ઘટ્ટ ખીરું બનાવી લો.પાલકના દરેક પાનને તૈયાર કરેલા ખીરામાં ડુબાડી, ગરમ તેલમાં ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.ગરમા-ગરમ પાલક પકોડા ફુદીનાની ચટણી કે ટામેટા સોસ સાથે સર્વ કરો.
ટામેટાના ભજીયા ની રેસીપી (Tomato Pakoda Recipe In Gujarati)
ટામેટાના ભજીયા સ્વાદમાં અદ્ભુત લાગે છે તે બનાવા પણ સરળ છે. અહીં જાણો સ્વાદિષ્ટ ટામેટાના ભજીયા ની રેસીપી
સામગ્રી:
- 4-5 પાકા ટામેટા
- 1 કપ ચણાનો લોટ
- 2 ચમચી ચોખાનો લોટ (ક્રિસ્પી કરવા માટે)
- 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી હળદર
- 1/2 ચમચી ધાણા-જીરું પાવડર
- 1/4 ચમચી અજમો (હાથથી મસળીને)
- મીઠું: સ્વાદ મુજબ
- ઝીણી સમારેલી 2 ચમચી કોથમીર
- પાણી: જરૂર મુજબ
- તળવા માટે તેલ

ટામેટાના ભજીયા ની રેસીપી
- સૌ પ્રથમ, ટામેટાને બરાબર ધોઈને ગોળ સ્લાઈસમાં કાપી લો. સ્લાઈસ બહુ પાતળી કે બહુ જાડી ન હોય તેનું ધ્યાન રાખો.
- એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, અજમો અને સ્વાદ મુજબ મીઠું લો.
- હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને એક ઘટ્ટ, ગાંઠ વગરનો બેટર તૈયાર કરો. બેટર ઇડલીના ખીરા જેવું ઘટ્ટ હોવો જોઈએ, જેથી ટામેટાની સ્લાઈસ પર બરાબર ચોંટી શકે.
- બેટર માં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ આંચ પર ગરમ થાય એટલે, એક ટામેટાની સ્લાઈસને બેટરમાં ડુબાડીને બરાબર કોટ કરી લો.
- બેટરથી લપેટાયેલી ટામેટાની સ્લાઈસને ધીમેથી ગરમ તેલમાં મૂકો. એક સમયે કડાઈમાં જેટલા સમાય તેટલા પકોડા નાખો.
- પકોડાને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. બંને બાજુ પલટાવતા રહો જેથી સરખી રીતે શેકાય.
- તળેલા પકોડાને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
- ગરમાગરમ ટામેટા પકોડાને લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
સ
ભજીયા બનાવવાની ટિપ્સ:
- ભજીયા હંમેશા ગરમ ગરમ તેલમાં જ તળવા. ઓછા ગરમ તેલમાં તળવાથી ભજીયા તેલ પી જશે.
- ભજીયાને મધ્યમ તાપ પર તળવા જેથી તે અંદરથી પણ બરાબર શેકાય અને બહારથી ક્રિસ્પી બને.
- તો આ ચોમાસામાં આ વિવિધ પ્રકારના ભજીયા બનાવીને તમારા પરિવાર અને મિત્રો સાથે તેની મજા માણો.





