વિશ્વભરમાં, ઘણા લોકોએ વીગન ડાયટ(veganism) અપનાવવાનું શરૂ કર્યું છે, વીગન ડાયટ એટલે કે “ડેરી ઉત્પાદનોને બાદ કરી શાકાહારી આહારને પ્રોત્સાહન આપવું અને શાકાહારી આહારનું સેવન કરવું. અને એનિમલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું ટાળવું”.
ન્યુટ્રિશનિસ્ટ નેહા રંગલાનીએ જણાવ્યું હતું કે નોંધપાત્ર સંખ્યામાં એનિમલ પ્રોડક્ટસ છોડીને શાકાહારી આહાર(વીગન ડાયટ) અપનાવી રહ્યા છે, જો કે, હજુ પણ લોકોમાં શાકાહારી થવાના સ્વાસ્થ્ય લાભો વિષે પૂરતી માહિતી નથી.
એક્સપર્ટ નિયમિત ધોરણે ક્યા- ક્યા શાકાહારી આહાર લેવાનું કહે છે? જાણો
કોઈ પણ પોષક તત્વની ઉણપ ન રહી જાય તે ધ્યાન રાખવું ખુબજ જરુરી છે તેથી પુષ્કળ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. રોજ બદામનું સેવન કરવું જોઈએ. બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, પ્રોટીન, રિબોફ્લેવિન, ઝીંક વગેરે જેવા 15 જેટલા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તે પ્રોટીન મુખ્ય સ્ત્રોત છે, પોષક તત્વો ન માત્ર એનર્જી આપે છે પરંતુ સાથે મસલ્સના વિકાસ અને મજબૂત બનાવામાં મદદરૂપ છે.
આ પણ વાંચો: શિયાળા દરમિયાન ગેસ ટ્રબલ થવી સામાન્ય, જાણો શું ધ્યાન રાખવું જોઈએ
એક્સપેર્ટે કહે છે કે, કાર્બોહાઇડ્રેટ નાસ્તા કરતા તમે નાસ્તામાં બદામમાંથી બનેલી વાનગી જેમ કે આલ્મન્ડ અને અમારંથ કબાબ, આલ્મન્ડ ચિલ્લી ખાંડવી રોલનો વગેરેનો સમાવેશ કરી શકાય છે કારણ કે બદામ વજન ઘટાડવા અને વજન મેન્ટેઇન કરવામાં બંને માટે ફાયદાકારક છે. તમે ભોજનમાં બદામને ગાર્નિશ કરીને અથવા તો ભૂખ લાગે ત્યારે તેનું સેવન પણ કરી શકો છો. બદામ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
વિટામિન B12
રંગલાનીએ સૂચવ્યું છે કે ,“વિટામિન B12 ના સ્ત્રોતની ઉણપ શાકાહારી અને કડક શાકાહારી બંને લોકોમાં રહે છે કારણ કે આ વિટામિન લગભગ ફક્ત પ્રાણીઓમાંથી મેળવેલા ખોરાકમાં જોવા મળે છે. તમે બદામના દૂધ અથવા ઓટના દૂધ સાથે મિશ્રિત ફોર્ટિફાઇડ અનાજના બાઉલનો આનંદ લઈ શકો છો. તમે તમારા નાસ્તામાં બદામની ચિપ્સ પણ ઉમેરી શકો છો.”
પ્રોટીન
રંગલાનીએ જણાવ્યું કે ઘણા લોકો માને છે કે શાકાહારી લોકો માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ક્યા ખોરાકમાંથી તે લેવું મુશ્કેલ છે. “પરંતુ, દાળ અને કઠોળએ શાકાહારીઓ માટે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે જેને રોટલી સાથે સબઝી તરીકે ખાઈ શકાય છે, દાખલા તરીકે લિપ-સ્મેકિંગ રાજમાની વાનગી તમે ભાટ સાથે લઇ શકો છો. તમે પાલક દળ પણ લઇ શકો છો. તમે કેટલાક ટામેટાં અને ડુંગળી પણ ઉમેરી શકો છો અને તમારી લીંબુથી સુશોભિત ચણાનું ઝડપી કચુંબર બનાવી શકો છો. બદામનું દૂધ,બદામનો લોટને પણ તમારા ડાયટમાં ઉમેરી શકો છો.
આ પણ વાંચો: થાઇરોઇડ કંટ્રોલ કરવા માટે કોથમીરનું પાણી રામબાણ ઈલાજ, જાણો અહીં
આ ખોરાક તમારી પ્રોટીનની ઉણપને પુરી કરવામાં મદદ કરશે, જાણો
સોયાબીન:
સોયાબીનએ સૌથી વધુ સેવન થતો ખોરાક છે કારણ કે તેમાં પ્રોટીનની નોંધપાત્ર માત્રા ધરાવે છે અને તમામ નવ આવશ્યક એમિનો એસિડ પ્રદાન કરે છે.ટોફુ સોયાબીનમાંથી બને છે.
ક્વિનોઆ:
ક્વિનોઆ એક ગ્લુટન ફ્રી અનાજ છે. આ બીજ ફાઇબરથી ભરપૂર અને સંપૂર્ણ 22 એમિનો એસિડ ધરાવે છે. આમ, ક્વિનોઆને પ્રોટીનનો સંપૂર્ણ સ્ત્રોત પણ માનવામાં આવે છે.
કુટ્ટુ :
કુટ્ટુ જે સંપૂર્ણ પ્રોટીનનો છોડ આધારિત સ્ત્રોત છે. તે ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર, મેગ્નેશિયમ અને આયર્ન સહિત ઘણા જરૂરી ખનિજોનો સારો સ્ત્રોત પણ છે.