Walking vs Brisk Walk: વોક કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો સવારે કે રાત્રે સૂતા પહેલા વોક કરવા જાય છે. જો તમે તમારા વજનને કંટ્રોલ કરવા માંગતા હોવ અને પેટની મેટાબોલિક એક્ટિવિટીને ફાસ્ટ રાખવા માંગતા હોવ તો રાત્રે ભોજન કર્યા બાદ તરત જ ઊંઘશો નહીં. કારણ કે આમ કરવાથી તમારું શરીર બીમારીનું ઘર બની શકે છે. ઉપરાંત તમારી ફિટનેસ પર પણ ખરાબ અસર થઇ શકે છે.
આથી દરરોજ રાત્રે જમ્યા પછી ક્યારેય તરત જ ઊંધવું જોઇએ નહી. તેના બદલે, થોડો સમય કાઢો અને વોક કરવા જાવ. ઘણા લોકો રાત્રે જમ્યા બાદ વોક કરવા જાય છે, પરંતુ કેટલું ચાલવું અને ક્યારે ચાલવું તે વિશે જાણકારી નથી હોતી. વોકિંગ (ચાલવું) અને બ્રિસ્ક વોક (ઝડપી ચાલવું) શું છે, તફાવત અને ફાયદા વિશે વિગતવાર જાણીયે
વોકિંગ (ચાલવું) અને બ્રિસ્ક વોક : રાત્રે સૂતા પહેલા શું કરવું
આપણે રાત્રે સૂતા પહેલા ચાલવું જોઈએ અને ઝડપી ચાલવા જેવી કોઈપણ પ્રકારની તીવ્ર કસરત ટાળવી જોઈએ. બ્રિસ્ક વોલ (Brisk Walk) માં એકસમાન સ્પીડમાં ઝડપથી ચાલવાનું હોય છે જ્યારે વોક (Walking)માં આરામથી શાંતિપૂર્વક ચાલવાનું હોય છે. જો તમે રાત્રે જમ્યા બાદ ઝડપી ગતિએ ચાલશો, તો તમારું મેટાબોલિઝમ તેજ થશે, તમારું મગજ ઝડપથી કામ કરવાનું શરૂ કરશે, તમને ભૂખ લાગશે, સ્નાયુઓ સક્રિય થશે અને આ તમારી ઊંઘને અસર કરી શકે છે. એટલે રાત્રે સૂતા પહેલાં જ વોક કરવું જોઈએ, એ પણ મધ્યમ ગતિએ.
સૂતા પહેલા ચાલવાના ફાયદા
રાત્રે સૂતા પહેલા ચાલવાથી તમારો મેટાબોલિક રેટ વધે છે અને પછી અડધું ભોજન પચી જાય છે, જેના કારણે આપણું મગજ સરળતાથી સૂઈ જાય છે. ઉપરાંત વોક કરવાથી સ્નાયુઓ રિલેક્સ થઈ જાય છે અને પછી સૂવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તમને સમયસર ઊંઘ આવે છે અને નર્વસ સિસ્ટમને આરામ મળે છે. તેથી તમારી હેલ્થ સારી રાખવા અને ઉંઘ સુધારવા માટે, સૂતા પહેલા ચોક્કસપણે ચાલો.
આ પણ વાંચો | યોગ કર્યા પછી ક્યારે પાણી પીવું? ડાયટમાં શું ખાવું? જાણો
સૂતા પહેલા કેટલું ચાલવું જોઈએ?
તમારે સૂતા પહેલા 30 મિનિટ ચાલવું જોઈએ. આ તમારા શરીરનો મેટાબોલિક રેટ વધારે છે અને વેટ કન્ટ્રોલમાં રાખે છે. એટલું જ નહીં, તમે મેદસ્વીપણા જેવી બીમારીઓથી બચો છો. તેથી આ બધી બાબતોનું ધ્યાન રાખો અને રાત્રે સૂતા પહેલા ચાલવાનું શરૂ કરો.





