ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં દેશમાં વધુ ઠંડીનો અનુભવ થશે. મોટાભાગના લોકો શિયાળા દરમિયાન પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક ઇમર્સન વોટર હીટર રોડનો ઉપયોગ કરે છે. આજે બજારમાં અસંખ્ય ઇમર્સન રોડ (વોટર હીટર)ના વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ સલામતી માટે ISI માર્કો મહત્વપૂર્ણ છે. સરકારી એજન્સી કન્ઝ્યુમર અફેર્સે આ બાબતે માહિતી આપી છે.
કન્ઝ્યુમર અફેર્સે માહિતી આપી
કન્ઝ્યુમર અફેર્સે એક્સ (પહેલા ટ્વિટર) પર પોસ્ટ કર્યું છે કે ઇલેક્ટ્રિક ઇમર્સન વોટર હીટર રોડ ખરીદતા પહેલા ISI માર્ક તપાસવો જરૂરી છે. આ માર્ક સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.
સાવધાની સાથે ઉપયોગ કરો
ઇલેક્ટ્રિક ઇમર્સન વોટર હીટર રોડનો ઉપયોગ ઘણીવાર ખતરનાક બની શકે છે, જેના પરિણામે અસંખ્ય અકસ્માતો અને ગંભીર ઇલેક્ટ્રિક ઝટકા પણ આવી શકે છે. તેથી તમારે આ ઉત્પાદનનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.
ઇલેક્ટ્રિક રોડનો ઉપયોગ કરવાની સૌથી સલામત રીત
- તમારા ઇલેક્ટ્રિક ઇમર્સન વોટર હીટર રોડ ISI પ્રમાણિત હોવા જોઈએ.
- તમારે તેને ચાલુ કરતા પહેલા તપાસવું જોઈએ કે રોડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે.
- ઇમર્સન રોડમાંથી પાણી કાઢતા પહેલા તમારે હંમેશા પાવર બંધ કરવો જોઈએ.
આ ભૂલો ના કરો
- જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે ક્યારેય પાણીને સ્પર્શ કરશો નહીં.
- રોડ બાળકોની પહોંચથી દૂર રાખવો જોઈએ.
- જ્યારે તે ચાલુ હોય ત્યારે તેને ક્યારેય સ્પર્શ કરશો નહીં.
ઇમર્સન રોડની કિંમત
શિયાળાની ઋતુમાં મોટાભાગના ભારતીય ઘરોમાં આનો ઉપયોગ થાય છે. તે બજારમાં 200 થી 600 રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. જોકે જો તમે બ્રાન્ડેડ ઇલેક્ટ્રિક રોડ ખરીદો છો તો તમારે થોડી વધુ કિંમત ચૂકવવી પડશે. આ પણ વાંચો: સ્પાઈસી મેગી બનાવવાની જોરદાર ટ્રીક, ખાનારા કરશે વખાણ, નોંધી લો ઝટપટ રેસીપી





