અપર લિપ પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે થ્રેડિંગ અને વેક્સિંગ બંને લોકપ્રિય વિકલ્પો છે. પરંતુ કઈ પદ્ધતિ વધુ સારી છે? આ પ્રશ્ન દરેક સ્ત્રીના મનમાં આવે છે. જો તમે પણ તમારા અપર લિપ માટે કયો વિકલ્પ પસંદ કરવો તે અંગે મૂંઝવણમાં છો, અહીં બંને તકનીકોના ફાયદા અને ગેરફાયદાને વિગતવાર સમજાવ્યા છે, જેથી તમે તમારા માટે યોગ્ય નિર્ણય લઈ શકો.
અપર લિપ હોઠ માટે થ્રેડિંગ કે વેક્સિંગ: શું સારુ?
વેક્સિંગ
વેક્સિંગ એ એક ઝડપી અને અસરકારક પદ્ધતિ છે જેમાં હોઠ પરના વાળને વેક્સ લગાવીને અને સ્ટ્રીપની મદદથી ખેંચીને દૂર કરવામાં આવે છે.
વેક્સિંગના ફાયદા
- વાળનો વિકાસ ધીમો પડી જાય છે અને ચહેરો લાંબા સમય સુધી સ્વચ્છ દેખાવ મેળવે છે.
- ત્વચા નરમ અને મુલાયમ દેખાય છે.
- વારંવાર પાર્લરમાં જવાની જરૂર નથી.
વેક્સિંગના ગેરફાયદા
- સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને ફોલ્લીઓ અથવા એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો, તેનાથી ત્વચામાં બળતરા અને લાલ ફોલ્લીઓ થઈ શકે છે.
- થ્રેડીંગ કરતા દુખાવો થોડો વધારે હોઈ શકે છે.
થ્રેડીંગ (Threading)
થ્રેડીંગ એક પરંપરાગત તકનીક છે જેમાં કોટનના દોરાનો ઉપયોગ કરીને વાળ મૂળમાંથી દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિ સલુન્સમાં સરળતાથી કરી શકાય છે અને તે ખૂબ સસ્તી પણ છે.
આ પણ વાંચો: ઘરે શેમ્પુ બનાવાની સિક્રેટ ટિપ્સ
થ્રેડીંગના ફાયદા
- તે ત્વચા પર વધુ તાણ પાડતું નથી, જેના કારણે ત્વચા સુરક્ષિત રહે છે.
- સંવેદનશીલ ત્વચા માટે યોગ્ય પસંદગી કારણ કે તેમાં રસાયણોનો ઉપયોગ થતો નથી.
- તે મૂળમાંથી નાના અને બારીક વાળ પણ દૂર કરી શકે છે.
થ્રેડીંગના ગેરફાયદા
- થોડી અગવડતા અને હળવો દુખાવો થઈ શકે છે.
- વાળ ઝડપથી વધે છે તેથી વારંવાર તે કરાવવું જરૂરી છે.
- ક્યારેક ત્વચા પર હળવી લાલાશ અથવા બળતરા થઈ શકે છે.
તમારા માટે કયું યોગ્ય છે?
જો તમારી સ્કિન સેન્સિટિવ હોય અને તમે ઓછી પીડાદાયક પદ્ધતિ ઇચ્છતા હોવ, તો થ્રેડીંગ વધુ સારું રહેશે. પરંતુ જો તમે હેર ગ્રોથનો ધીમે ધીમે ઘટાડો ઇચ્છતા હોવ અને તેની અસર લાંબા સમય સુધી રહે, તો વેક્સિંગ એક સારો વિકલ્પ બની શકે છે.





