તહેવારો અને લગ્નો પરિવાર અને મિત્ર સાથે મોટેભાગે મનપસંદ ભોજનની લહેજત માનવાનો સમય છે. પરંતુ, અતિશય કેલરીયુક્ત અને શુગરયુક્ત ભોજન લેવાને બદલે, કેટલીક ટીપ્સને વળગી રહેવું અને તમારી ફિટનેસનો ટ્રૅક રાખવા માટે તમે શું ખાઓ છો તેના વિશે થોડું ધ્યાન રાખવું એ હંમેશા ફાયદાકારક રહેશે, જાણો કેવી રીતે,
સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટ આંચલ સોગાનીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક પોઇંટર્સ શેર કર્યા છે જેને આપણે બધા તહેવારો દરમિયાન વધારે આહાર અને વજન વધારવાથી દૂર રહેવા માટે ધ્યાનમાં રાખી શકીએ. સોગાનીએ શું સૂચન કર્યું હતું તેના પર એક નજર નાખો:
તંદુરસ્ત વિકલ્પો પસંદ કરો
આ પણ વાંચો: H3N2: આ વાયરસ શું છે અને તેને કેવી રીતે ફેલાતો અટકાવી શકાય?
વધુ કેલરીવાળા ખોરાકને બદલે લાઈટ અને ઓછી કેલરી વાળો ખોરાક લેવો.
તમે કોઈપણ ઇવેન્ટમાં પહોંચતા પહેલા, તમે શું ખાશો તેની યોજના બનાવો. ગ્લોબલ હોસ્પિટલ્સ, મુંબઈના કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ ડૉ. મીતા સાહાએ જણાવ્યું હતું કે વ્યક્તિએ તેમના ચરબી, ખાંડ અને મીઠાનું સેવન મર્યાદિત કરવું જોઈએ અને તેમના કાર્બોહાઇડ્રેટના સેવન પર નજર રાખવી જોઈએ. ડૉ સાહાએ કહ્યું હતું કે, “દિવસ દરમિયાન લાઈટ ભોજનની પસંદગી કરો. તમારો આહાર સંતુલિત અને પૌષ્ટિક રહે તેની ખાતરી કરો, ડાયટમાં સુગરનું પ્રમાણ નહિવત રાખવું જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે, તમારા ડૉક્ટર અથવા આહાર નિષ્ણાત સાથે પણ વાત કરો.
હાઇડ્રેટેડ રહો
હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવો. આ તમને અતિશય આહાર ન લેવામાં પણ મદદ કરશે, સોગાનીએ જણાવ્યું હતું. કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ ડૉ. આકૃતિ ગુપ્તા, જીવીશા ક્લિનિક, યમુના વિહાર, નવી દિલ્હી સાથે સંમત થયા અને ઉલ્લેખ કર્યો, “આખો દિવસ પાણીનું સેવન કરો. પાણી તમને ઉર્જાવાન રાખશે, બીમારીઓથી બચાવશે અને ગરમીનો થાક અટકાવશે.”
આ પણ વાંચો: જમીનની ફળદ્રુપતા વધારવા ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવા નીતિ આયોગના ટાસ્ક ફોર્સની ભલામણ
નવી દિલ્હી અને વૃંદાવનના મધર્સ લેપ આઈવીએફ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. શોભા ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે કોઈ પણ વ્યક્તિ તેમના દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરી શકે છે. “સવારે એક ગ્લાસ લીંબુ ડિટોક્સ પાણીથી તમારા દિવસની શરૂઆત કરો, ત્યારબાદ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક લો.”
સક્રિય રહો
સોગાનીએ સમજાવ્યું કે નૃત્ય અને આઉટડોર ગેમ્સ રમવા જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાવું જરૂરી છે.
તળેલા નાસ્તાને અવોઇડ કરો
ફળ અથવા શેકેલા નાસ્તો ખાઓ જે તમને બિનજરૂરી આહાર ટાળવામાં મદદ કરશે.
સુગરયુક્ત પીણાં જેમ કે સોડા અથવા મીઠાવાળા પીણાંનું સેવન કરવાનું ટાળવું.
સોગાનીએ પાણી, તાજા રસ અથવા નાળિયેરનું પાણી પસંદ કરવાની ભલામણ કરી છે.