Health Tips: વેટ લોસ માટે બેસ્ટ છે એગ ઓટ રેસીપી, વર્કઆઉટ બાદ ખાવાથી મસલ્સ બનશે મજબૂત

Health Tips For Weight Loss: વેટ લોસ માટે બ્રેકફાસ્ટમાં તમે ઈંડા અને ઓટ્સની બનેલી આ રેસીપી ટ્રાય કરી શકો છો જે વજન ઘટાડવામાં ઝડપથી મદદરૂપ થાય છે. આવો જાણીએ કેવી રીતે બનાવાય આ હાઈ ફાઈબર-હાઈ પ્રોટીન ડાયટ.

Written by Ajay Saroya
July 11, 2024 23:06 IST
Health Tips: વેટ લોસ માટે બેસ્ટ છે એગ ઓટ રેસીપી, વર્કઆઉટ બાદ ખાવાથી મસલ્સ બનશે મજબૂત
Egg Oats Recipe : ઇંડા ઓટની રેસીપી (Image: Freepik)

Egg Oats recipe: વેટ લોસ માટે ડાયટ યોગ્ય હોવું જરૂરી છે. બ્રેકફાસ્ટમાં ઈંડા અને ઓટ્સથી બનેલી આ વાગની ખાવાથી પેટ ભરેલું રહે છે. વાસ્તવમાં, તે હાઇ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે, જે પાચનને વેગ આપવા અને મેટાબોલિક રેટ વધારવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત શરીરમાં જમા થયેલી ચરબીને ઓછી કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને વધતા રોકે છે. વળી ઓટ્સ અને ઈંડા (વજન ઘટાડવાનો નાસ્તો ઈંડાની રેસીપી)ની ખાસ વાત એ છે કે તે સાથે મળીને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને પછી બિનજરૂરી ભૂખથી બચાવે છે. તે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીર પર વ્યાપક અસર કરે છે. આ ઉપરાંત નાસ્તામાં ઓટ અને ઈંડા ખાવાના પણ ઘણા ફાયદા છે. ચાલો ચાણીયે એગ ઓટ્સ રેસીપી

એગ ઓટ્સની રેસીપી (Egg Oats recipe)

એગ ઓટ્સ રેસીપીની સામગ્રી

  • 1 વાટકી ઓટ્સ
  • 1 ગ્લાસ દૂધ
  • 2 ઇંડા
  • ઓલિવ ઓઇલ
  • કાળા મરી
  • મીઠું
  • કલોંજી

એગ ઓટ્સ બનાવવાની રીત (Egg Oats recipe)

  • 1 ગ્લાસ હલકું નવશેકું દૂધ અને 1 વાટકી ઓટસ એક બાઉલમાં નાખો
  • 5 મિનિટ સુધી તેને બાજુમાં રહેવા દો
  • હવે તેમા 2 ઈંડા તોડીને નાંખો અને તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો
  • ત્યારબાદ તેમા ઓલિવ ઓઇલ ઉમેરો
  • હવે ગેસ પર એક નોન સ્ટીક પેન મૂકો અને તેના પર થોડુંક તેલ લગાવો
  • હવે તેના દૂધ અને ઓટ્સનું ખીરું નાંખો
  • હવે તેને કોઇ વાસણ વડે ઢાંકી મીડિયમ આંચ પર પકવવા દો
  • ત્યારબાદ થોડુંક તેલ નાખી તેને પલટાવી દો.
  • તે સહેજ બ્રાઉન થઇ જાય એટલે પેન પરથી ઉતારી લો
  • આ એગ ઓટ્સને તમારી મનપસંદ ચટણી કે સોશ સાથે ખાઇ શકો છો.

તમે ઇચ્છો એગ ઓટ્સ રેસીપી માં ગાજર, કેપ્સિકમ અને ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. આ પછી તેને સર્વ કરો અને આ હાઈ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર બ્રેકફાસ્ટની મજા માણો હકીકતમાં આ વાનગી ખાધા પછી પેટનો ચયાપચયનો દર વધે છે. તે ખોરાકને ઝડપથી પચાવે છે, પેટ ભરેલું રાખે છે અને પછી તમને વારંવાર ભૂખ લાગતી નથી.

આ પણ વાંચો | મોંઘા ટામેટા ખરીદવાના બદલે દાળ – શાકમાં આ વસ્તુનો ઉપયોગ કરો, સબ્જી બનશે ટેસ્ટી

ઉપરાંત આ રેસીપી કસરત કર્યા બાદ શરીરને એનર્જી આપવાની સાથે મસલ્સ બિલ્ડિંગમાં પણ અસરકારક છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે અને પછી માંસપેશીઓની તાકાત વધે છે. તો આ તમામ ફાયદા માટે તમારે આ બંનેનું સેવન નાસ્તામાં કરવું જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ