Weight Loss: ડોક્ટરના મત અનુસાર કોઈપણ વ્યક્તિ વજન ઘટાડવા માટે સૌથી પહેલા ડાયટમાંથી ઘી ખાવાનું ટાળવાનું વિચારે છે. મોટા ભાગે રોટલી પર ઘી લગાવીને ખાવાનું પસંદ કરે છે. શું રોટલી પર ઘી લગાવીને ખાવું જોઈએ? સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં, ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી માહિતી અનુસાર આંચલ સોગાની, એક સર્ટિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ, જેમને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર આ સંબંધી જાણકારી શેયર કરી હતી. તેમણે કહ્યું હતું કે મર્યાદિત માત્રામાં ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. ઘણીવાર જયારે આપણે વજન ઓછું કરવાની વાત કરીએ છીએ ત્યારે આપણે ડાયટમાં ઘી સંપૂર્ણ રીતે બંધ કરવાનું વિચારતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક આપણે આ બાબતે એક્સપર્ટની વાતને પણ અવગણીએ છીએ.
શું ઘીનું સેવન વજન ઘટાડવા માટે મદદરૂપ છે કે નહિ?
- ઘીનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું રહેશે. તમારે દિવસમાં કઈ બીજું ખાવાની જરૂર પડતી નથી.
- ઘી વાળી રોટલી ગ્લાયસેમીક ઈન્ડેક્ષને ઓછું કરવામાં મદદ કરે છે. ગ્લાયસેમીક ઈન્ડેક્ષથી એ જાણવા મળે છે કે જ્યારે ખોરાક લેવામાં આવે ત્યારે તમારા બ્લડ સુગર (ગ્લુકોઝ)ના સ્તરને કેટલી ઝડપથી અસર કરે છે.
- ઘીમાં ફેટ હોઈ છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે, ઘી હોર્મોનને સંતુલિત કરવા અને સ્વસ્થ કોલેસ્ટ્રોલ બનાવી રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- એક રોટલી પર એક ચમચી ઘી લગાવી શકો છો. ભરપૂર માત્રામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
આ પણ વાંચો : Benefit of Nuts: ડ્રાયફ્રૂટ્સનું સેવન કેટલું ફાયદાકારક છે? જાણો
શું સ્વાસ્થ્ય માટે ઘીનું સેવન ફાયદાકારક છે
સેલેબ્રીટી ન્યૂસ્ટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરએ પણ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ઘીમાં જમવાનું બનાવવું અને દાળ, રાઈસ, ભાખરી, બાટી અને ચપાટીમાં સામેલ કરવું ખુબજ જરૂરી છે. તેમાં આવશ્યક ફેટી એસિડ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો : માધુરી દીક્ષિતના પતિ આ એક જ્યૂસનું સેવન કરે છે જે બધા વિટામનની પુરી કરે કમી
ન્યુટ્રિશનિસ્ટ અને ફૂડ કોચ અનુપમ મેનને કહ્યું હતું કે ઘીને સવારે સૌથી પહેલા ખાવું જોઈએ અથવા તો રાઈસ કે રોટલી પર લગાવી સેવન કરવું જોઈએ. તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરાય છે, તેમણે કહ્યું કે પરંતુ આપણે ઘણીવાર આપણે એવું વિચારીને ઘીનું સેવન કરતા નથી કે તેમાં કેલરી વધારે છે. જેથી આપણા શરીરમાં ફેટ વધી જાય છે.