Weight Loss Diet : ગુબ્બારા જેવા પેટને કારણે પરેશાન છો? તો હવે આ વસ્તુના સેવનથી પેટ થઇ જશે એકદમ સપાટ

Weight Loss Diet : શું તમે મોટાપાથી પરેશાન છો અને સ્ટ્રીક્ટ ડાયટ કે જીમમાં કલાકો કરસત કરવા છતાં ઇચ્છિત પરિણામ મળી રહ્યું નથી તો તમે તમારા ડાયટ પ્લાનમાં બ્લેક મરી અને સંચળને સામેલ કરો. જાણો તેના ફાયદા આ અહેવાલમાં.

Written by mansi bhuva
July 09, 2023 15:31 IST
Weight Loss Diet : ગુબ્બારા જેવા પેટને કારણે પરેશાન છો? તો હવે આ વસ્તુના સેવનથી પેટ થઇ જશે એકદમ સપાટ
વજન ઘટાડવાના ઉપાય

Weight Loss Diet : આજે મોટાભાગના લોકો અનહેલ્થી આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે સ્થૂળતાથી પરેશાન છે. મોટું પેટ માત્ર અકળામણ જ નહીં, પરંતુ તે પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સ્ટ્રીક્ટ ડાયટ અનુસરે છે. તો બીજી તરફ ઘણા લોકો કલાકો સુધી જીમમાં કસરત કરે છે. છતાં કોઇ ઇચ્છિત પરિણામ મળતું નથી. આવા સંજોગોમાં તમારા ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ લેખમાં અમે તમને આવી જ એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના નિયમિત સેવનથી ન માત્ર તમારું વજન ઝડપથી ઓછું થશે, પરંતુ તે અન્ય ઘણી બીમારીઓ પર પણ અસરકારક સાબિત થઈ શકે છે.

હેલ્થ નિષ્ણાત અનુસાર, જો તમે દહીંમાં તીખાનો ભૂકો અને સંચળ મિશ્ર કરીને તેનું સેવન કરશો તો તમે ઝડપથી વજન ધટાડી શક્શો. NCBIના મતે, તીખામાં પિપેરન નામનું કંપાઉંડ હોય છે, જે મેટિબોલિઝમને વધારીને કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ શરીરમાં ફેટને જમા કરનારી કોશિકાઓના નિર્માણને અટકાવે છે. તેવામાં તેનું સેવન વજનને વધારવાની તકને લગભગ ખતમ કરે છે.

બીજી તરફ દહીં ચરબી બર્નર તરીકે પણ કામ કરે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લિવન, વિટામીન B12 અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે એકંદર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દહીંમાં પ્રોબાયોટીક્સ મળી આવે છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય રોજ દહીંના સેવનથી પાચનતંત્ર યોગ્ય રહે છે. તેમજ જલ્દી ભૂખ પણ નથી લાગતી અને આ રીતે તમારું વજન નિયંત્રણમાં રહે છે.

હવે સંચળ (બ્લેક નમક) ની વાત કરીએ તો તે પાચન ઉત્સેચકોની દ્રાવ્યતા વધારીને ચરબી ઓગાળવામાં મદદગાર છે. સાથે જ કાળું મીઠું ખોરાકમાંથી એન્ઝાઇમ અને લિપિડ ઓગળવામાં મદદરૂપ છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી.

દહીં ખાવાના ફાયદા

દરરોજ નાસ્તામાં દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.દહીંમાં રહેલા ગુણો પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.દહીં ખાવાથી હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે.આ સિવાય દહીં હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

કાળા મરીના ફાયદા

કાળા મરી પાચનક્રિયાને સુધારીને પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.તેનો ઉપયોગ શરદી અને ફ્લૂથી રાહત મેળવવા માટે કરી શકાય છે.કાળા મરી મૌખિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તે સાંધાના દુખાવા પર પણ અસરકારક છે, સાથે જ કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને રોકવામાં પણ મદદ કરે છે.

સંચળના ફાયદા

કાળા મીઠાના સેવનથી સારી ઊંઘ આવે છે.કાળું મીઠું તણાવ ઘટાડવામાં મદદરૂપ છે.તેના ઉપયોગથી હાર્ટબર્ન પણ ઓછું કરી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ