Weight Loss Recipe : આ હેલ્થી રેસિપી વેઇટ લોસ અને ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થશે

Weight Loss Recipe : આ રેસિપીમાં પ્રોબાયોટીક્સ, કેલ્શિયમ, એન્ટીઑકિસડન્ટો અને પ્રોટીનથી ભરપૂર છે, ડિટોક્સ કરવામાં મદદ કરે છે, મગજના સ્વાસ્થ્યને વેગ આપે છે, ઓછી કેલરી ધરાવે છે, પેટ ભરેલું રાખે અને પાચનમાં મદદ કરે છે.

Written by shivani chauhan
September 20, 2023 08:02 IST
Weight Loss Recipe : આ હેલ્થી રેસિપી વેઇટ લોસ અને ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થશે
વજન ઘટાડવાની રેસીપી અને ચમકતી ત્વચા માટે (અનસ્પ્લેશ)

મોટાભાગના લોકોને ટાઈમ વગરની ભૂખ લાગે છે ખાસ કરીને જયારે વેઇટ લોસની જર્નીમાં હોય ત્યારે. અને અંતે કોઈ પણ અવેલેબલ ખોરાકનું સેવન કરે છે. પરંતુ વેઇટ લોસ કરવા માંગતા લોકોએ ખુબજ ધ્યાન રાખવું જરૂરી અને હેલ્થી ફૂડ પસંદ કરવું જોઈએ જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આમ કરવાથી તમે ફિટનેસ ગોલ સાથે ટ્રેક પર રહીને કેલરી ઘટાડી શકો છો. અને જો તમે આવો વિકલ્પ શોધી રહ્યા છો,તો અહીં ખાસ હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે પણ યોગ્ય છે.અહીં જાણો રેસિપી

આંત્રપ્રિન્યોર આરતી સહાનીએ આ સરળ રેસીપી શેર કરી છે જે કોઈ વ્યક્તિ તેમના ભોજનમાં લઈ શકે છે, આ રેસિપી લંચ અથવા મિડ-મીલ નાસ્તા તરીકે લઇ શકાય છે.

આ પણ વાંચો: Monsoon Skincare Tips : ચોમાસામાં આ ખાસ એક્સપર્ટની સ્કિનકેર ટિપ્સ ફોલૉ કરો

તેમણે જણાવ્યા હતું કે, તે પ્રોબાયોટીક્સ, કેલ્શિયમ, એન્ટીઑકિસડન્ટો અને પ્રોટીનથી ભરપૂર છે, ડિટોક્સ કરવામાં મદદ કરે છે, મગજના સ્વાસ્થ્યને વેગ આપે છે, ઓછી કેલરી ધરાવે છે, પેટ ભરેલું રાખે અને પાચનમાં મદદ કરે છે. “આ સ્વાદિષ્ટ રાયતા કેલ્શિયમથી ભરપૂર છે, પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત, ખનિજો, વિટામિન્સથી ભરપૂર છે અને તે પાચન, હૃદયની તંદુરસ્તી, સારી ત્વચા અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.”

બીટરૂટ એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજો જેવા કે વિટામિન સી, આયર્ન અને પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે, તેમાં નાઈટ્રેટ્સ હોય છે, જે લો બ્લડ પ્રેશર અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે.

દહીં પ્રોબાયોટીક્સથી ભરપૂર છે . પ્રોબાયોટીક્સ એ તંદુરસ્ત બેક્ટેરિયા છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને પેટની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Cancer Tests In Women : 8 કેન્સરના ટેસ્ટ દરેક સ્ત્રીએ તેમની સ્વાસ્થ્યની સુખાકારી માટે કરાવવા જોઈએ, અહીં જાણો

આ બીટરૂટ કાકડી રાયતું કેવી રીતે બનાવવું?

સામગ્રી

  • 1/2 કપ – લૉ ફેટ દહીં
  • 2 ચમચી – બીટરૂટ, છીણેલું
  • 2 ચમચી – કાકડી, છીણેલી
  • 3 – પલાળેલી બદામ, દાડમ અને ધાણાજીરું
  • લીલું મરચું જીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર

મેથડ

એક બાઉલમાં લો ફેટ દહીં , છીણેલું બીટરૂટ, છીણેલી કાકડી, પલાળેલી બદામ, દાડમ, ધાણાજીરું, લીલું મરચું, જીરું અને મીઠું નાખો.

  • આ રાયતામાં પ્રોટીન – 7.5 ગ્રામ
  • ચરબી – 4.1 ગ્રામ
  • કાર્બોહાઈડ્રેટ – 10 ગ્રામ
  • ફાઇબર – 1 ગ્રામ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ