Weight Loss Tips : આ 7 હેલ્થી બ્રેકફાસ્ટ, જે અંશુલા કપૂરની ડાયટ પેટર્નનો ભાગ છે, વેઇટ લોસ કરવામાં તમને થશે મદદગાર

Weight Loss Tips : ગુરુગ્રામના પારસ હોસ્પિટલ્સના મુખ્ય આહાર નિષ્ણાત, ડીટી નેહા પઠાનિયાના જણાવ્યા અનુસાર, તમને બપોર સુધી સંતુષ્ટ રાખવા માટે નાસ્તાના વિકલ્પો શોધો જેમાં પ્રોટીન, ફાઇબર અને હેલ્થી ફેટ્સનો સમાવેશ થાય છે.

Written by shivani chauhan
June 13, 2023 11:54 IST
Weight Loss Tips : આ 7  હેલ્થી બ્રેકફાસ્ટ, જે અંશુલા કપૂરની ડાયટ પેટર્નનો ભાગ છે, વેઇટ લોસ કરવામાં તમને થશે મદદગાર
હેલ્થી બ્રેકફાસ્ટ લિસ્ટ, જે અંશુલા કપૂરની ડાયટ પેટર્નનો ભાગ Source: (Pixabay) (Source: Anshula Kapoor/Instagram)

અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, જે તેના સ્વાસ્થ્ય, આહાર અને ફિટનેસ પર સતત ધ્યાન આપતી રહી છે, તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વ્લોગમાં છેલ્લા સાત દિવસથી તેના નાસ્તા વિશે ખુલાસો કર્યો હતો. “હું PCOS માટે મારા ન્યુટ્રિશનિસ્ટ દ્વારા નિર્ધારિત પ્લાનને અનુસરવાનો પ્રયાસ કરું છું,” કપૂરે ‘7 દિવસ માટે 7 બ્રેકફાસ્ટ્સ’ ટાઇટલ વાળો વીડિયો બ્લોગમાં શેર કર્યું! હું સામાન્ય રીતે નાસ્તામાં શું લઉં છું તેનો વ્લોગ…’

આ સાત દિવસો દરમિયાન અંશુલા કપૂર અહીં તેના શાનદાર નાસ્તામાં વિષે જણાવે છે,

જુઓ:

અંશુલાએ પોસ્ટ કર્યું હતું કે, “મને ઇંડા(eggs) ગાવા ગમે છે, પરંતુ @veerahealth પરના મારા ન્યુટ્રિશનિસ્ટની મદદથી હું આ વર્ષે નાસ્તાના ઘણા વધુ વિચારો સાથે પ્રયોગ કરી રહી છું. તેથી છેલ્લા 7 દિવસમાં દરરોજ સવારે મેં શું કર્યું તેની સંપૂર્ણ માહિતી અહીં છે (દરેકની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી કૃપા કરીને તમારા શરીર પર આધારિત વ્યક્તિગત પ્રોગ્રામ માટે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લો).”

ઓટ્સ

2 ચમચી ઓટ્સ + લેક્ટોઝ ફ્રી મિલ્ક + 1 સ્કૂપ પ્રોટીન પાવડર + ચપટી તજ + 5 બદામ + 5 અખરોટ + 1 ટીસ્પૂન ફ્લેક્સ સીડ્સ + 1 ટીસ્પૂન સૂર્યમુખીના બીજ + દાડમ + મિશ્ર બેરી આ બધું એકસાથે મિક્ષ કરીને, ઢાંકીને રાતભર રેફ્રિજરેટ કરો ! સવારે આ નાસ્તાનો આનંદ લો.

આ પણ વાંચો: Health Tips : પેકેજ્ડ દહીં અને ઘરે બનાવેલું દહી, આ બે માંથી તમારે કયું પસંદ કરવું જોઈએ? અહીં જાણો વિગતવાર

ઇંડા

પાલક, લીલા અને પીળા કેપ્સિકમ, તુલસી, મશરૂમ, ડુંગળી અને ટામેટાંથી ભરેલી 2 ઈંડાની સફેદ ઓમેલેટ + ટોસ્ટેડ અમરાંથ બ્રેડની 1 સ્લાઈસ + બ્લેક કોફી!

બેસન ચિલા

બેસન ચિલા હળદર, આદુ, ગાજર, પાલક, કેપ્સિકમ, ડુંગળી, ધાણા, ટામેટાં અને લીલા કઠોળ + ધાણા અને ફુદીનાની ચટણી + નારિયેળ પાણી + બદામ સાથે

ફળો

ફળ (દાડમ, બ્લૂબેરી, લાલ દ્રાક્ષ) + 1 સંપૂર્ણ ઈંડું શેકેલી બ્રેડ પર + કોફી + પલાળેલી બદામ

ટાકોસ

@iamayogisattva ના બ્રેકફાસ્ટમાં (ટોફુ સ્ક્રેમ્બલ, મિશ્રિત માઇક્રો ગ્રીન્સ, ચેરી ટામેટાં, ડુંગળી, એવોકાડો, કેપ્સિકમ, ફુદીના અને ધાણાની ચટણીઅને ફ્લેક્સ સીડ સોફ્ટ ટેકો શેલ્સ) + પલાળેલી બદામ

શાકભાજી

1 ઈંડું (તેના યલો પાર્ટ સાથે) અને બ્રેડ ઘણી શાકભાજીથી ભરેલી

રાંધેલા ઓટ્સ

રાંધેલા પ્રોટીન ઓટ્સ – લેક્ટોઝ-મુક્ત દૂધ + બ્લુબેરી + અખરોટ અને બદામ + કોળાના બીજ + કોલેજન પાવડર + પ્રોટીન પાવડર (મેં ચોકલેટ-સ્વાદવાળી એકનો ઉપયોગ કર્યો) સાથે રાંધેલા 3 ચમચી ઓટ્સ . અંશુલા કપૂરે લખ્યું છે કે, “તમે ઓટ્સ ગરમ કે ઠંડા લઈ શકો છો – તે બંને રીતે સ્વાદિષ્ટ છે! અને જો તમને વધુ સ્વીટ ભાવતું હોય તો તમે મધ અથવા મેપલ સિરપ અથવા તમારી પસંદનું ગળપણ ઉમેરી શકો છો.”

આ પણ વાંચો: Herbal tea : આ હર્બલ ટી તમને એસિડિટી, માઇગ્રેઇન અને ઉબકાથી રાહત આપી શકે છે, અહીં જાણો રેસિપી

વિવિધ પ્રકારના નાસ્તા કેવી રીતે મદદ કરે છે?

નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે કારણ કે તે બાકીના દિવસ માટે ઊર્જા પ્રદાન કરે છે. સુષ્મા પીએસ, ચીફ ડાયટિશિયન, જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ, બેંગ્લોર શેર કર્યું હતું કે, “જમતા પહેલા પાણી પીવાથી તમને પેટ ભરેલું લાગે છે અને વધુ પડતું ખાવાનું ટાળવામાં મદદ મળે છે. પ્રોસેસ્ડ અથવા હાઈ-કેલરી નાસ્તાને બદલે, ફળો, બદામ અથવા દહીં જેવા પૌષ્ટિક નાસ્તા લેવાનું રાખવું જોઈએ.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ