scorecardresearch

મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ, ઝડપથી ચરબી ઘટશે અને શરીર બનશે તંદુરસ્ત

Weight Loss tips : શરીરની સ્થૂળતા અને વધારે વજન (overweight) મહિલાઓ (womens)ની સુંદરતામાં નડતરરૂપ બને છે. જો તેઓ તેમના રોજિંદા જીવન (daily life tips)માં કેટલાંક ફેરફારો કરે તો તેઓ વજન ઘટાડવાની (Weight Loss tips)સાથે સાથે સરળતાથી શરીરને તંદુરસ્ત (health fitness) બનાવી શકે છે. ચાલો જાણીયે વજન ઘટાડવાની 5 સરળ રીતો.

મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ, ઝડપથી ચરબી ઘટશે અને શરીર બનશે તંદુરસ્ત

Weight Loss tips : હાલ ઘણી મહિલાઓ (womens) તેમના શરીરના વધારે વજન (overweight) અને સ્થૂળતા (overweight)થી બહુ જ પરેશાન રહે છે કારણ કે આ બાબત તેમની સુંદરતામાં (women beauty tips) નડતરરૂપ બને છે. વજન ઘટાડવા માટે ઘણા નુસ્ખાઓ અને ડાયટિંગ (dieting) કરવા છતાં સંતોષજનક ફાયદો મળતો નથી. સ્થૂળતા અને વધારે વજનથી શરીરમાં ઘણા પ્રકારની બિમારીઓ પણ ઉત્પન્ન થાય છે. હાલ મોટાભાગની મહિલાઓ ઘર-પરિવારની જવાબદારીઓની સાથે સાથે નોકરી- જોબ પણ કરતી હોય છે આથી તેઓ પોતાના શરીર ઉપર પુરતું ધ્યાન આપી શકતી નથી. જો તેઓ તેમના રોજિંદા જીવન (daily life tips)માં કેટલાંક ફેરફારો કરે તો તેઓ વજન ઘટાડવાની (Weight Loss tips) સાથે સાથે સરળતાથી શરીરને તંદુરસ્ત (health fitness) બનાવી શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, મહિલઓ તણાવ (Stress) અને ઓછી ઊંઘ (Sleep Deprivation) ના કારણે સ્થૂળતાનો શિકાર બને છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યુ છે કે ઓછી નિંદર અને તણાવની અસર ભૂખ, મેટોબોલિઝમ અને શરીરના વજન (human body weight calculator) તેમજ પેટની ચરબી (stomach fat burning exercise) ઉપર પડે છે. જો મહિલાઓ પોતાના ડાયટ પ્લાન (diet plan) ઉપર ધ્યાન આપે અને ખાણીપીણીમાં કેટલો સુધારો કરે તો તેમના શરીરના વધી રહેલા વજનને કન્ટ્રોલ કરી શકે છે. મહિલાઓ પોતાના ડેઇલી રૂટિનમાં કેટલાંક ફેરફારો કરીને વજન ઘટાડી શકે છે. ચાલો જાણીયે વજન ઘટાડવાની 5 સરળ રીતો.

વધારે પાણી પીવો (drink water habits):-


વજન ઘટાડવા માટે પાણી સૌથી સરળ અને અસરકારક ઉપાય (healthiest way to drink water) છે. એક રિસર્ચ અનુસાર 500 મિલી પાણીથી 30-40 મિનિટની અંદર 30 ટકા સુધી કેલેરી બર્ન થાય છે. સંશોધનોથી જાણવા મળ્યુ છે કે, જમવાની પહેલા પાણી પીવાથી (drink water) પણ વજન ઘટી શકે છે અને કેલેરીનો વપરાશ લગભગ 13 ટકા સુધી ઘટી શકે છે. આથી વજન ઘટાડવા માટે તમારે વધારે પાણીમાં પીવું જોઇએ.

ભોજનમાં પ્રોટીનનું વધારે સેવન કરવું:-

વજન ઘટાડવા ઇચ્છતી મહિલાઓએ ડાયટમાં પ્રોટીનયુક્ત ખાદ્યચીજો (protein foods diet plan) વધારે ખાવી જોઇએ. નોનવેજ, ઇંડા, માછલી, ડેરી પ્રોડક્ટ (milk products) અને કેટલીક શાકભાજીઓમાં ભરપૂર પ્રોટિન હોય છે અને આ ચીજોનો તમારા ભોજનમાં સમાવેશ કરવો જોઇએ. ઘણા સંશોધનોમાં એવી બાબત પણ સામે આવી છે કે, પ્રોટીન ડાયટ (protein diet plan) થી ઓછી ભૂખ લાગે છે. પેટ લાંબા સમય સુધી ભરેલુ લાગે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ (metabolism boosting foods) થાય છે.

પુરતી ઊંઘ લેવી:-

વેઇટ લોસ માટે પુરતા પ્રમાણમાં ઊંઘ લેવી (Sleep Deprivation) પણ જરૂરી છે. ઘણા સંશોધનોમાં એવું તારણ બહાર આવ્યુ છે કે, વજન ઘટાડવા માટે પુરતી ઊંઘ લેવી એટલી જ જરૂરી છે જેટલી શરીરને મજબૂત બનાવવા માટે ડાયટ અને કસરતની. મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘની લેવી અને સારી- આરામદાયક ઊંઘથી વજન ઘટવાની સંભાવના 33 ટકા વધી જાય છે.

કાર્ડિયો એક્સરસાઇઝ (cardio exercises for weight loss) કરવી:-

વજન ઘટાડવા માટે જીમમાં જઇને કલાકો સુધી કસરત કરવી જરૂરી નથી. તમે કેટલીક કાર્ડિયો એક્સરસાઇઝ (cardio exercise) જેવી કે સાયકલ ચલાવવી, ચાલવુ, દોડવુ અને સ્વિમિંગ કરીને પણ શરીરનું વજન ઘટાડી શકો છો. એરોબિક એક્સરસાઇઝ બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ (cardio exercises at home) છે જે વધારાની કેલેરીને બર્ન કરવામાં અને હૃદયની તંદુરસ્તી વધારવામાં અસરકારક સાબિત થાય છે.

આરોગ્યપ્રદ ભોજનથી વજનને કન્ટ્રોલ કરો:-

ભૂખ સંતોષવા માટે હંમેશા આરોગ્યપ્રદ ભોજન જ જમવું જોઇએ પછી તે સવાર-સાંજનો નાસ્તો હોય કે બપોર અને રાત્રીનું ભોજન. વજન ઓછું કરવા માટે ઓછી કેલેરી વાળા નાસ્તા (health diet for weight loss)ની પસંદગી કરવી જોઇએ. ઓછી કેલેરીવાળા નાસ્તાથી પેટની ભૂખ સંતોષાય છે. નાસ્તામાં તમે અખરોટ જેવા ડ્રાયફૂટ્સ, ફ્રૂટ જ્યૂસ અને શાકબાજીના સૂપ, સિંગ-ચણા ખાઇ શકો છો.

Web Title: Weight loss tips diet plan health fitness

Best of Express