સાત દિવસ સુધી હાઈ પ્રોટીન ડાયટ લેવાથી સરળતાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે તે અંગેના ઘણા રિપોર્ટથી સોશિયલ મીડિયા જોવા મળે છે. પરંતુ તે લાંબા ગાળે બિનટકાઉ છે. વજન ઘટાડવુંએ ઓછી કેલરી ખાવા પર અને સાથે શારીરિક પ્રવૃત્તિ દ્વારા ચરબી બર્ન વધારવા પર આધાર રાખે છે. હાઈ પ્રોટીન ડાયટ (જે તમારી કુલ કેલરીના 25 ટકા) અને સામાન્ય પ્રોટીન ડાયટ (કુલ કેલરીના 15 ટકા) સમાન વજન ઘટાડશે જો બંને ડાયટ સમાન રીતે કેલરી-પ્રતિબંધિત હોય. પ્રોટીન વજન ઘટાડવાનું કારણ નથી. તમને લાંબા સમય સુધી પેટ ભરેલો લાગે છે, ક્રેવિંગને રોકે છે અને શરીરમાં મસલ્સ મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાત દિવસની વિશેષ ડાયટ પ્લાન તમને શોર્ટ ટર્મમાં આ પરિણામો આપી શકતી નથી.
- આટલા સ્ટ્રીક ડાયટને વળગી રહેવું મુશ્કેલ છે અને એકવાર તમે તમારી સામાન્ય ખાવાની આદતો પર પાછા જાઓ ત્યારે તમે ગુમાવેલું વજન પાછું મેળવવાની શક્યતા છે.
- તે પોષક તત્ત્વોની ઉણપ તરફ દોરી શકે છે. જ્યારે તમે અમુક ફૂડ ખાવનું બંધ કરો છો ત્યારે તમે આયર્ન, કેલ્શિયમ અને ફોલેટ જેવા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજોને ગુમાવી શકો છો. આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે એનિમિયા, ઑસ્ટિયોપોરોસિસ અને જન્મજાત ખામી.
- આ ખોરાક તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. લોહીમાંથી વધારાનું પ્રોટીન ફિલ્ટર કરવા માટે કિડની જવાબદાર છે. જો તમે વધુ પડતું પ્રોટીન ખાઓ છો, તો તમારી કિડની વધારે કામ કરી શકે છે અને નુકસાન થઈ શકે છે. લાંબા સમય સુધી પ્રોટીનનું વધુ સેવન કરવાથી પાચન અને હાડકાના વિકાર પણ થઈ શકે છે. ખૂબ જ સક્રિય જીવનશૈલી ધરાવતા લોકો બેઠાડુ જીવનશૈલી ધરાવતા લોકો કરતા વધુ પ્રમાણમાં પ્રોટીન સહન કરી શકે છે.
આ પણ વાંચો: Ganesh Chaturthi 2023 : ગણપતિ બાપ્પાના પ્રસાદમાં આ ખાસ હેલ્થી અને વીગન મોદક બનાવો, જાણો રેસિપી
- તમે વધુ થાક અને સુસ્તી અનુભવી શકો છો. પ્રોટીન પચવામાં ભારે છે, તેથી તે તમને સંપૂર્ણ અને થાકનો અનુભવ કરાવે છે. આનાથી કસરત કરવી મુશ્કેલ બની શકે છે, જે વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે.
- વધુ પડતું પ્રોટીન ખાવાથી કબજિયાત, ઝાડા અને ગેસ જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.
- વધુ પડતું પ્રોટીન ખાવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે, જેનાથી થાક, ચક્કર અને માથાનો દુખાવો થઈ શકે છે.
- જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો તમારા ડાયટ અને લાઈફ સ્ટાઇલમાં તંદુરસ્ત, ટકાઉ ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તમારી કેલરીની માત્રાને નીચા સ્તરે ઘટાડવા માટે વ્યક્તિગત સલાહ માટે તમારા ડૉક્ટર અથવા નોંધાયેલા આહાર નિષ્ણાત સાથે વાત કરો. સ્ત્રીઓએ 1,200 થી 1,500 કેલરી, પુરુષોએ 1,500 થી 1,800 કેલરી ધરાવતો આહાર લેવો જોઈએ. તમારા આહારનું આયોજન કરતી વખતે તમારા હેલ્થકેર પ્રદાતા તમારા શરીરનું વજન જોશે અને કહેશે. સામાન્ય રીતે, તમારે તમારી દૈનિક જરૂરિયાતો કરતાં લગભગ 30 ટકા ઓછી કેલરી ખાવાની જરૂર છે.
જ્યારે ડાયટ કંટ્રોલ જરૂરી છે, ત્યારે વર્ક આઉટ એ એક સમાન બેઇઝ છે જે તમારા વજનને કંટ્રોલ કરવા માટે જરૂરી છે. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની શારીરિક પ્રવૃત્તિનું લક્ષ્ય રાખવું જોઈએ, જેમ કે ઝડપી ચાલવું. વધુ એકટીવ રહેવું વજન ઘટાડવામાં વધુ ફાયદાકારક છે. માત્ર ડાયટ દ્વારા વજન ઘટાડવાની ભલામણ ક્યારેય કરવામાં આવતી નથી. વાસ્તવમાં, તમે મસલ્સ માસ ગુમાવી શકો છો કારણ કે તમારું શરીર પ્રોટીન તેમજ સંગ્રહિત કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનો ઉપયોગ કરીને કેલરીની ખાધ બનાવે છે. માત્ર કેલરી-પ્રતિબંધિત આહાર, સ્નાયુ-મજબૂત અને એરોબિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન સાથે પૂરતી કસરતો કામ કરે છે. આ તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ પણ ઘટાડશે.





