Weight Loss Exercise Tips: 10 કિલો વજન ઘટાડવા દરરોજ કેટલી કસરત કરવી? આ એક્સરસાઇઝ ઝડપથી વેટ લોસ કરશે

How Much Exercise To Lose 10 Kg Weight: વેટ લોસ માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 10 કિલો વજન ઓછું કરવા માટે તમારે કેટલું વર્કઆઉટ કરવું પડશે. ચાલો જાણીએ

How Much Exercise To Lose 10 Kg Weight: વેટ લોસ માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 10 કિલો વજન ઓછું કરવા માટે તમારે કેટલું વર્કઆઉટ કરવું પડશે. ચાલો જાણીએ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
weight loss tips | weight loss tips in gujarati | how much exercise to lose 10 kg weight | wight loss exercise | exercise workout for weight loss | weight loss diet tips | weight loss food tips | how to lose overweight belly

Weight Loss Exercise Tips In Gujarati : વેટ લોસ કરવા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. (Photo: Freepik)

How Much Exercise To Lose 10 Kg Weight: વજન ઘટાડવું સરળ કામ નથી. ખાસ કરીને જો તમારું વજન 10 કિલો સુધી વધી ગયું છે તો. હકીકતમાં આ કામ એક દિવસનું નથી, પરંતુ તેના માટે તમારે સતત મહેનત કરવાની જરૂર છે. પરંતુ આ વખતે તમારા મનમાં પહેલો સવાલ એ ઉઠે છે કે જો તમે 10 કિલો સુધી વજન ઓછું કરવા માંગો છો તો કેટલી કસરત કરવી પડશે. સાથે જ કઈ એક્સરસાઇઝ કરવી પડશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Advertisment

10 કિલો વજન ઘટાડવા માટે કેટલી કસરત કરવી?

10 કિલો સુધીનું વજન ઓછું કરવા માટે તમારે ઓછામાં ઓછી 30 મિનિટ ઇન્ટે્સ એકસરસાઇઝ અને 20 મિનિટ બ્રિસ્ક વોક કરવું પડશે. આમ કુલ મળી તમારે દરરોજ ઓછામાં ઓછી 50 મિનિટ સુધી વર્કઆઉટ કરવું પડશે.

yoga asanas | weight loss tips | obesity reducing tips | best yoga asanas for weight loss | health benefits of yoga asanas | surya namaskar benefits
વેટ લોસ અને સ્થૂળતા ઘટાડવામાં યોગાસન અસરકારક છે. (Photo - freepik)

10 કિલો વજન ઉતારવા માટે કઇ કસરત કરવી

20 મિનટ બ્રિસ્ક વોક (20 Minutes Brisk Walk For Weight Loss)

વજન ઘટાડવા માટે 20 મિનિટની ઝડપી ચાલવું અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે! 20 મિનિટ સુધી ઝડપથી ચાલવાથી તમારા વજન અને ગતિના આધારે લગભગ 150 થી 200 કેલરી બર્ન થાય છે. તે ચયાપચયને વેગ આપે છે જે તમારા શરીરને આરામના સમયે વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. બ્રિસ્ક વોકિંગ થી કાર્બ્સ બર્ન કરીને તમારા શરીરને એનર્જી માટે ફેટ બર્ન કરવામાં મદદ મળે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો | ડાયાબિટીસ ટાઇપ 1 અને ટાઇમ 2 માટે અકસીર છે આ 5 ચીજ, સદગુરુ પાસેથી જાણો ફાયદા

Advertisment

30 મિનિચ ઇન્ટેન્સ એક્સરસાઇઝ (Do 30 Minutes Intense Exercise)

જો તમે 30 મિનિટ ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરો છો, તો તમે તમારી કેલરી ઝડપથી બર્ન કરી શકો છો. આ કસરત વજન ઘટાડવામાં ઝડપથી કામ કરે છે. તે શરીર પર જમા થયેલી ચરબી પર દબાણ લાવે છે અને પછી વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત મેટાબોલિઝમ રેટ ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આથી તમે
સ્પિકિંગ (Skipping Exercise)
બર્પી (Burpees)
જપિંગ જેક (Jumping Jacks)
પ્લેંક (Plank)

પુશ અપ (Push Ups) કરવું, જે વેટ લોસમાં મદદરૂપ છે. તો ફોલો કરો આ ટિપ્સ અને ઝડપથી વજન ઓછું કરો.

જીવનશૈલી health tips