મોડા જમવાથી વજન ઝડપથી વધે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો વેટ લોસ માટે કેટલું જમવું જોઇએ

Late Dinner Habbits Effects On Weight Loss : વેટ લોસ માટે વર્કઆઉટ સાથે ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે, વજન ઘટાડવામાં મોડી રાતનું ડિનર કેટલું મદદરૂપ થાય છે. વજન ઘટાડવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

Written by Ajay Saroya
March 22, 2024 19:28 IST
મોડા જમવાથી વજન ઝડપથી વધે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો વેટ લોસ માટે કેટલું જમવું જોઇએ
વેટ લોસ માટે ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. (Photo - Freepik)

Late Dinner Habbits Effects On Weight Loss : વેટ લોસ માટે લોકો વિવિધ ઉપાયો અજમાવે છે. વજન વધવાથી પરેશાન લોકો વધેલા વજનને કંટ્રોલ કરવા જીમમાં વર્ક આઉટ કરે છે, ડાયટનું ધ્યાન રાખે છે, કેલરીને કંટ્રોલ કરે છે, છતાં તેમનું વજન ઘટતું નથી. તમે જાણો છો કે, ડાયટ અને કસરત વજન ઘટાડવા માટે પૂરતા નથી, પરંતુ તમારી જમવાની ટેવ પણ ખૂબ મહત્વ ધરાવે છે. ખરાબ ડાયટ ટેવ તમને વજન ઘટાડવા દેતી નથી. ખરાબ ટેવોનો અર્થ એ છે કે ખાવાનો સમય નક્કી ન હોવો. ઘણીવાર લોકો 3 વાગે લંચ કરે છે અને 9-10 વાગે ડિનર કરે છે, મોડી રાત્રે જમે અને જમીને સીધા સૂઈ જવુ, જે વજન વધવાનું સૌથી મોટું કારણ છે.

અમુક લોકો જીમમાં જાય છે અને વર્કઆઉટ કરીને કેલરી બર્ન કરે છે તેના કરતા વધુ કેલરીનું સેવન કરે છે. શું તમે એવા લોકોમાંના એક છો જે કામની વ્યસ્તતાને કારણે ઝડપથી રાત્રે વહેલા ભોજન કરવામાં અસમક્ષ છે? તમે જાણો છો કે વજન વધવાનું કારણ તમે બર્ન કરો છો તેના કરતા વધુ કેલરીનું સેવન છે.

મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલની ન્યુટ્રિશનિસ્ટ પૂજા ઉદેશીએ કહે છે, મોડે સુધી કામ કરીને પણ તમે તમારા આહારને નિયંત્રિત કરી શકો છો. હેલ્થ એક્સપર્ટ્સ તેને વજન ઓછું કરવા માટે કેલરીઝ ઈન અને કેલેરી આઉટનો સિદ્ધાંત કહે છે. વજન ઘટાડવા માટે ક્યારે, શું અને કેટલું ખાઈ રહ્યા છો તેના પર નજર રાખો. એક્સપર્ટ પાસેથી જાણીએ કે, વજન ઘટાડવામાં મોડી રાતનું ડિનર કેટલું મદદરૂપ થાય છે. વજન ઘટાડવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

મોડી રાત્રે જમવાથી વજન કેવી રીતે વધે છે?

મોડી રાત્રે જમવું અને વજન વધવું બંને વચ્ચે ઊંડો સંબંધ છે. જે લોકો મોડી રાત સુધી ભોજન કરે છે તેમને વધુ કેલેરી ખાવાની આદત હોય છે. જો તમે વધારાની કેલરી ખાવ છો તો જ રાત્રે ખાવાથી વજન વધી શકે છે. યાદ રાખો કે મોડી રાત્રે જમવાથી મળતી વધારાની કેલરી ઊંઘવાની, ખાવાની અને જાગવાની સર્કેડિયન રિધમની વિરુદ્ધ જાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, અડધા દિવસ પછી બેઝલ મેટાબોલિઝમ દર ધીમો પડવાનું શરૂ થાય છે. આનો અર્થ એ છે કે તમારું શરીર ઓછી ચરબી બર્ન કરે છે. એક્સપર્ટ્સના મતે વજન ઘટાડવા માટે જમવાની ટેવને નિયંત્રિત કરો, ઓછી કેલરી અને વધુ પ્રોટીન લેવું જરૂરી છે.

running vs cycling | jogging benefits | running benefits | cycling benefits | exercise health benefits | exercise tips | weight loss tips | exercise for weight loss
નિયમિત દોડવાથી કે સાયકલ ચલાવવાથી વેટ લોસમાં મદદ મળે છે અને હેલ્થ સારી રહે છે. (Photo – Freepik)

મોડી રાત્રે જમતી વખતે લોકો મોટાભાગે ચિપ્સ, સોડા અને આઇસક્રીમ જેવા હાઈ કેલરી ફૂડની પસંદગી કરે છે. તણાવ, ચિંતા, ઉદાસીને કારણે મૂડમાં ફેરફાર/વિકાર રાત્રે વધુ પડતી વ્યસ્તતાનું એક કારણ છે. હોર્મોન્સમાં ફેરફાર પણ ઓછી ઉંઘનું એક કારણ પણ છે. તેથી, તમારા ડાયટનું પ્લાનિંગ કરતી વખતે આ પરિબળોને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.

વજનને કંટ્રોલ કરવા માટે આ રીતે બનાવો ડાયેટ પ્લાન

ભોજન કરવાના સમય અને બે ભોજન વચ્ચેના સમય દ્વારા ભૂખને કન્ટ્રોલ કરવાના ઘણા ઉપાયો છે, જેમ કે હાઈ કેલરી બ્રેકફાસ્ટ ખાવાથી તમને પેટ ભરેલું લાગે છે, મોડી રાત્રે વધુ કેલરી લેવાનું ટાળવું.

બીજી રીત એ છે કે આખો દિવસ વારંવાર થોડાક પ્રમાણમાં ભોજનનું સેવન કરવું, પછી રાત્રે જમવાની ભૂખ પર નિયંત્રણ રહેશે.

આ પણ વાંચો |  પાચન સુધારથી લઈને બ્લડ સુગર કંટ્રોલ કરે છે, જાણો વરિયાળીના અન્ય ફાયદા

ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે રાત્રે કાર્બોહાઈડ્રેટનું સેવન કરવાથી બ્લડ શુગર દિવસની શરૂઆતમાં ખાવામાં આવતા કાર્બોહાઈડ્રેટની તુલનામાં વધુ ઝડપથી વધે છે. એનું કારણ એ છે કે ઊંઘનું હોર્મોન મેલાટોનિન લોહીમાં ગ્લુકોઝને નિયંત્રિત કરતા હોર્મોન ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં અવરોધ ઊભો કરે છે. જો તમે મોડું જમો છો તો કાર્બોહાઈડ્રેટનું સેવન કરવાનું ટાળો. દિવસના શરૂઆતના ભાગમાં મોટા ભોજનમાં કાર્બોહાઈડ્રેટનું સેવન કરો. એક વાત ધ્યાન રાખો કે રાત્રે ભૂખ્યા ઉંઘવું નહી, જો મોડી રાતે જમો છો, તો ઓછું ખાઓ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ