Weight Loss Tips : આ ડ્રિન્ક દરરોજ સવારે પીવાથી વજન ઝડપથી ઘટશે, જાણો આ જાદુઈ પીણાં વિષે

Weight Loss Tips : એપક્સર્ટ અનુસાર,વજન ઘટાડવા (Weight Loss) માટે અજમો અને તજનું પાણી પીવા અસરકારક છે કારણ કે તેમાં રહેલા આ જરૂરી તત્વો વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

Written by shivani chauhan
November 10, 2023 08:06 IST
Weight Loss Tips : આ ડ્રિન્ક દરરોજ સવારે પીવાથી વજન ઝડપથી ઘટશે, જાણો આ જાદુઈ પીણાં વિષે
Weight Loss Tips : આ ડ્રિન્ક દરરોજ સવારે પીવાથી વજન ઝડપથી ઘટશે, જાણો આ જાદુઈ પીણાં વિષે

Weight Loss Tips : પરફેક્ટ દેખાવા આપણે શું નથી કરતા! વેઇટ લોસ કરવાના પ્રયાસથી પ્રોપર સ્કિનકેર કરવું વગેરે કરીએ છીએ, ખાસ કરીને પરફેક્ટ બોડી માટે વજન ઘટાડવા (Weight Loss) લોકો જિમ, યોગા, ડાયટમાં ફેરફાર અને અન્ય ઘરગથ્થુ નુસખા અપનાવે છે. આ વજન ઘટાડવાની ટિપ્સમાં એક છે આ હેલ્થી પાણી જે તમારે સવારે મોર્નિંગ ડ્રિન્ક (Morning Drink) તરીકે લેવું જોઈએ, વિગતવાર અહીં વાંચો,

એપક્સર્ટ અનુસાર,વજન ઘટાડવા માટે અજમો અને તજનું પાણી પીવા અસરકારક છે કારણ કે અજમો (કેરમ સીડ્સ) અને દાળચીની (તજ) દરેકમાં લગભગ ઝીરો સુગર અને નજીવી કેલરી હોય છે.

એક અભ્યાસ અનુસાર, અજમો પેટનું કદ ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તદુપરાંત, થાઇમોલ, અજમોમાં જોવા મળતું એકટીવ ઘટક પેટમાં ગેસ્ટ્રિક જ્યુસ છોડવામાં મદદ કરે છે, જેનાથી પાચન ઝડપી બને છે.

આ પણ વાંચો: Winter Health Tips : શિયાળામાં પેટનું ફૂલવું અને કબજિયાતમાં રાહત આપશે આ સરળ ટિપ્સ

અજવાઇનમાં પાચન પ્રક્રિયાને સરળ બનાવવાના ઘટક છે જેથી ખોરાક ઝડપથી પેટમાં જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ખોરાક ચરબી તરીકે જમા થવાની શક્યતા ઓછી હોય છે. તે ચયાપચયને વધારવામાં પણ મદદ કરે છે, જે વજન ઘટાડવાને વેગ આપે છે. પાચનમાં સુધારો થતા અનિચ્છનીય વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

https://www.instagram.com/p/Cn7H50qN-a3/?utm_source=ig_embed&ig_rid=2fe691a7-8de2-4426-b68a-88b03319dfc7

  • તજમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો છે જે હૃદય સહિત ઘણા અંગોમાં ઓક્સિડેટીવ નુકસાનને રોકવામાં મદદ કરે છે.
  • તે ચયાપચયને વધારવામાં પણ મદદ કરે છે અને લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, ત્યાં ઇન્સ્યુલિન પ્રતિકાર અને સ્થૂળતા ઘટાડે છે.
  • આ ઉપરાંત, તજ પ્રારંભિક સંતૃપ્તિ પ્રદાન કરે છે અને ખોરાકની તૃષ્ણાને ઘટાડવા માટે ઉત્તમ છે. વધુમાં, તજમાં હાજર નાઈટ્રિક ઑક્સાઈડ રક્તવાહિનીઓ અને પરિભ્રમણના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Sadhguru Health Tips : ખોરાક ખાવાનો યોગ્ય સમય જાણી લો

અજમો અને તજના પાણીના અન્ય ફાયદા:

  • વજન ઘટાડવા પ્રોત્સાહન આપે છે, બેક્ટેરિયા સામે લડે છે
  • કબજિયાતમાં મદદ કરે છે
  • યકૃતને સુરક્ષિત કરે છે
  • કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.

અજવાઈન -તજનું પાણી એક જાદુઈ પીણું છે, ખાસ કરીને જેઓ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ માટે. જો કે આ પાણીનું સેવન કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ