કેટલાક લોકોને બપોરનું ભોજન કે રાતનું ભોજન કર્યા બાદ એક કપ ચા પીવાની આદત હોય છે. પરંતુ શું આ આદત ફાયદા કરતાં વધુ નુકસાન કરી રહી છે? એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ચામાં રહેલા કેટલાક સંયોજનો પાચનમાં દખલ કરી શકે છે અથવા મહત્વપૂર્ણ ખનિજોના શોષણને અટકાવી શકે છે. વધુમાં અહીં જાણો
જમ્યા ઓછી ચા પીવાની આદત અંગે કેટલાક હેલ્થ એક્સપર્ટ શું ચેતવણી આપે છે? શું તે પોષક તત્વોના શોષણમાં દખલ કરી શકે છે ખરા? જાણો
જમ્યા પછી ચા પીવા પર હેલ્થ એક્સપર્ટ શું કહે છે?
પોષણશાસ્ત્રી આશ્લેષા જોશીએ IndianExpress.com ને જણાવ્યું હતું કે, જમ્યા પછી તરત જ ચા પીવાથી ચોક્કસ પોષક તત્વો, ખાસ કરીને આયર્નના શોષણમાં દખલ થઈ શકે છે તે સાચું છે. ચામાં ટેનીન અને પોલીફેનોલ નામના સંયોજનો હોય છે, જે શરીર દ્વારા શોષી શકાય તેવા આયર્નની માત્રા ઘટાડે છે.
ચા પીવી એ લોકો માટે હાનિકારક હોઈ શકે છે જેમના શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય અથવા જેમના શરીરમાં આયર્નની ઉણપનું જોખમ વધારે હોય, જેમ કે સગર્ભા સ્ત્રીઓ, કિશોરો અને શાકાહારી આહાર લેતા લોકો. જમ્યા પછી તરત જ ચા પીવાથી સમય જતાં આયર્નનું સ્તર ઘટી શકે છે, સિવાય કે તેને અન્ય આયર્ન સમૃદ્ધ અથવા આયર્ન-વધારતા ખોરાક સાથે સંતુલિત કરવામાં આવે.
શું ચોક્કસ પ્રકારની ચાની પાચન અથવા પોષક તત્વોના શોષણ પર કોઈ સંભવિત અસરો છે?
વિવિધ પ્રકારની ચામાં ટેનીન અને અન્ય બાયોએક્ટિવ સંયોજનોનું સ્તર અલગ અલગ હોય છે, તેથી તેમની અસરો અલગ અલગ હોઈ શકે છે. જોશીએ નોંધ્યું કે ચા અને ગ્રીન ટીમાં ટેનીનનું પ્રમાણ વધુ હોય છે, જે આયર્ન શોષણ ઘટાડી શકે છે. તજ, આદુ અને લવિંગ જેવા મસાલાઓથી તૈયાર કરવામાં આવતી મસાલાવાળી ચા આયર્ન શોષણમાં દખલ કરી શકે છે. જો કે આ મસાલા કેટલાક પાચન લાભો પ્રદાન કરી શકે છે. જોશીએ કહ્યું કે, “કેમોમાઈલ અથવા પેપરમિન્ટ જેવી હર્બલ ચામાં સામાન્ય રીતે ટેનીન ઓછું હોય છે અને પોષક તત્વોના શોષણમાં દખલ થવાની શક્યતા ઓછી હોય છે.’
શું એક મહિનામાં વજન ઘટાડી શકાય? સવારે ખાલી પેટ કરો માત્ર આટલા કામ
જમ્યા બાદ ચા કેટલા સમય બાદ પીવી જોઈએ?
જોશીએ કહ્યું કે “જમ્યા પછી ઓછામાં ઓછા 30 થી 60 મિનિટ પછી ચા પીવી શ્રેષ્ઠ છે, આ સમય એનિમિયા, લોહનું લેવલ ઓછું હોય તેવા લોકો અને બીમારી કે સર્જરીમાંથી સાજા થતા લોકો માટે વધુ મહત્વપૂર્ણ છે. એસિડ રિફ્લક્સ જેવી પાચન સમસ્યાઓ ધરાવતા લોકોએ પણ જમ્યા પછી તરત જ ચા પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે લક્ષણોને વધારી શકે છે.”
એક્સપર્ટએ કહ્યું કે,’જો કોઈને ભોજન સાથે ચા પીવાનો શોખ હોય, તો તેઓ એવી હર્બલ ચા પીવાનું વિચારી શકે છે જે પોષક તત્વોના શોષણમાં દખલ કરે તેવી શક્યતા ઓછી હોય. અથવા તેઓ તેના ભોજનને વિટામિન સીથી ભરપૂર ખોરાક સાથે જોડી શકે છે, જે આયર્નનું શોષણ વધારી શકે છે અને ટેનીનની કેટલીક અસરોને સરભર કરી શકે છે.’