What Is English Name Of Jalebi Sweet: જલેબી ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. ચાસણથી ભરેલી જલેબી જોતા જ મોંમાં પાણી આવી જાય છે. દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતના લોકો જલેબી ખાવાના બહુ શોખીન હોય છે. ભારતમાં વિવિધ પ્રકારની જલેબી બને છે. ગુજરાતમાં ઉત્તરાયણ, દશેરા પર ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. જો કે મોટાભાગના લોકોને જલેબી નું અંગ્રેજી નામ ખબર નથી હોતું. તો ચાલો જાણીયે જલેલી કઇ ભાષાનો શબ્દ છે, જલેબીનો ઇતિહાસ અને વિવિધ પ્રકારો વિશે રસપ્રદ વિગતો
History Of Jalebi : જલેબી ક્યાં દેશની વાનગી?
જલેબી ભલે ભારતની પ્રખ્યાત મીઠાઇ હોય પરંતુ તેના મૂળ પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા છે. વિકિપીડિયા મુજબ આ મીઠાઇની સૌથી જુની રેીપી 10મી સદીમાં ઇબ્ને સૈયર અલ વારક દ્વારા લખાયેલા અરબી રસોઇ પુસ્તક કિતાબ અલ તબીખ (અંગ્રેજી: ધ બુક ઓફ ડીશેસ) માં મળી આવી છે. તો 13મી સદીમાં મુહમ્મદ બિન હસન અલ બગદાદી દ્વારા લખાયેલ રસોઈ પુસ્તકમાં સમાન વાનગીનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતમાં માવા માંથી બનેલી જલેબીની શોધ હરપ્રસાદ બડકુલ દ્વારા 1889માં જબલપુરમાં કરવામાં આવી હતી. આમ જલેબીના મૂળ અફઘાનિસ્તાથી લઇ ભારત નેપાળ સુધી પથરાયેલા છે.
Jalebi Word Origin : જલેબી કઇ ભાષાનો શબ્દ છે?
જલેબી શબ્દ અરબી શબ્દ ઝુલાબિયા અથવા ફારસી ઝોલબિયા પરથી ઉતરી આવ્યો છે. તો માલદીવ્સમાં જલેબીને ઝીલેબી કહે છે. નેપાલમાં જલેબીને જેરી કહેવાય છે. મોરોક્કો અલ્જીરિયા અને ટ્યુનિશિયામાં ઝેલ્બીયા કે ઝ્લાબીયા કહેવામાં આવે છે.
What Is English Name Of Jalebi? જલેબી નું અંગ્રેજી નામ શું છે?
જલેબી ને અંગ્રેજીમાં જલેબીને સામાન્ય રીતે સ્વીટ પ્રેટ્ઝેલ (Sweet Pretzel) અથવા કોઈલ્ડ ફનલ કેક (Coiled Funnel Cake) કહેવામાં આવે છે. કેટલાક તેને ઇન્ડિયન સીરપ કોટેડ ડેઝર્ટ (Indian Syrup-Coated Dessert) તરીકે પણ વર્ણવે છે.
Types Of Jalebi : જલેબીના પ્રકાર
ભારતમાં વિવિધ પ્રકારની જલેબી બને છે. જેમા આથા વાળા મેંદાના ખીર માંથી બનેલી જલેબી સૌથી વધુ ખાવામાં આવે છે. ઉપરાંત અડદની દાળ માંથી પણ જલેબી બને છે, તેને ઇમરતી કહેવામાં આવે છે. માવા માંથી બનેલી માવા જલેબી પણ પ્રખ્યાત છે. જલેબીને રબડી સાથે પણ ખાવામાં આવે છે.