વારંવાર તરસ લગાવી ડાયાબિટીસ તરફ સંકેત આપે છે. શરીરમાં સેલ્સ ઈન્સુલિન રેજિસ્ટેંસ થઈ જાય છે, તો કિડની લોહીથી વધુ શુગરને નિકાળવા માટે ઝડપી કામ કરે છે. જેના કારણે વારંવાર ટોયલેટ આવે છે. શરીરથી ફ્લૂડેડ બહાર નિકળી જાય છે. જેનાથી લિક્વિડ ઇનટેકની જરૂર પડે છે. આવામાં તરસ લાગતી રહે છે.
જે લોકેને ડાઈ માઉથની સમસ્યા રહે છે તેમને વારંવાર તરસ લાગે છે. આવામાં માઉથ ગ્લેંડ ખુબ જ ઓછી માત્રામાં સલાઇવા બનાવે છે. જેના કારણે મોં સૂકાવા લાગે છે અને તરસ લાગે છે. ડ્રાઇ માઉથની સમસ્યા ઘણી વખત દવાઓના કારણે પણ થઈ શકે છે.
એનીમિયા થવાના કારણે પણ શરીરમાં હીમોગ્લોબિન ઓછું થવા લાગે છે. રેડ બ્લડ સેલ્સ ખતમ ઓછા થવા લાગે છે. જેના કારણે તરસ વધારે લાગે છે. આવા લોકોને વધુ પાણી પીવાની ક્રેવિંગ થવા લાગે છે.
આ પણ વાંચો: માત્ર 15 દિવસમાં 5 કિલો વજન કેવી રીતે ઘટાડવું? ફક્ત આ ટિપ્સ ફોલો કરો
હાઇપરકેલ્સીમિયામાં પણ વધુ તરસ લાગે છે. આવી સ્થિતિમાં લોહીમાં વધુ કેલ્શિયમ થવા લાગે છે. આ કારણે ઓવપ એક્ટિવ પારાથાયરાઇડ ગ્લેંડ, ટ્યૂબરક્લોસિસ જેવા ઘણા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. જો તમને વારંવાર તરસ લાગે છે તો તમે હાઈપરકેલ્સીમિયાના શિકાર થઈ ચુક્યા છે.
ડિહાઇડ્રેશન થવાના કારણે પણ વારંવાર તરસ લાગે છે, ભયાનક ગરમીમાં આવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. જેમાં વારંવાર તરસ લાગવા લાગે છે. ડિહાઇડ્રેશન થવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. જેના કારણે મોંઢુ સૂકાવા લાગે છે અને થાક લાગવા લાગે છે. ઘણી વખત વધુ પડતી કસરત, ડાયરિયા, વોમેટિંગ અથવા વધુ પડતો પરસેવો થવાના કારણે પણ શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે.