What Is The Meaning Of Stickers On Fruits: ફળ ખાવાથી શરીરને પોષણ મળે છે. ઘણી આપણે બજારમાંથી સફરજન, ચીકુ જે નારંગી જેવા વિવિધ ફળો ખરીદતી વખતે તેમના પર સ્ટિકર લાગેલા જોયા હશે. મોટાભાગના લોકો આ સ્ટિકર ને કંપની સ્ટિકર, લોગો કે બ્રાન્ડિંગ સમજે છે, જે તદ્દન ખોટી માહિતી છે. હકીકતમાં આ સ્ટિકર પર ફળ વિશે મહત્વપૂર્ણ જાણકારી હોય છે, જે દરેકને ખબર હોવી જ જોઇએ. આ આર્ટીકલમાં ફળ ઉપર સ્ટિકર કેમ લગાડવામાં આવે છે, તેમા છપાયેલા આંકડાનો શું મતલબ છે, જેના વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ફળ પર સ્ટિકર કેમ લગાડવામાં આવે છે.
ફળ પર સ્ટિકર લગાડવાનો હેતુ ફળના ગ્રેડ અને કોડ વિશે જાણકારી આપવાનો હોય છે. એટલે કે આ ફળ ક્યાં ઉગાડવામાં આવ્યું છે, જૈવિક રીતે પકાવવામાં આવ્યું છે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ થયો છે જેવી વિગતો વિશે માહિતી આપવાનો હોય છે. હકીકતમાં ફળ પર એક PLU Code (Price look up code) ચોંટાડ્યું છે, જે ફળની ગુણવત્તા દર્શાવે છે. પીએલયુ કોડ માં એક ખાસ આંકડાથી કોડ નંબર શરૂ થાય છે, જેનો અલગ અલગ અર્થ થાય છે.
અમુક ફળોમાં પાંચ આંકડાનો સ્ટિકર લાગેલું હોય છે, જેનો પ્રથમ નંબર 9 હોય છે. ઉદાહરણ તરીકે ફળ ઉપર ચોંટાડેલા સ્ટિકરનો નંબર 93435 છે, તેનો અર્થ એવો થાય છે કે, આ ફળ ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે. આવા ફળની કિંમત મોંઘી હોય છે.
નોન ઓર્ગેનિક ફળ માટે સ્ટિકર કોડ
ફળ પર લાગેલા અમુક સ્ટિકર નંબરનો આંકડો 8 થી શરૂ થતો હોય છે. ઉદાહરણ તરીકે સ્ટિકર નંબર 82357 હોય તો, તેમાં જિનેટિક મોડિફાઇડ કરેલું હોય છે. આવા પ્રકારના ફળ નોન ઓર્ગેનિક ફળોની શ્રૈણીમાં આવે છે.
જંતુનાશક અને કેમિકલ થી પકાવેલા ફળ આ રીતે ઓળખો
અમુક ફળો પર ચોંટાડેલા સ્ટિકર પર 4 આંકડાનો નંબર છાપેલો હોય છે, જેમ કે 4627 નંબર હોય છે. તેનો અર્થ એવો થાય છે કે, આ ફળ ફગાડવા માટે જંતુનાશક અને કેમિકલનો ઉપયોગ થયો છે. આવા ફળ ઓર્ગેનિક ફળોની તુલનામાં ઘણા સસ્તા હોય છે.