Cooking Tips: દાળ શાકમાં મીઠું ક્યારે ઉમેરવું જોઇએ? જાણો સાચો સમય અને રીત

When Should Salt Add During cooking Sabji Dal: મીઠું એટલે કે નમક ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ શું તમે જાણો શાક, દાળ અને કઢીમાં મીઠું ક્યારે ઉમેરવું જોઇએ? અહીં દાળ શાક બનાવતી વખતે મીઠું ક્યારે ઉમેરવું તેના વિશે સંપૂર્ણ જાણકારી આપી છે.

Written by Ajay Saroya
July 11, 2025 13:43 IST
Cooking Tips: દાળ શાકમાં મીઠું ક્યારે ઉમેરવું જોઇએ? જાણો સાચો સમય અને રીત
When Should Salt Add During Cooking Meals In Sabji Dal: શાક દાળ બનાવતી વખતે મીઠું ક્યારે ઉમેરવું જોઇએ? (Photo: Freepik)

Which Time Best For Salt Add Cooking Sabji Dal: મીઠું એટલે કે નમક ભોજનનો સ્વાદ વધારે છે. નમક વગરનું ભોજન ખાવા સ્વાદ વગરનું લાગે છે. દાળ, શાક, રોટલી હોય કે અન્ય કોઇ દરેક વાનગીમાં મીઠું ઉમેરવામાં આવે છે. જો કે ઘણા લોકોને દાળ શાકમાં મીઠું ક્યારે ઉમેરવું તેના વિશે યોગ્ય જાણકારી હોતી નથી. હકીકતમાં સુકી સબ્જી, ગ્રેવી વાળી સબ્જી અને દાળમાં મીઠું ઉમેરવાનો સમય અલગ અલગ હોય છે. યોગ્ય સમયે મીઠું ઉમેરવાથી દાળ શાક સ્વાદિષ્ટ તો બને જ છે સાથે સાથે ઝડપથી રંધાઇ જાય છે. અહીં દાળ શાક બનાવતી વખતે મીઠું ક્યારે ઉમેરવું તેના વિશે સંપૂર્ણ જાણકારી આપી છે.

શાક બનાવતી વખતે મીઠું ક્યારે ઉમેરવું જોઇએ?

શાક બનાવતી વખતે વચ્ચે મીઠું ઉમેરવું જોઇએ, જેથી તે બરાબર ઓગળી જાય અને સારો સ્વાદ આવે. જો કે સુકી સબ્જી, ગ્રેવી વાળી સબ્જી અને બાફેલી દાળ કે શાકભાજીમાં મીઠું ઉમેરવાની રીત અલગ અલગ હોય છે.

સુકી સબ્જીમાં મીઠું ક્યારે ઉમેરવું જોઇએ?

બટાકાની સુકી ભાજી જેવી સુકી સબ્જી બનાવતી વખતે કઢાઇમાં શાકભાજી પકવો ત્યારે જ મીઠું ઉમેરવું જોઇએ. શરૂઆતમાં જ મીઠું ઉમેરવાથી શાકભાજી માંથી પાણી ઝડપથી નીકળે છે અને જલ્દી ચઢી જાય છે. જો તમે પાછળથી મીઠું ઉમેરશો તો શાક બહારથી નમકીન અને અંદરથી ફીક્કી લાગે છે.

ગ્રેવી વાળી સબ્જીમાં મીઠું ક્યારે ઉમેરવું જોઇએ?

ગ્રેવી વાળી સબ્જી બનાવતી વખતે જો શરૂઆતમાં જ મીઠું ઉમેરશો તો ટામેટા ડુંગળી ઝડપથી ચઢશે નહીં. આથી ગ્રેવી બરાબર ફ્રાય થયા બાદ જ મીઠું ઉમેરવું જોઇએ. તેનાથી મીઠું સબ્જીમાં સારી રીતે ઓગળી જશે અને ગ્રેવીનો સ્વાદ બેલેન્સ રહેશે.

દાળ કે કઢીમાં મીઠું ઉમેરવાનો યોગ્ય સમય ક્યો?

દાળ કે કઢી ઉકાળતી વખતે વચ્ચે મીઠું ઉમેરો. શરૂઆતમાં મીઠું ઉમેરવાથી સ્વાદ બરાબર નહીં આવે અને ઉકળવામાં વાર લાગશે. આથી દાળ બફાઇ ગયા બાદ જ મીઠું ઉમેરો, જેથી સ્વાદ બગડે નહીં અને સારી રીતે રંધાઇ જાય.

દાળ કે બટાકા બાફતી વખતે મીઠું ઉમેરવું કે નહીં?

જો તમે દાળ, વટાણાં કે બટાકા જેવી કે શાકભાજી બાફીને બનાવી રહ્યા છો, તો બાફતી વખતે જ તેમા મીઠું ઉમેરી દો. તેનાથી દાળ કે શાકભાજી ઝડપથી બફાઇ જશે અને નમકનો સ્વાદ અંદર સુધી ઉતરશે. બાફેલા બટાકામાં મીઠું પાછળથી ઉમેરવાથી નમકનો સ્વાદ ઉપર જ રહી જશે.

આ પણ વાંચો | ફળ પર સ્ટિકર કેમ ચોંટાડવામાં આવે છે? કુદરતી અને કેમિકલથી પકવેલા ફળ આ રીત ઓળખો

દાળ શાકમાં વધારે મીઠું પડી જાય તો શું કરવું?

  • દાળ શાકમાં વધારે મીઠું પડી જવાથી ખારી થઇ જાય છે. વધારે ખારી દાળ શાક ખાવી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં દાળ શાકમાં દહીં ઉમેરી મીઠાની ખારાશ ઘટાડી શકાય છે.
  • જો ગ્રેવી વાળી સબ્જીમાં મીઠું વધારે થઇ જાય તો, લોટનો લુઓ બનાવી સબ્જીમાં નાંખી દો. લોટનો લુઓ વધારાનું મીઠું શોષી લે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ