Best Time to add Garam Masala in Sabji: ભારતીય ભોજનમાં વિવિધ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા ભોજનનો સ્વાદ, રંગ અને સોડમ તો વધારે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મોટાભાગના ઘરોમાં શાકનો ટેસ્ટ વધારવા માટે આ ગરમ મસાલાનો ઉપયોગ થાય છે. ગરમ મસાલો જીરું, તમાલ પત્ર, લવિંગ, કાળા મરી, મોટી એલચી, દાલ ચીની જેવા વિવિધ મસાલા પીસીને તૈયાર કરવામાં આવે છે. ગરમ મસાલા વાળી સબ્જી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. જો કે મોટાભાગના લોકોને શાકમાં ગરમ મસાલો ક્યારે ઉમેરો તેની જાણકારી હોતી નથી. આ આર્ટીકલમાં અમે તમારી બધુ મૂંઝવણો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
ગરમ મસાલા પાઉડર શાકમાં ક્યારે ઉમેરવો?
ગરમ મસાલો હંમેશા દાળ શાક બન્યા બાદ છેલ્લે ઉમેરો જોઇએ. જ્યારે દાળ શાક બરાબર બની જાય ત્યારે જ ગરમ ગરમ શાકમાં ગરમ મસાલો નાંખવો જોઇએ. શાકમાં ગરમ મસાલા પાઉડર ઉમેર્યા બાદ લાંબા સમય સુધી પકવવાથી તેનો સ્વાદ, રંગ અને સુગંઘ ઓછી થઇ જાય છે.
- ગરમ મસાલા શાકમાં ઉમેરતી વખતે ગેસનો તાપ મીડિયમ કે ઓછો રાખવો
- શાક બની ગયા બાદ જ જરૂરિયાત મુજબ ગરમ મસાલો ઉમેરવો જોઇએ
- ગરમ મસાલો ઉમેર્યા બાદ 2 મિનિટ સુધી દાળ શાક ઢાંકીને પકવવો અને પછી ગેસ બંધ કરી દો
ગરમ મસાલો શાકમાં ક્યારે ન નાંખવો જોઇએ?
શાક બનાવતા સમયે કે શરૂઆતમાં ગરમ મસાલો ક્યારેય ઉમેરવો નહીં. ગરમ મસાલાને વધારે સમય સુધી પકવવાનો હોતો નથી.
- ગરમ મસાલો વધારે પકવવાથી તેની સુગંઘ ઉડી જશે અને શાકમાં માત્ર તીખાશ રહી જશે.
- ઘણા લોકો શાકમાં તડકો લગાવતી વખતે ગરમ મસાલો ઉમેરી છે, જે તદ્દન ખોટી રીત છે.
ગરમ મસાલો ક્યા ક્યા શાકમાં ઉમેરવો જોઇએ?
ગરમ મસાલો એવા શાકમાં ઉમેરવું જોઇએ જે જેમા તીખાશ અને સ્વાદની જરૂર હોય. આ મસાલો ખાસ કરીને ત્યારે ઉમેરવામાં આવે છે ત્યારે ભોજનને એક આકર્ષક દુખાવ આપવાનો અને સ્વાદિષ્ટ બનાવવાનું હોય છે. ખાસ કરીને પંજાબી સબ્જી, ગ્રેવી વાળી સબ્જી કે નોન વેજ આટઇમમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવો જરૂરી છે.