Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દી માટે ઘઉંની રોટલી નુકસાનકારક, આ રીતે શુગર ફ્રી રોટલી બનાવો

How To Make Sugar Roti For Diabetes Patient : ડાયાબિટીસ દર્દીએ ઘઉંની રોટલીનું સેવન ટાળવું હોય છે, કારણ કે તેમા સ્ટાર્ચ હોવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. અહીં શુગર ફ્રી રોટલી બનાવવાની રીત આપી છે, જે ડાયાબિટીસ દર્દીનું બ્લડ શુગર લેવલ નોર્મલ રાખવામાં મદદ કરે છે.

Written by Ajay Saroya
August 21, 2025 10:24 IST
Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દી માટે ઘઉંની રોટલી નુકસાનકારક, આ રીતે શુગર ફ્રી રોટલી બનાવો
Diabetes Diet Tips : ડાયાબિટીસ દર્દીએ ઘઉંના લોટની રોટલી ખાવાનું ટાળવું જોઇએ. (Photo: Freepik)

Diabetes Diet Tips For Blood Sugar level Control : ડાયાબિટીસ દર્દીઓમાં જમ્યા પછી શુગર ઘણી વાર ઝડપથી વધે છે. સવારનો નાસ્તો હોય કે બપોરનું ભોજન હોય કે રાત્રીભોજન હોય, ત્રણેય વખતે ઘઉંની રોટલી ખાવામાં આવે છે. ડાયાબિટીસ દર્દીઓ ભોજનમાં ત્રણથી ચાર રોટલી જરૂર ખાય છે. આટલી રોટલી ખાધા પછી તરત જ બ્લડ શુગર વધી જાય છે, જેને કંટ્રોલ કરવા માટે લોકોએ શુગર કંટ્રોલની ગોળી લેવી પડે છે. તમે જાણો છો કે ડાયાબિટીઝ દર્દીઓની સૌથી મોટી સમસ્યા તેમના આહારમાં શામેલ ઘઉંની રોટલી છે. ઘઉંમાં લગભગ 61 ટકા સ્ટાર્ચ હોય છે, ડાયાબિટીસના દર્દીઓ જ્યારે તેનું સેવન કરે છે, ત્યારે બ્લડ શુગર લેવલ ઝડપથી વધવા લાગે છે.

ડાયાબિટીસના કોચ અને ન્યુટ્રિશનિસ્ટ ડો.સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો ડાયાબિટીસના દર્દીઓ ભોજનમાં બેથી ત્રણ રોટલી ખાય છે, તો તેઓ ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ ખાઈ રહ્યા છે, જે બ્લડમાં શુગર લેવલ ઝડપથી વધારી દે છે. જો ડાયાબિટીસના દર્દી ચાર રોટલી ખાય છે તો તે 16 ચમચી ખાંડ બરાબર થાય છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે કેવી રીતે ઘઉંનો લોટ બ્લડ સુગર લેવલ વધારે છે અને આ લોટને બદલે કઈ રોટલી ખાવી જોઈએ જેનાથી ડાયાબિટીસ નોર્મલ રહે છે.

ઘઉંની રોટલીથી બ્લડ સુગર કેવી રીતે વધે છે?

તમે જાણો છો કે 100 ગ્રામ ઘઉંના લોટમાં 71 થી 72 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. આટલા લોટમાં માત્ર 12 ગ્રામ ફાઈબર હોય છે જે એકદમ ઓછું હોય છે. 100 ગ્રામ લોટની રોટલી ખાવાથી શરીરમાં કાર્બ્સ અને ઓછા ફાઇબર મળે છે, જે બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે. તમે ઘઉંનો લોટ ખાવ કે 100 ગ્રામ ચોખા, તમારું બ્લડ શુગર પણ એટલી જ ઝડપથી વધી જશે. 100 ગ્રામ ઘઉંના લોટ માંથી લગભગ ત્રણ રોટલી બને છે, જેમાં એક રોટલીમાં લગભગ 4 ચમચી નેચરલ સુગર હોય છે. જો તમે એક ટાઇમના ભોજનમાં ત્રણ રોટલી ખાઓ છો, તો તમે 12 ચમચી ખાંડ ખાઈ રહ્યા છો. જો તમે 12 ચમચી નેચરલ શુગરનું સેવન કરો છો, તો બ્લડ શુગર લેવલ ઝડપથી વધશે.

શુગર ફ્રી રોટલી કેવી રીતે બનાવશો

જો તમે ઈચ્છો છો કે જમ્યા પછી પણ તમારું બ્લડ શુગર કંટ્રોલ થઈ જાય તો તમે તમારા લોટને શુગર ફ્રી લોટ બનાવી શકો છો. જો ઘઉંના લોટમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય તો તેની સાથે ફાઈબર જોડો. હા, કેટલાક ફાઇબરયુક્ત શાકભાજીને પીસીને તેનો પલ્પ બનાવો અને તે પલ્પને ઘઉંના લોટમાં મિક્સ કરીને તમારી સુગર ફ્રી રોટલી બનાવો.

ડો.સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ડાયાબિટીસ દર્દીઓ બ્લડ શુગર કન્ટ્રોલ નિયંત્રિત કરવા માટે ફણસનો લોટ, દૂધી અને એશ ગાર્ડ પલ્પ મિક્સ કરી સુગર ફ્રી રોટલી બનાવો. આ પલ્પમાં લગભગ 1 થી 5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે જે ખૂબ ઓછું હોય છે. જો તમે આ પલ્પને તમારા ઘઉંના લોટમાં મિક્સ કરીને ખાશો તો તમારી રોટલીમાં સ્ટાર્ચ ઓછો થઇ જશે.

આવા લોટની રોટલીમાં સ્ટાર્ચ ઓછો હોય છે, જે જમ્યા બાદ બ્લડ શુગર ઝડપથી વધવાનું જોખમ પણ ઓછું થઇ જશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જો તમે કોઈ પણ અનાજની રોટલી ખાશો તો તમને 60 ટકા આસપાસ સ્ટાર્ચ જ મળશે, જે બ્લડ શુગર ઝડપથી વધારવા માટે જવાબદાર છે. ઘણીવાર લોકો રાગી, જવ અને મકાઈની રોટલી ખાય છે, તેમા પણ 70 ટકા સુધી શુગર હોય છે જે બ્લડ શુગર લેવલ ઝડપથી વધારે છે. તમે બ્લડ શુગર લેવલ સામાન્ય રાખવા માટે ચણાના લોટની રોટલી ખાઇ શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ