WHO declare Aspartame as possibly carcinogenic : કૃત્રિમ સ્વીટનર: કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ ચ્યુઇંગમ, કેન્ડી, કોલ્ડ ડ્રિંક્સ, આઇસ્ક્રીમ અને બેકરી ફૂડ જેવી ખાદ્ય ચીજોમાં મીઠાશ લાવવા માટે થાય છે. જો કે આ સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) આગામી મહિને વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરશે. કારણ કે નિષ્ણાતોનું માનવું છે કે તે ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે. સૂત્રોને ટાંકીને આ સમાચાર પ્રાપ્ત થયા છે.
એસ્પાર્ટમ શું છે?
રાસાયણિક દ્રષ્ટિએ એસ્પાર્ટેમ એ બે કુદરતી એમિનો એસિડ – એલ-એસ્પાર્ટિક એસિડ (L-aspartic acid) અને એલ-ફેનીલાલેનાઇનના ( L-phenylalanine) ડિપેપ્ટાઇડનું મિથાઈલ એસ્ટર છે. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની જીડી સીઅરલ એન્ડ કું. (જે હવે ફાઇઝરની પેટાકંપની છે) ના કેમિસ્ટ જેમ્સ એમ શ્લેટર દ્વારા 1965માં તેની શોધ થઈ હતી. તેઓ જ્યારે અલ્સરની દવાનું સંશોધન કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે તેમણે એક રસાયણને ચાખ્યો જેનો સ્વાદ તેમને ખાંડ જેવો મીઠો લાગ્યો.
ખાંડ કરતા 200 ગણું મીઠું હોય છે એસ્પાર્ટમ
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) મુજબ, એસ્પાર્ટમ ખાંડ કરતાં લગભગ 200 ગણું મીઠું હોય છે – જો કે એસ્પાર્ટમ અન્ય કૃત્રિમ સ્વીટનર જેવાં કે એડવાન્ટેમ અને નિયોટેમ કરતાં ઘણી ઓછું મીઠું છે, તેમ છતાં 1 ગ્રામ એસ્પાર્ટમમાં મીઠાશ આશરે બે ચમચી ખાંડ (લગભગ 8 ગ્રામ) જેટલી તીવ્રતા હોય છે.
ડાયાબિટીસના દર્દીઓ કેમ પસંદ કરે છે એસ્પાર્ટમ
કેલરી ઘટાડવા અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો અથવા ડાયાબિટીસના દર્દીઓ દ્વારા એસ્પાર્ટમ (Aspartame) પસંદ કરવામાં આવે છે, કારણ કે 2 ચમચી (8 ગ્રામ) ખાંડ લગભગ 32000 કેલેરી એનર્જી આપે છે, જ્યારે માત્ર 1 ગ્રામ aspartame માત્ર 4000 કેલેરી ઉત્પન્ન કરે છે.
ઘણીવાર એવી દલીલ કરવામાં આવે છે કે નિયમિત કોલાના 12 ફ્લો ઓસ (લગભગ 350 મિલી) કેનમાં લગભગ 10 ચમચી ખાંડ હોય છે, જ્યારે એસ્પાર્ટમ ધરાવતા ડાયેટ કોલાના સમાન જથ્થામાં માત્ર 7 kcals હોય છે. ખરેખર, ડાયેટ ફિઝી ડ્રિંકના કેન/બોટલમાં ઘણી વખત પેકેજિંગ પર “શૂન્ય ખાંડ” અથવા “શૂન્ય કેલરી” કહેવામાં આવે છે.
Aspartame કૃત્રિમ સ્વીટનર્સની ઘણી બ્રાન્ડ્સમાં હાજર છે, જેમાંથી ભારતમાં સૌથી સામાન્ય સમાન અને સુગર-ફ્રી ગોલ્ડ છે.
એસ્પાર્ટમનો 90 દેશોમાં થાય છે ઉપયોગ
સોફ્ટ ડ્રિંકથી લઇ ચ્યુઇંગમ અને ઘણી બધી ખાદ્ય ચીજોમાં એસ્પાર્ટમનો ઉપયોગ થાય છે, જે કેન્સર જેવી ઘાતક બીમારીને નોંતરી શકે છે. એસ્પાર્ટમને કેન્સર સાથે જોડવામાં આવી રહ્યું છે. નોંધનિય છે કે, હાલ દુનિયાભરના 90 દેશોમાં એસ્પાર્ટમનો ઉપયોગ થાય છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા જુલાઈમાં તેને પ્રથમ વખત કાર્સિનોજેનિક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે. WHOની કેન્સર રિસર્ચ વિંગના સૂત્રોએ આ જાણકારી આપી. આ મહિનાની શરૂઆતમાં મળેલી બેઠકમાં તમામ પુરાવા જોયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આર્ટિફિશિયલ સ્વીટનર અંગે અગાઉ પણ પ્રશ્નો ઉભા થયા હતા
સ્વીટ ડ્રિંક જાયન્ટ પેપ્સિકો દ્વારા સ્વાસ્થ્યની ચિંતાઓ અને સ્વાદ પસંદગીઓને સંતુલિત કરવા માટે ઉદ્યોગનો સંઘર્ષ તાજેતરમાં દર્શાવવામાં આવ્યો હતો. પેપ્સીકોએ 2015માં સોડામાંથી એસ્પાર્ટમને દૂર કર્યું. પરંતુ એક વર્ષ પછી તેને પાછું લાવ્યું અને વર્ષ 2020માં તેને ફરીથી દૂર કર્યું. IARCની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે એસ્પાર્ટમને સંભવિત કાર્સિનોજેનીક તરીકે સૂચિબદ્ધ કરવાનો હેતુ વધુ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે, જે એજન્સીઓ, ગ્રાહકો અને ઉત્પાદકોને મજબૂત તારણો શોધવામાં મદદ કરશે. જો આવતા મહિને આ મહત્વપૂર્ણ કૃત્રિમ સ્વીટનર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો દુનિયાભરમાં ફરી એકવાર તેને લઇને નવો ચર્ચા-વિવાદ શરૂ થશે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો





