Drinking Water after Urination Good Or Bad : પાણી આપણા શરીર માટે જરૂરી છે. શરીરના લગભગ 60 – 70 ટકા ભાગમાં પાણી છે. પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે, સાથે સાથે દરેક કોષ અને અંગને યોગ્ય રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. પાણી શરીર માંથી ઝેરી તત્વો અને ગંદકી બહાર કાઢે છે અને પાચન તંત્રમાં સુધારો કરે છે. તેનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે અને કિડનીનું સ્વાસ્થ્ય સારું રહે છે.
પાણી શરીરને હાઇડ્રેટેડ રાખીને, તમે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખી શકો છો. પાણીની ઉણપ થાક, માથાનો દુખાવો અને એકાગ્રતામાં ઘટાડો તરફ દોરી જાય છે. પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ જો તેનું યોગ્ય સમયે યોગ્ય રીતે પીવામાં આવે તો તે શરીર પર અમૃત સાબિત થશે, નહીં તો તેની અસર ઝેર જેવી થશે.
મોટાભાગે લોકોને પહેલા પેશાબ કરવાની અને પછી પાણી પીવાની આદત હોય છે. શું તમે જાણો છો કે પેશાબ કર્યા પછી પાણીનું સેવન સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે? પાણી પીવા વિશે આયુર્વેદ, એલોપેથી અને યુનાની પદ્ધતિમાં વિવિધ મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા છે.
નેચરોપેથિક ડોક્ટર અને હકીમ ડોક્ટર રિયાસ અબ્બાસ ઝૈદીએ જણાવ્યું હતું કે, જો તમે પેશાબ કરતા પહેલા પાણી પીશો તો તે તમારા શરીર પર પાણીનું જ કામ કરશે, પરંતુ જો તમે પેશાબ કર્યા પછી પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર પર ઝેરની જેમ અસર કરશે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે પેશાબ કર્યા પછી પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે અને ઝેર જેવું સાબિત થાય છે.
પેશાબ કર્યા પછી પાણી પીવું સારું કે ખરાબ ?
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, પેશાબ કર્યા પછી પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જ્યારે તમે પાણી પીઓ છો, ત્યારે પાણી સીધું કિડનીમાં પહોંચે છે, કિડની તેને ફિલ્ટર કરી પેશાબ દ્વારા ઝેરી તત્વોને બહાર કાંઢે છે. પેશાબ કરતા પહેલા પાણીનું સેવન કરવું અમૃત સમાન છે જ્યારે પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવું ઝેર જેવું સાબિત થાય છે. જો તમે પેશાબ કરતા પહેલા પાણી પીઓ છો, તો કિડનીને પહેલેથી જ સાફ કરવાનો સંકેત મળે છે અને કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે.
જો તમે પેશાબ કર્યા પછી પાણી પીઓ છો, તો તમે કિડની પર વધારાનું દબાણ લાવો છો અને તમારી કિડની સતત કામ કરે છે. પેશાબ કર્યા પછી પાણી પીવાથી પેટ પર દબાણ આવે છે, પેટમાં ખેંચાણ થઈ શકે છે, અને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડી શકે છે. તમે જાણો છો કે પેશાબ કર્યા પછી પાણી પીવાથી પણ પેશાબની નળીઓમાં ચેપ લાગી શકે છે.
જ્યારે આપણે પેશાબ કરીએ છીએ, ત્યારે મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી હોતું નથી, તેમાં કેટલાક અવશેષો રહે છે. જો પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવામાં આવે છે, તો આ અવશેષો મૂત્રાશયની દિવાલો સાથે ચોંટી શકે છે અને યોગ્ય રીતે બહાર નીકળી શકતા નથી. જો આવું લાંબા સમય સુધી થાય છે, તો તેમાં સ્ફટિકો એકઠા થવા લાગે છે, જે ભવિષ્યમાં કિડનીની પથરી થવાનું જોખમ વધારી શકે છે. પેશાબ કર્યા પછી ૧૫ મિનિટ સુધી પાણી પીવું જોઇએ નહીં.
પાણી પીવાનો યોગ્ય સમય કયો છે?
નિષ્ણાતે કહ્યું કે જો તમે ઇચ્છો છો કે તમારી યુરિન સિસ્ટમ સ્વસ્થ રહે, તો તમારે પેશાબ કરવાની પહેલા પાણી પીવું જોઈએ. તમે આખો દિવસ પાણી પી શકો છો પરંતુ પેશાબ કરવાની પહેલા જ પીવું જોઇએ. જો તમે પેશાબ કરી તરત જ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનશે. પેશાબ કર્યાના 15 મિનિટ પછી જ પાણી પીવું.