મીઠી ચીજ ખાધા બાદ ચા કોફી ફિક્કી કેમ લાગે છે? જાણો કારણ

Why Tea Taste Less Sweet After Eating Sweets Foods : ભારતમાં લોકો ચા પીવાના શોખીન છે સાથે સાથે મીઠાઇ પણ ખાવી ગમે છે. શું તમને ખબર છે મીઠાઇ જેવી કોઇમીઠી ચીજ ખાધા બાદ ચા - કોફી કેમ ફિક્કી લાગે છે? ચાલો જાણીયે

Written by Ajay Saroya
August 20, 2025 17:02 IST
મીઠી ચીજ ખાધા બાદ ચા કોફી ફિક્કી કેમ લાગે છે? જાણો કારણ
Tea : ચા, પ્રતિકાત્મક તસવીર. (Photo: Canva)

Why Tea Taste Less Sweet After Eating Sweets: ભારતમાં લોકો ચા પીવાના શોખીન છે સાથે સાથે મીઠાઇ પણ ખાવી ગમે છે. ભારતમાં મોટાભાગના લોકો સવારે ચા પીતા હોય છે. ઘણી વખતે એવું બને છે કે, કોઇ મીઠી ચીજ ખાધા બાદ કોઇ વ્યક્તિ આપણને ચા પીવા માટે આવે છે. આવી સ્થિતિમાં મીઠી ચીજ ખાધા બાદ ચા ફિક્કી લાગે છે. આમ તો ચા અને કોફીમાં પણ ખાંડ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે મીઠી ચીજ ખાધા બાદ ચા – કોફી કેમ ફિક્કી લાગે છે? ચાલો જાણીયે

જીભની સ્વાદ પારખવાની ક્ષમતા

માનવ જીYમાં હજારો સ્વાદ પારખત કોશિકાઓ (taste buds) હોય છે, તે વિવિધ પ્રકારના સ્વાદ પારખવાનું કામ કરે છે. જ્યારે આપણે મીઠી ચીજ ખાઇયે છીએ, ત્યારે જીભ પર મીઠાશ પારખતી કોશિકાઓ સંપૂર્ણપણે સક્રિય થઇ જાય છે અને ખાંડથી ભરાઇ જાય છે.

મીઠાઇ ખાધા બાદ ચા કેમ ફિક્કી લાગે છે?

મીઠાઇ જેવી અન્ય કોઇ મીઠી ચીજ ખાધા બાદ ચા – કોફી કેમ ફિ્ક્કી લાગે છે આ સવાલ ઘણા લોકોને મુંઝવે છે. આમ થવા પાછળ ચોક્કસ કારણો છે. આપણે જ્યારે મીઠાઇ જેવી કોઇ મીઠ ચીજ ખાઇયે છીએ ત્યારે આપણી જીભની કોશિકાઓ મીઠાઇથી ભરાઇ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે અન્ય કોઇ મીઠી ચીજ કે ચા કોફી પીવો છો ત્યારે તમારી જીભ એટલી તીવ્રતાથી અનુભવ કરી શકતી નથી. આ કારણસર જ ગળ્યુ ખાધા બાદ ચા કોફી ફિક્કી લાગે છે.

ટેસ્ટ એડેપ્ટેશનનું વૈજ્ઞાનિક કારણ

વિજ્ઞાનની ભાષામાં તેને ટેસ્ટ એડેપ્ટેશન (taste adaptation) કહેવાય છે. એટલે કે જ્યારે કોઇ સ્વાદ સતત જીભને મળે છે, ત્યારે તેની સંવેદનશીલતા થોડાક સમય માટે ઘટી જાય છે. મીઠી ચીજ ખાધા બાદ સ્વીટ રિસેપ્ટર્સન અસર થોડાક સમય માટે ઓછી થઇ જાય છે.

આવી સ્થિતિથી બચવા માટે આથી મીઠી ચીજ ખાધા બાદ તરત જ ચા કોફી પીવાનું ટાળવું જોઇએ. નિષ્ણાંતો કહે છે કે, લગભગ 15 થી 20 મિનિટ બાદ સ્વીટ રિસેપ્ટર્સની અસર સામાન્ય થઇ જાય છે અને ચા કોફીનો સ્વાદ સારી રીતે માણી શકાય છે.

  • મીઠાઇ ખાધા બાદ તરત જ ચા કે કોફી પીવી નહી.
  • જો તરત જ ચા પીવાની હોય તો, ઓછી ખાંડ વાળી પીવી.
  • પાણી પીવાથી જીભની સંવદેનશીલતા ઝડપથી પાછી આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ