Drink To Boost Digestion : શિયાળાની કડકડતી ઠંડી પડવા લાગી છે. ત્યારે શિયાળાની ઋતુમાં પાચનક્રિયાને સારી રાખવા માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. શિયાળામાં શરીરને ફિટ રાખવા માટે લોકો અનેક નુસખાઓ અજમાવી રહ્યાં છે. લોકો શરીર કસાયેલું રહે તે માટે કસરત તો કરે જ છે સાથે ખોરાક ઉપર પણ ખાસ તકેદારી રાખે છે. ઠંડીમાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિવિધ જ્યૂસ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે. તે ઉપરાંત લીલા શાકભાજી તેમજ ફળના જ્યૂસ ઠંડીમાં નિયમિત પીવામાં આવે તો અનેક રોગો જડમૂળથી દૂર જતાં રહે છે. ચાલો જાણીએ ફાયદા.
1.એક વાસણમાં પાણીને ઉકળી લો. તેમાં છીણેલું આદુ , લીંબુનો રસ કાપીને છાલની સાથે પાણીમાં નાંખો અને કાળા મરી પાવડર ઉમેરો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી લીંબુ નરમ ન થઈ જાય. પછી તેને ગાળીને તેમાં મધ નાખીને પીવો. શરીરમાં જામેલી ચરબી ઘટાડવા અને મેટાબોલિઝમ વધારવા માટે આ ખૂબ જ અસરકારક ડ્રીંક છે.
2. ઉકળતા પાણીમાં જીરું અને તજ નાંખો. થોડી વાર પાણીને ઉકાળવા દો. પાણી પીતા પહેલા ફિલ્ટર કરો. તેમાં લીંબુનો રસ અને મધ નાંખીને પીવો. આ પીણું શિયાળાના નાના-નાના ઈન્ફેક્શન સામે રક્ષણ કરશે અને પાચનક્રિયા પણ સારી રાખશે. ખાસ કરીને તેમાં રહેલું જીરું પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદરૂપ થશે.
3. ગ્રીન ટી પીવાના શોખીન છો? તો ગ્રીન ટી માટે પાણી ઉકાળતી વખતે એક ચપટી ફુદીનો પાવડર ઉમેરો. ઉકાળ્યા પછી તેને ગાળીને પી લો.
4. જો તમે ગરમ પીણાના મૂડમાં નથી, તો તમે આમળાનો રસ અજમાવી શકો છો. આમળા માત્ર ત્વચા અને વાળ માટે જ નહીં, પરંતુ તે પાચન પ્રક્રિયાને પણ સારી રાખે છે.
5. દાડમ અને બીટરૂટ બંનેનો રસ પીવાથી એનિમિયાની સમસ્યા પણ દૂર થાય છે. આ બંને સારા ડિટોક્સિફાયર પણ છે. જે પાચનક્રિયા સારી રાખવામાં મદદગાર છે.
6. કીવી અને કાકડીની છાલ ઉતારીને તેને મિક્સરમાં પીસી લો. જો તમે ઈચ્છો તો તેમાં મીઠું સિવાય કાળા મરી પણ ઉમેરી શકો છો. તેમને એકસાથે મિક્સ કરીને પીવો. બંનેનું મિશ્રણ મેટાબોલિઝમ માટે ખુબ જ ફાયદાકારક છે.
7. સફરજન આ માટે ખુબ જ પ્રખ્યાત છે. તેથી તેને રોજ ખાવાથી ડોક્ટરની જરૂર નથી પડતી. તેનો રસ કાઢતી વખતે તેમાં દ્રાક્ષ નાખશો તો સ્વાદમાં વધારો થશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે.
8. માત્ર પાલકનો રસ ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે, તેના સ્વાદને કારણે માત્ર પાલકનો રસ પીવો મુશ્કેલ છે. તેથી જ્યુસ બનાવતી વખતે તેમાં ગાજર અને જીરુંનો એક નાનો ટુકડો મિક્સ કરો. પાલકના રસનો સ્વાદ પણ વધશે અને તે પાચન માટે પણ ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો : Pneumonia Diet: ન્યુમોનિયામાં આ 4 ચીજનું સેવન રાહત આપશે, ઝડપથી સાજા થશો
9. મોસંબીનો જ્યૂસ પીવાથી તાજગી, સ્ફૂર્તિ આવે છે. તે ભૂખ લગાડે છે. વાયુ, તાવ, બળતરા, નબળાઇનો નાશ કરે છે. બાળકો તે પીવે તો પાચનશક્તિ વ્યવસ્થિત રહે છે. વિટામીન-સી તેમાંથી મળે છે. અપચો અને પેટના દદોઁ માટે મોસંબી ઉપયોગી છે.





