Lasan Churma Recipe: શિયાળીની શક્તિવર્ધક વાનગી લસણિયું ચુરમુ રેસીપી, માત્ર 4 ચીજ થી 10 મિનિટમાં બની જશે

Lasooni Churma Recipe Ladoo In Gujarati : લસણિયું ચુરમુ શિયાળાની વિસરાતી શક્તિવર્ધક વાનગી છે, જે માત્ર 4 સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. મોંઘા ડ્રાયફૂટ્સ ખરીદવાના પૈસા ન હોય તો આ દેશી વાનગી ખાઇને પણ શિયાળામાં શરીરને સ્વસ્થ્ય રાખી શકાય છે.

Written by Ajay Saroya
November 20, 2025 11:19 IST
Lasan Churma Recipe: શિયાળીની શક્તિવર્ધક વાનગી લસણિયું ચુરમુ રેસીપી, માત્ર 4 ચીજ થી 10 મિનિટમાં બની જશે
Lasan Churma Recipe : લસણ ચુરમુ રેસીપી. (Photo: @kitchenkala007)

Lasooni Bajra Roti Churma Recipe In Gujarati : શિયાળામાં શરીરને સ્વસ્થય રાખવા શક્તિવર્ધક આહારનું સેવન કરવામાં આવે છે. અહીં એક સસ્તી અને સરળ શક્તિવર્ધક વાનગી લસણિયું ચુરમુ બનાવવાની રેસીપી આપી છે. લસણિયું ચુરમુ એક વિસરાતી વાનગી છે. જે ઘરેમાં રહેલી માત્ર 4 વસ્તુ માંથી ફક્ત 10 મિનિટમાં બન જાય છે. આ વાનગી નાના બાળકથી લઇ મોટા વ્યક્તિને પણ ખાવી ગમશે. બાજરીના રોટલા સાથે દેશી ગોળ અને લીલા લસણ માંથી બનેલું લસણિયું ચુરમુ ખાવાથી શિયાળામાં શરીરને ગરમી મળે છે.

લસણિયું ચુરમુ બનાવવા માટે સામ્રગ્રી

  • બાજરીનો લોટ – 2 કપ
  • દેશી ગોળ – 1/2 કાપ
  • દેશી ઘી – 1 કપ
  • લીલું લસણ – 1 કપ

લસણિયું ચુરમુ બનાવવાની રીત

લસણિયું ચુરમુ બનાવવા માટે સૌથી પહેલા બાજરીનો રોટલો બનાવો. તેની માટે એક વાસણમાં બાજરીનો લોટ લો. પછી તેમા પાણી ઉમેરી બાજરીનો લોટ બાંધો. તેમાથી બાજરીનો રોટલો બનાવી માટીની તાવડી પડી શેકો.

હવે હાથ વડે એક વાટકીમાં ગરમાગરમ બાજરીના રોટલાના નાના નાના ટુકડા કરી ચોળી લો. પછી તેમા દેશી ગોળનો ભુક્કો નાંખો. ત્યાર બાદ તેમા ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરો.

આ પણ વાંચો | મોંઘા ડ્રાયફૂટ્સના બદલે ઘરે બનાવો બાજરી સુખડી, શિયાળાની ઠંડીમાં શરીરને આપશે ગરમી

છેલ્લે તેમા ગરમ દેશી ઘી ઉમેરો, પછી હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરો. તમે સ્વાદ માટે ચુરમામાં એલચી પાઉડર અને કાજુ દ્રાક્ષ પણ ઉમેરી શકાય છે. ફટાફટ બની જતા લસણિયું ચુરમામાં બાજરી, ગોળ અને લીલું લસણ હોય છે જે શરીરને પોષણ અને ગરમી આપે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ