Mix Veg Kadhi Recipe In Gujarati | તમે કઢી તો ખાધી જ હશે! પરંતુ તમે મિક્સ વેજ મસાલેદાર જુવાર બેસન કઢી કદાચ નહિ ખાધી હોઈ! જુવારએ મિલેટ છે તેનો ઉપયોગ રોટલો બનાવાથી લઈને કઢી, પુડલા વગેરે બનાવામાં ઉપયોગી થાય છે અને તમને રેગ્યુલર કઢી જેવો જ સ્વાદ આવશે, સ્વાદમાં ફરક પણ લાગશે નહીં, આ કઢી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
આપણા નિયમિત ભોજનમાં જુવાર અથવા બાજરીનો સમાવેશ કરવાની સરળ રીતો શોધવાનો આ એક બેસ્ટ રસ્તો છે, આ ઉપરાંત જુવારનો લોટ બેસન કરતાં પેટ માટે ખૂબ હળવો છે, અહીં જાણો મિક્ષ વેજ કઢી રેસીપી
મિક્ષ વેજ કઢી રેસીપી
સામગ્રી
- 1 કપ દહીં
- 2 કપ પાણી
- 3 ચમચી જુવાર/જુવારનો લોટ (અથવા ૨ ચમચી જુવાર, ૧ ચમચી બેસન)
- 1 બ્રોકોલી
- 1 ગાજર
- 1 ચમચી ઘી/તેલ
- 1 ચમચી લસણ
- 1 ચમચી સરસવ/રાઈ
- 1 ચમચી જીરું/જીરું
- 1 ચપટી હિંગ
- 1 ચમચી મરચાંનો પાવડર
- 1 ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- વઘાર માટે : દેશી ઘી, સૂકા લાલ મરચાં, મીઠો લીમડો
વિન્ટર સ્પેશિયલ મિક્ષ વેજ કઢી બનાવાની રીત
- એક બાઉલમાં દહીં, જુવાર, બેસન અને પાણી ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ, જીરું, હિંગ અને સરસવ ઉમેરો.
- એ રાઈ જીરું તતડે ત્યારે તેમાં શાકભાજી ઉમેરો. 10 મિનિટ સુધી કુક કરો, હવે દહીંના મિશ્રણમાં ઉમેરો. થોડું પાતળું કરવા માટે પાણી ઉમેરો.
- ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો, હવે હળદર, મરચાંનો પાવડર, મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે 10 મિનિટ સુધી કુક કરો, થઇ જાય એટલે ગરમ ગરમ કઢી બાજરી અથવા જુવારનો રોટલો અથવા રાઈસ સાથે સર્વ કરો.
Read More





