Ragad Dal Recipe : રગડ દાળ રેસીપી ઉત્તર ગુજરાતની પ્રખ્યાત વાનગી, શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે

Ragad Dal Rotla Banavani Rit In Gujarati : રગડ દાળ રેસીપી શિયાળામાં ઉત્તર ગુજરાતમાં બનતી પ્રખ્યાત વાનગી છે. વિવિધ દાળ અને શાકભાજી માંથી બનેલી રગડ દાળ બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે. અહીં રગડ દાળ રોટલો બનાવવાની રેસીપી આપી છે.

Written by Ajay Saroya
November 22, 2025 11:15 IST
Ragad Dal Recipe : રગડ દાળ રેસીપી ઉત્તર ગુજરાતની પ્રખ્યાત વાનગી, શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે
Ragad Dal Rotla Recipe : રગડ દાળ રોટલા બનાવવાની રીત.

Winter Special Guajrati Ragad Dal Rotla Recipe : શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર શાકભાજી સાથે દાળનું મિશ્રણ વાનગીને વધુ પૌષ્ટિક બનાવે છે. આવી જ એક પૌષ્ટિક વાનગી છે રગડ દાળ રોટલો, જે ઉત્તર ગુજરાતનું પરંપરાગત ભોજન છે. શિયાળામાં બાજરીના રોટલા સાથે ગરમા ગરમ રગડ દાળ ખાવાની મજા જ અલગ હોય છે. અહીં રગડ દાળ રોટલો બનાવવાની રીત આપી છે, જે તમારે ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ.

રગડ દાળ બનાવવા માટે સામગ્રી

તુવેર દાળ – 1 કપમગ દાળ – 1 કપચણા દાળ – 1 કપઅડદ દાળ – 1 કપમસૂર દાળ – 1 કપવટાણા – 1 કપલીલી તુવેર – 1 કપબટાકા – 1 નંગશકકરિયું – 1 નંગલીલી ડુંગળી – 1 નંગરિંગણ – 1 નંગલીલું લસણ – 1 કપટામેટા – 2 નંગદુધી – 1 નાનો ટુકડોફ્લાવર – 1 કપકોબીજ – 1 કપલીલી મેથીની ભાજી – 1 કપપાલક ભાજી – 1 કપલીલા મરચા – 5 નંગઆદુ લસણની પેસટ – 2 ચમચીલીલ મરચું પાઉડર – 1 ચમચીહળદર પાઉડર – 1 ચમચીજીરું – 1 ચમચીહિંગ – 1 નાની ચમચીકાળા મરી – 5 નંગલવિંગ – 5 નંગઅજમો – 1 નાની ચમચીધાણાજીરું પાઉડર – 1 ચમચીતમાલ પત્ર – 3 નંગતેલ – 3 ચમચીમીઠું – સ્વાદ અનુસાર

Ragad Dal Recipe : રગડ દાળ બનાવવાની રીત

દાળને પાણીમાં પલાળો

રગડ દાળ બનાવવા માટે સૌથી પહેલા ભાવતી 4 થી 5 દાળને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. તુવેર દાળ, અડદ દાળ, ચણા દાળ, મગ દાળ અને મસૂર દાળને લઇ શકાય છે. પાણીમાં પલાળી રાખવાથી દાળ ઝડપથી બફાઇ જાય છે. આ દરમિયાન બધા જ શાકભાજીને બારીક સમારી નાંખો.

દાળ અને શાકભાજી બાફો

એક ગેસ ચાલુ કરી પાણી ભરેલી એક ઉંડી તપેલી મૂકો. તેમા બધી દાળ અને શાકભાજીને ધીમા તાપે બફાવવા દો. દાળ ઝડપથી બફાય તેની માટે તપેલની ઢાંકણ વડે ઢાંકી દો. તપેલનું ઢાંકણ ખોલી વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી દાઝ ન જાય. ધીમા તાપે દાળ અને શાકભાજી બાફવાથી સારો સ્વાદ આવે છે. દાળ અને શાકભાજી બરાબર બફાઇ જાય એટલે ગેસ બંધ કરી દો. દાળ અને શાકભાજીને સહેજ ચમચા કે બ્લેન્ડર વડે સહેજ ગ્રાઇન્ડ કરી દો. તેનાથી દાળ અને શાકભાજી એકસર થઇ જશે.

આ પણ વાંચો : શિયાળીની શક્તિવર્ધક વાનગી લસણિયું ચુરમુ રેસીપી, માત્ર 4 ચીજ થી 10 મિનિટમાં બની જશે

રગડ દાળમાં તડકો લગાવો

હવે એક કઢાઇમાં 3 – 4 ચમચી તેલ ગરમો કરો. તેમા જીરું, અજમો, હિંગ, તમાલ, સુકા લાલ મરચા, કાળા મરી અને લવિંગનો તગડો લગાવો. પછી આદુ લસણની પસેટ, થોડું લીલું લસણ અને ડુંગળી પકવવા દો. હવે તેમા લાલ મરચું, હળદર અને ધાણા જીરું પાઉડર નાંખી મસાલો બરાબર સાંતળી લો. છેલ્લે આ મસાલાને રગડ વાળી તપેલીમાં ઉમેરો અને બધી સામગ્રી બરાબર મિક્સ કરી દો.

શિયાળામાં ગરમા ગરમ રગડ દાળ બાજરી કે ભાખરી સાથે ખાવાની મજા પડશે. રગડ દાળ પાંઉ સાથે ખાઇ શકાય છે. રગડ વિવિધ દાળ અને લીલા શાકભાજી માંથી બને છે, જેથી તે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારી હોય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ