Winter Health Tips: શિયાળામાં તલ વાળા થી લઇ હાડકાના દુખાવામાં ગુણકારી, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો ફાયદા

Winter Tips Sesame Oil Health Benefits: શિયાળામાં તલ અને તલના તેલનું સેવન શરીર માટે ફાયદાકારક હોય છે. શરીરમાં દુખાવો અને જકડન જેવી સમસ્યાથી રાહત આપે છે. આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો તલના ફાયદા.

Written by Ajay Saroya
December 30, 2024 13:37 IST
Winter Health Tips: શિયાળામાં તલ વાળા થી લઇ હાડકાના દુખાવામાં ગુણકારી, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો ફાયદા
Sesame Oil Health Benefits: શિયાળામાં તલ અને તલના તેલનું સેવન શરીર માટે ફાયદાકારક હોય છે. (Photo: Freepik)

Winter Tips Sesame Oil Health Benefits: શિયાળામાં શરીરમાં દુખાવો અને નસો જકડાઇ જવાની સમસ્યા સામાન્ય છે. શિયાળામાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો તમે પણ શરીરના દુખાવાથી પરેશાન છો તો તલનું તેલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં તલને ચમત્કારી ઔષધી માનવામાં આવે છે. તેના બીજ અને તેલ જ નહીં, પરંતુ આખો છોડ સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, તલનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછો નથી. આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર તલના તેલનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે શરીરના દુખાવા, સોજા અને અન્ય ઘણી સમસ્યાઓમાં રાહત મેળવવામાં ફાયદાકારક છે.

Sesame Oil Benefits: તલના તેલના ફાયદા

આચાર્ય બાલકૃષ્ણના મતે તલનું તેલ મીઠું તેલ છે. સ્વાસ્થ્ય માટે વરદાન છે. તેના તેલ, બીજ અને પાંદડાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી, તમે શિયાળાના દુખાવા અને અન્ય સમસ્યાઓથી બચી શકો છો. તલના નિયમિત ઉપયોગથી માત્ર પીડામાં જ રાહત મળતી નથી, પરંતુ તે તમને ઊર્જાવાન અને સ્વસ્થ પણ બનાવે છે.

તલના તેલમાં વિટામિન ઇ, વિટામિન કે, ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું છે કે, તલના તેલથી માલિશ કરવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. થોડા લીમડાના પાનને તલના તેલમાં ઉકાળો, તે સ્કીન પ્રોબ્લમ મટાડે છે. ઉપરાંત આ તેલમાં થોડું સૂકા આદુ મિક્સ કરીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

વાળ માટે ફાયદાકારક

તલ વાળ માટે ખૂબ સારા છે. આ માટે તલના છોડના મૂળ અને કોમળ પાન ક્રશ કરી તેને ઉકાળીને ઠંડા થવા પર વાળને તે પાણીથી ધોઈ લો. વાળ સુંદર અને મજબૂત બનાવવા માટે તલ ખૂબ અસરકારક છે.

તલના છોડના ઔષધીય ગુણધર્મો

તલના છોડમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડેન્ટ અને દર્દ નિવારક ગુણધર્મો હોય છે. તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝીંક હાડકાંને મજબૂત બનાવવામાં અને સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

તલનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • માલિશ- તલના તેલને હલકું ગરમ કરો અને શરીરના એ ભાગ પર લગાવો જ્યાં દુખાવો થતો હોય. હળવા હાથે મસાજ કરો. તે લોહીનો પ્રવાહ વધારીને પીડા અને સોજો ઘટાડે છે.
  • સંધિવા – તલના તેલમાં લસણની 2-3 કળીઓ નાખીને ગરમ કરી સાંધા પર લગાવો. તેનાથી આર્થરાઈટિસના દુખાવામાં રાહત મળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ