વર્લ્ડ એઇડ્સ ડે (World Aids Day 2022), HIV / AIDS Symptoms
એચઆઇવી એઇડ્સ એક એવી બીમારી છે જેના પર આપણે ખુબજ ઓછી વાત કરતા હોઈએ છીએ. એઇડ્સની બીમારી પ્રત્યે જાગૃકતા ફેલાવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરએ વર્લ્ડ એચઆઇવી ડેના તરીકે માનવામાં આવે છે. એચઆઇવી પોઝિટિવ થવું ખુબજ દુઃખદ અને દર્દનાક સ્થિતિ છે પરંતુ તમે જાણો છે કે જો થોડી સાવધાની રાખવાથી તમે આ બીમારીની સાથે પણ જીવી શકો છો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ એચઆઇવી એક વાયરસના કારણે થતું સંક્ર્મણ છે. આ સંક્ર્મણ ઘણા લીધે ફેલાય શકે છે જેમ કે અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવાથી, સંક્રમિત વ્યક્તિના બ્લડથી, એચઆઇવી પોઝિટિવ વ્યક્તિનું યુઝ ઈન્જેકશન બીજા કોઈ યુઝ કરે તો, ગર્ભવતી મહિલાથી તેના બાળકમાં ફેલાય છે. દેશ અને દુનિયામાં આ બીમારી ફેલાવાનું સૌથી મોટું કારણ અસુરક્ષિત શારીરિક સંબંધ છે.
આ પણ વાંચો: શિયાળામાં સૂકી ખાંસી- શરદીથી પરેશાન છો?..આ ઔષધો આપશે રાહત, જાણો ઉપાયો
કન્સલન્ટ પેથોલોજીસ્ટ ડોક્ટર સંતોષ સિંહના મત મુજબ એચઆઇવીના લક્ષણ ત્રણ સ્ટેજમાં દેખાય છે. પહેલા સ્ટેજના લક્ષણ 40 થી 90 % લોકોમાં આવે છે. લક્ષણ વાયરસના લોડ અને ઇમ્યુનીટી પર નિર્ભર કરે છે. વાયરસની ઝપેટમાં આવવાથી 3 થી 4 અઠવાડિયામાં આ બીમારીના લક્ષણ શરૂ થઇ જાય છે. એક થી દોઢ મહિનામાં શરીરમાં તેના શરૂઆતી લક્ષણ દેખાવા લાગે છે. ગળામાં દુખાવો, તાવ આવવો, ડાયરિયા, હાડકા અને માંસપેશીઓમાં દુખાવો જેવા લક્ષણ એક મહિનામાં દેખાવા લાગે છે.
શરીરમાં આ બીમારીના લક્ષણ દેખાવાના 2 અઠવાડિયા પછી આ બીમારી ટેસ્ટ કરાવવો જોઈએ. તમે શરીરમાં થતા કેટલાક લક્ષણો એ ઓળખીને પણ આ બીમારીની ઓળખ કરી શકાય છે. આવો જાણીએ એચઆઇવીના લક્ષણો વિષે,
HIV પોઝિટિવ થવાથી શરદી અને તાવ આવી શકે
જો કોઈ વ્યક્તિ HIV પોઝિટિવ થઇ ગયું છે તો શરૂઆતમાં તેને શરદી અને ગળામાં દુખાવો થાય છે. HIV પોઝીટીવ હોવાના આ લક્ષણ સામાન્ય તાવ અને ફલૂ જેમજ હોય છે.
આ પણ વાંચો: Pregnancy Tips: ઓફિસ જતી ગર્ભવતી મહિલાઓએ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું, જાણો
લસિકા ગાંઠોમાં સોજો આવવો:
ગરદન, કુંધના છેડે લસિકા ગ્રંથિનો સમૂહ હોય છે જેમાં સોજો આવી શકે છે. આ ગાંઠો ઇમ્યુન સિસ્ટમનો ભાગ છે જેમાં ઇમ્યુન સેલ્સ સ્ટોર થાય છે. જો તમે તમારી લસિકા ગાંઠોમાં કોઈ સોજો અનુભવી રહ્યા હોવ તો તરત ડોક્ટરને બતાવું જોઈએ.
વજન ઓછું થવું, તાવ અને માથું દુખવું :
માંસપેશીઓમાં દુખાવો અને જોઈન્ટ પેઈન
સ્કિન ઉપર લાલ નિશાન થવા
લુઝ મોશન થવું
રાત્રે પરસેવો થવો