World Bicycle Day 2025: સાયકલ ચલાવવાના સ્વાસ્થ્ય ફાયદા વિશે લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 2018માં યુનોએ સત્તાવાર રીતે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. સાઇકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત તો રહે જ છે, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. વર્કઆઉટ માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ સાયકલ ચલાવવાના ફાયદા, વિશ્વ સાયકલ દિવસનો ઇતિહાસ, કેવા લોકોએ સાચકલ ન ચલાવવી જોઇએ અને તેને લગતી તમામ માહિતી.
World Bicycle Day History : વિશ્વ સાયકલ દિવસનો ઇતિહાસ
એવું કહેવાય છે કે, 1990ના દાયકામાં સાયકલો ઘણી લોકપ્રિય બની હતી. અમેરિકાની મોન્ટગોમરી કોલેજના પ્રોફેસર લેઝેક સિબિલ્સે અરજી કરીને વર્લ્ડ સાયકલ ડેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
Health Benefits Of Cycling : સાઇકલ ચલાવવાના 5 ફાયદા
Weight Loss : શરીરનું વજન ઘટાડવું
શરીરનું વજન ઘટાડવા માટે સાયકલ ચલાવવી શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે. સાયકલ ચલાવવાથી કેલરી બર્ન થાય છે. આ તમને વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.
Money Saving : પૈસાની બચત
સાયકલ ચલાવીને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચાવી શકાય છે. ઘરેની નજીક બહાર કે ઓફિસ જવા માટે સાયકલનો ઉપયોગ કરી પૈસા બચાવી શકાય છે. સાયકલ ચલાવવાથી વાહનના પેટ્રોલ ડીઝલના પૈસા બચશે તેમજ ટ્રાફિકમાં ફસાઈ જવાની પણ સમસ્યા નહીં રહે.
હૃદય સ્વસ્થ રાખશે
સાયકલ ચલાવી એક કાર્ડિયોવાસ્ક્યુલર કસરત છે. આમ કરવાથી તમારું શરીર મજબૂત બને છે અને હૃદય સ્વસ્થ રહે છે. સાથે જ તે અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મેળવવા તૈયાર છે.
તણાવ મુક્ત રાખશે
ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે જ્યારે શરીરમાં હોર્મોન્સ રિલીઝ થાય છે તો તેનાથી ચિંતા ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં સાયકલ ચલાવવાથી તણાવ ઓછો થાય છે.
મગજ તેજ થશે
સાઇકલ ચલાવવાથી મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેનાથી શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વોની માત્રા વધે છે. જેનાથી મગજ ઝડપથી કામ કરે છે.
કોણે સાચકલ ચલાવવી ન જોઇએ?
ઘૂંટણની સમસ્યાથી પીડાતા લોકોવાઈનો હુમલા આવતો હોય તેવા લોકોશ્વસન સમસ્યાઓથી પીડિત લોકો
સાઇકલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- સાઈકલની બ્રેક, ટાયર અને ચેનની નિયમિત સર્વિસ કરો.
- સપાટ અને કડક પગરખાં પહેરો, જેથી પેડલ્સ પર યોગ્ય પકડ રાખી શકાય.
- સાયકલ ચલાવતી વખતે આરામદાયક કપડાં પહેરો.
- જમ્યા પછી તરત જ સાયકલ ચલાવવી નહીં.
- સાઇકલ ચલાવતા પહેલા વધારે પાણી ન પીવું.
- અંધારામાં સાયકલ ચલાવવાનું ટાળો.
- લાંબા અંતર સુધી ચાલતી વખતે પાણી પીવાનું રાખો.
દરરોજ સાયકલ કેટલો સમય ચલાવવી જોઇએ?
આમ તો દરેક વ્યક્તિના શરીરની ક્ષમતા અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ કેટલા સમય સુધી સાયકલ ચલાવવી જોઈએ તે લોકોની વ્યક્તિગત ક્ષમતાઓ પર આધારિત છે. પરંતુ જો તમારે વર્કઆઉટ માટે સાઇકલિંગ કરવાનું હોય તો શરૂઆતના દિવસોમાં રોજ લગભગ 15 મિનિટ સાઇકલ ચલાવી શકો છો. બીજી તરફ જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો તે રોજ 30 મિનિટ આરામથી સાઈકલ ચલાવી શકે છે.
દરરોજ સવારે સાઇકલ ચલાવવાના ફાયદા
રોજ સવારે સાયકલ ચલાવવાથી શરીરમાં ઉર્જા આવે છે. કારણ કે તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આ સાથે પગ, હાથ અને ખભાના સ્નાયુઓ મજબૂત હોય છે.
સાયકલ વિશે રસપ્રદ તથ્યો
- વિશ્વની સૌથી લાંબી સાયકલ 20 મીટરની હતી. 35 લોકો બેઠા હતા.
- એક કાર 15 સાઈકલનું સ્થાન લે છે.
- પહેલી સાઇકલ ફ્રાન્સમાં બની હતી.
- ફ્રેડ એ. બિર્ચમોર નામનો એક માણસ 1935થી સાઈકલ પર દુનિયાભરમાં ફર્યો હતો.
- નેધરલેન્ડમાં લગભગ 30 ટકા અવરજવર સાયકલ દ્વારા કરવામાં આવે છે.
- ટૂર ડી ફ્રાન્સ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સાયકલિંગ રેસ છે.
- દર વર્ષે વિશ્વભરમાં 10 કરોડથી વધુ સાયકલનું ઉત્પાદન થાય છે.
આ પણ વાંચો | બાળકનું મગજ કોમ્પ્યુટર જેવું તેજ બનાવવું છે? યાદશક્તિ અને એકાગ્રતા વધારવા ફોલો કરો આ સરળ ઉપાય
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, દરરોજ સાઇકલ ચલાવવાથી વજન ઘટાડવામાં અને પગને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને સમય મળે છે, ત્યારે દરરોજ થોડો સમય સાયકલ ચલાવવી.





