World Heart Day : આજે વિશ્વ હૃદય દિવસ, હૃદયના સ્વાસ્થ્ય માટે 10 બાબતો જાણવી જરૂરી

World Heart Day : વિશ્વ હૃદય દિવસની આ વર્ષની થીમ "Use Heart, Know Heart'' છે. આ વર્ષનું કેમ્પેઇન આપણા હૃદયને પહેલા જાણવાના આવશ્યક પગલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
September 29, 2023 10:43 IST
World Heart Day : આજે વિશ્વ હૃદય દિવસ, હૃદયના સ્વાસ્થ્ય માટે 10 બાબતો જાણવી જરૂરી
વર્લ્ડ હાર્ટ ડે વર્લ્ડ હાર્ટ ડે આજે વર્લ્ડ હાર્ટ ડે છે, 10 વસ્તુઓ તમારે હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણવાની જરૂર છે (અનસ્પ્લેશ)

વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં છે.તે તમારા હૃદયના સ્વાસ્થ્યને મહત્વ આપવા અને હૃદયને લગતી બીમારી અંગે જાગૃતિ ફેલાવવા માટે માનવામાં આવે છે. તમારું હૃદય તમારા શરીરનું અભિન્ન અંગ છે અને લાંબા અને સ્વસ્થ જીવન માટે તેની કાળજી લેવી જરૂરી છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, હૃદય સરેરાશ જીવનકાળ દરમિયાન લગભગ 2.5 અબજ વખત ધબકે છે, જે લાખો ગેલન રક્ત શરીરના દરેક ભાગમાં ધકેલે છે. આમ, જ્યારે હૃદય બંધ થઈ જાય છે, ત્યારે આવશ્યક કાર્યો અટકી જાય છે.

ભારતમાં, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ છે. ધ લેન્સેટ જણાવે છે કે ભારતીયોમાં CVD રોગચાળો વધુ સંબંધિત જોખમ, શરૂઆતની ઉંમર, વધારે કેસમાં મૃત્યુદર અને વધારે અકાળ મૃત્યુ દ્વારા વર્ગીકૃત થયેલ છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના 2014ના અહેવાલમાં અંદાજવામાં આવ્યો હતો કે વર્ષ 2012 અને 2030 વચ્ચે CVDને કારણે ભારતને અંદાજે $2.17 ટ્રિલિયન જેટલું આર્થિક નુકસાન થશે.

આ પણ વાંચો: Skincare Tips : આંખો નીચે ઠંડું દૂધ એપ્લાય કરવાથી ડાર્ક સર્કલ ઓછા થઇ શકે? જાણો ફેક્ટ

તે જાણવું મહત્વપૂર્ણ છે કે આપણા હૃદયની તંદુરસ્તી જીવનશૈલીના ઘણા પરિબળો અને અન્ય રોગો સાથે જોડાયેલી છે.અહીં જાણો હૃદયના સ્વાસ્થ્યના 10 નિર્ણાયક પાસાઓનો વિશે જાણીએ, જે હેલ્થ એક્સપર્ટ દ્વારા શેર કરવામાં આવ્યું છે.

હૃદય શું છે અને તે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે શા માટે મહત્વપૂર્ણ છે?

હૃદય એક સ્નાયુબદ્ધ શરીરનું અંગ છે જે તમારા સમગ્ર શરીરમાં લોહીને પમ્પ કરે છે, તેને ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડે છે. તે એકંદર આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા બધા અવયવો અને પેશીઓ યોગ્ય રીતે કાર્ય કરવા માટે જરૂરી અંગ પ્રાપ્ત કરે છે.

હેલ્થી ડાયટ હૃદયના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે અને હેલ્થી ડાયટ માટે મારે કયા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ અથવા ટાળવો જોઈએ?

હેલ્થી ડાયટ હૃદયના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તમારા ડાયટમાં ફળો, શાકભાજી, આખા અનાજ, રેર પ્રોટીન અને હેલ્થી ફેટ જેવા ખોરાકનો સમાવેશ કરો. હેલ્થી હાર્ટ માટે સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ચરબી, વધારે મીઠું અને એડેડ સુગર ટાળો અથવા મર્યાદિત કરો.

હૃદય રોગ માટેના મુખ્ય જોખમ પરિબળો શું છે?

હૃદય રોગ માટેના મુખ્ય જોખમી પરિબળોમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ,સ્મોકિંગ, સ્થૂળતા, ડાયાબિટીસ, કૌટુંબિક ઇતિહાસ અને બેઠાડુ જીવનશૈલીનો સમાવેશ થાય છે. તમે હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા આપવામાં આવેલા મેડિકલ ચેક-અપ અને રિસ્ક એસેસમેન્ટ ટૂલ્સ દ્વારા તમારા જોખમનું મૂલ્યાંકન કરી શકો છો.

હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલી કસરતની ભલામણ કરવામાં આવે છે?

ઓછામાં ઓછા 150 મિનિટની એરોબિક કસરત અથવા દર અઠવાડિયે 75 મિનિટની વધારે તીવ્રતાની કસરત કરો. બે કે તેથી વધુ દિવસોમાં સ્નાયુ-મજબુત બનાવવાની પ્રવૃત્તિઓનું લક્ષ્ય રાખો. ઝડપી ચાલવું, તરવું અને સાયકલ ચલાવવી જેવી પ્રવૃત્તિઓ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશર શું છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે તેનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?

બ્લડ પ્રેશર એ તમારી ધમનીની દિવાલો સામે લોહીનું બળ છે. તેનું નિરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદય પર સ્ટ્રેસ લાવી શકે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ તરફ દોરી શકે છે. સ્વસ્થ બ્લડ પ્રેશર સામાન્ય રીતે 120/80 mm Hg ની આસપાસ હોય છે.

આ પણ વાંચો: Multigrain Rotis : મલ્ટિગ્રેન લોટમાંથી બનાવેલી રોટલી ખાવી જોઈએ કે નહીં? જાણો ફાયદા-ગેરફાયદા

હૃદયની સમસ્યાઓના કેટલાક સામાન્ય સિમ્બોલ અને લક્ષણો કયા છે જેના વિશે તમારે જાણવું જોઈએ?

હૃદયની સમસ્યાઓના સામાન્ય સિમ્બોલ અને લક્ષણોમાં છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા, શ્વાસ લેવામાં તકલીફ, થાક, ધબકારા, ચક્કર અને પગ, ઘૂંટી અથવા પગમાં સોજો શામેલ છે. જો તમે આ અનુભવો છો, તો ડોક્ટરની સલાહ લો.

શું મારા હૃદય રોગના જોખમને ઘટાડવા માટે તમે લાઈફ સ્ટાઇલમાં કોઈ ફેરફાર કરી શકું?

હા, લાઈફ સ્ટાઇલમાં ફેરફાર હૃદયરોગના જોખમને ઘટાડી શકે છે. ધૂમ્રપાન છોડો, હેલ્થી વજન કંટ્રોલ કરો, નિયમિત કસરત કરો, સંતુલિત આહાર લો, આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો, સ્ટ્રેસ હોય તો મેનેજ કરો અને નિયમિત ચેક-અપ કરાવો.

કોલેસ્ટ્રોલ શું છે અને તે હૃદયના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સંબંધિત છે?

કોલેસ્ટ્રોલ એ લોહીમાં એક મીણ જેવું પદાર્થ છે. એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હૃદય રોગનું જોખમ વધારી શકે છે. હૃદય-સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે તો દવાઓ અપનાવીને તેનું સંચાલન કરો.

શું હૃદયને સ્વસ્થ રાખવાની ચોક્કસ આદતો છે?

હૃદયના સ્વાસ્થ્ય માટે સ્ટ્રેસ ઓછો લેવાનું રાખો, ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની કસરત, યોગ અને આરામ કરો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને પ્રિયજનો સાથે સમય પસાર કરવો પણ મદદ કરી શકે છે.

હાર્ટ હેલ્થ ચેક-અપ અને સ્ક્રીનીંગ માટે મારે કેટલી વાર હેલ્થકેર પ્રોવાઈડરની મુલાકાત લેવી જોઈએ?

હ્રદયના સ્વાસ્થ્ય માટે નિયમિત ચેક-અપ જરૂરી છે. તમારા જોખમી પરિબળો, ઉંમર અને મેડિકલ હિસ્ટ્રીના આધારે ચેક-અપ અને સ્ક્રીનીંગની અંગે માર્ગદર્શન માટે તમારા ડોક્ટરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ