World Liver Day 2024 : વિશ્વ લીવર દિવસ 2024, ઇતિહાસ, મહત્વ અને થીમ, લીવરની બીમારીના ક્યા લક્ષણો અવગણવા ન જોઈએ? જાણો

World Liver Day 2024 : લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે, તે પોષક તત્વોની પ્રક્રિયા કરવા, ઝેરતત્વોને ફિલ્ટર કરવા અને પિત્ત ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.

World Liver Day 2024 : લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે, તે પોષક તત્વોની પ્રક્રિયા કરવા, ઝેરતત્વોને ફિલ્ટર કરવા અને પિત્ત ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
World Liver Day 2024

World Liver Day 2024 : વિશ્વ લીવર દિવસ 2024, ઇતિહાસ, મહત્વ અને થીમ (Canva)

World Liver Day 2024 : વિશ્વ લીવર દિવસ (World Liver Day) દર વર્ષે 19 એપ્રિલે યકૃતના સ્વાસ્થ્ય (liver Health) ના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને લીવરના રોગોને અટકાવવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષે, વિશ્વ યકૃત દિવસ શુક્રવાર, 19 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે.

Advertisment
Liver health
World Liver Day 2024 : વિશ્વ લીવર દિવસ 2024, ઇતિહાસ, મહત્વ અને થીમ (Canva)

લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે, તે પોષક તત્વોની પ્રક્રિયા કરવા, ઝેરતત્વોને ફિલ્ટર કરવા અને પિત્ત ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. શરીરની સામાન્ય કામગીરી માટેહેલ્થી લીવરના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિશ્વ યકૃત દિવસ મહત્વપૂર્ણ છે. હેલ્થી લીવર માટે સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી અને આલ્કોહોલના સેવનથી દૂર રહેવું અને હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવી જરૂરી છે.

આ પણ વાંચો: વિશ્વ આરોગ્ય દિવસ : ભારતીયો આ 3 સ્વાસ્થ્ય સમસ્યાથી સૌથી વધુ પરેશાન, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી બચવાના ઉપાય

Advertisment

વિશ્વ યકૃત દિવસનો ઇતિહાસ,મહત્વ અને થીમ

યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ લિવર (EASL) દ્વારા 2010માં પ્રથમ વિશ્વ લિવર ડેની શરૂઆત કરવામાં આવી હતી. 19 એપ્રિલ 1966ના રોજ EASLની સ્થાપનાની યાદમાં તે દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે. વિશ્વ યકૃત દિવસ 19ના રોજ ઓળખવામાં આવે છે. લીવરના રોગો અંગે જાગૃતિ લાવવા દર વર્ષે એપ્રિલમાં માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ, લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે . 2030 સુધીમાં આ સંખ્યામાં 35 ટકાનો વધારો થઇ શકે છે. વર્લ્ડ લિવર ડે 2024 ની થીમ છે ' જાગ્રત રહો, નિયમિત લિવર ચેક-અપ કરાવો અને ફેટી લિવરના રોગોને અટકાવો.

લીવરની બીમારી અને રિસ્ક :

લીવર-સંબંધિત રોગોની સંખ્યામાં વધારો રોગની ગંભીરતા, જોખમી પરિબળો અને નિવારણ વિશે જાગૃતિના અભાવ સાથે જોડાયેલો છે. તે વધુ વજનવાળા, મેદસ્વી અને ડાયાબિટીસવાળા લોકોની વધતી સંખ્યા સાથે પણ જોડાયેલું છે. આ બધા નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) અને હેપેટોસેલ્યુલર કાર્સિનોમા માટે જોખમી પરિબળો છે.

ન્યુબર્ગ અજય શાહ લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર,ડૉ. અજય શાહએ કહ્યું કે, ''જે લોકો ઓછો કે આલ્કોહોલ નથી પીતા તેઓના લીવરમાં ફેટનો સંચય થાય છે. જે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) છે ખાસ કરીને, સ્થૂળતા, ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમ સાથેના જોડાણને કારણે ધ્યાન બીમારીએ ખેંચ્યું છે. ફેટી લીવર રોગના ચિહ્નો અને લક્ષણોને અવગણવાથી ગંભીર પરિણામો આવી શકે છે, કારણ કે તે અદ્યતન તબક્કામાં આગળ વધી શકે છે.''

તેમણે ઉમેર્યું કે, ફેટી લીવર રોગમાં ઘણીવાર કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી જેમ જેમ સ્થિતિ આગળ વધે છે, જેમ કે પગમાં સોજો આવવો જેને એડમા તરીકે ઓળખવામાં આવે છે, તે વોટર રીટેન્શનને કારણે થઈ શકે છે, લીવર ક્ષતિગ્રસ્ત કાર્યને કારણે આ પ્રવાહીનું નિર્માણ થઈ શકે છે, જે સોજો અને અગવડતા તરફ દોરી જાય છે.''

અજય શાહએ કહ્યું કે, ''અતિશય ઊંઘ અથવા થાક એ બીજું લક્ષણ છે જેને અવગણવું જોઈએ નહીં. અન્ય લક્ષણો જેમ કે પેટમાં અગવડતા, કમળો (ત્વચા અને આંખોનું પીળું પડવું), વજનમાં ઘટાડો અને પાચન સંબંધી સમસ્યાઓ ફેટી લીવર રોગની જટિલતાઓને સૂચવી શકે છે. એલર્જિક સ્કિન, પેશાબ અને નિસ્તેજ સ્ટૂલ પણ યકૃતની તકલીફના સંભવિત ચિહ્નો છે.''

આ પણ વાંચો: Hepatitis : હિપેટાઇટિસથી દરરોજ 3,500 લોકોના મૃત્યુ થાય છે, આ રોગ શું છે? જાણો લક્ષણો અને કારણો

શું કાળજી રાખવી?

લોકો તેમના લીવરની સંભાળ લેવા માટે પગલાં લે તેવી સલાહ આપવામાં આવે છે. સંતુલિત આહાર લેવાથી, નિયમિત વ્યાયામ કરવાથી અને આલ્કોહોલ અને તમાકુને ટાળીને આ કરી શકાય છે. તેમાં પૂરતી ઊંઘ લેવી અને તણાવ ઘટાડવો પણ સામેલ છે.

બીમારીમાં સુધાર કરવા માટે યકૃતના રોગની વહેલાસર તપાસ કરવી મહત્વપૂર્ણ છે. નિયમિત તપાસ અને સમયસર સારવાર દ્વારા આ પ્રાપ્ત કરી શકાય છે. વિશ્વ યકૃત દિવસ યકૃત રોગના લક્ષણો અને વહેલી તપાસ અને સારવારના મહત્વ વિશે જાગૃતિ લાવવાની તક પણ પૂરી પાડે છે.

જીવનશૈલી health tips