Worst Cooking Oil For Health : શું તમે જાણો છો જે ખાદ્યતેલનો ઉપયોગ તમે શાક-પૂરી, સમોસા અને અન્ય વાનગીઓ બનાવવા માટે કરો છો તે તમારા શરીરને સ્લો પોઇઝન એટલે કે ધીમા ઝેરની જેમ અસર કરે છે. ખાદ્યતેલ એ આપણા ખોરાકમાં વપરાતી એક સામાન્ય ચીજ વસ્તુ છે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા અને તમારા ભોજનને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવવા માટે તમારે ખાદ્યતેલની પસંદગી ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ.
તમે જે કુકિંગ ઓઈલ પસંદ કરો છો તે તમારા સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી શકે છે. ખરાબ ખાદ્યતેલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ બમણું થઈ જાય છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્યતેલનું સેવન કરવાથી શરીરનું વજન વધવાનું જોખમ પણ વધી જાય છે. ખરાબ ખાદ્ય તેલ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધારે છે.

રિફાઈન્ડ ઓઈલ સહિત ઘણાં તેલ છે જે સ્લો પોઈઝનની જેમ આરોગ્ય પર ખરાબ અસર કરે છે. નેચરલ તેલનું પ્રોસેસિંગ- ફિલ્ટર કરીને રિફાઇન્ડ તેલ બનાવવામાં આવે છે, જેમાં કેટલાક કેમિકલ અને સુગંધ ઉમેરાય છે. આવા તેલ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમે તમને 4 ખાદ્ય તેલ વિશે જણાવીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. ચાલો જાણીએ, એવા કયા ખાદ્યતેલ છે જે આપણને મૃત્યુની નજીક લઈ જાય છે.
પામ તેલ હૃદય માટે જોખમી (Palm Oil)
પામ તેલમાં ચરબી ભરપૂર માત્રામાં હોય છે, જેનું વધુ સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે અને હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. પામ તેલનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વજન ઝડપથી વધે છે અને સ્થૂળતા કાબૂમાં રહેતી નથી. વધતી જતી સ્થૂળતા વ્યક્તિને ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગર જેવા ક્રોનિક રોગોનો શિકાર બનાવે છે.
મકાઈના તેલનું સેવન ન કરવું (Corn Oil)
વેજિટેબલ ઓઈલની જેમ, મકાઈના તેલમાં પણ હાઇ લેવલનું ઓમેગા -6 ફેટી એસિડ હોય છે. ભોજનમાં વધારે ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધતા શરીર પર સોજો આવી શકે છે. તમારા ઓમેગા-6ના સેવનને સંતુલિત કરવા માટે, તમારા ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. મકાઈના તેલનો વપરાશ મર્યાદિત રાખવો અન્યથા સ્થૂળતા, કેન્સરનું જોખમ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે.
સોયાબીન તેલ પણ આરોગ્ય માટે સારું નથી (Soybean Oil)
સોયાબીન તેલ એ પ્રોસેસ્ડ ફૂડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્યતેલ છે. આ તેલ ઓમેગા-6 ફેટી એસિડનો સ્ત્રોત છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે સોયાબીન તેલનું સેવન કરવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, ઓટીઝમ, અલ્ઝાઈમર, ડિપ્રેશન જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. આ તેલમાં રહેલું સેચ્યુરેટેડ ફેટ શરીર માટે હાનિકારક છે.
આ પણ વાંચો | બદલાતી ઋતુમાં નાક બંધ થઈ ગયું છે? શ્વાસ લેવામાં તકલીફ હોય તો આ 5 આયુર્વેદિક ઉપચાર કરો, મળશે તાત્કાલિક રાહત
ઓલિવ ઓઈલથી આરોગ્ય બગડવાની સંભાવના (Olive Oil)
ઓલિવ તેલ સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. જો આ તેલને સલાડ અને કેટલીક વાનગીઓમાં મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ તેલ ઊંચા તાપમાને ભોજન પકવવા માટે યોગ્ય નથી. તે નીચા તાપમાને ભોજન પકવવા માટે સૌથી યોગ્ય છે પરંતુ તેને ગરમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ તેલથી ખીલ, ત્વચા પર ફોલ્લીઓ અથવા ઝાડા થઈ શકે છે.





