Yoga Darshan Ardha Chakrasana Exercise : યોગ દર્શનમાં આપણે અર્ધ ચક્રાસન વિશે જાણકારી મેળવીશું. અર્ધ ચક્રાસન કસરતનો અભ્યાસ કરવાથી કમર – પેટ અને કરોડરજ્જુને કસરત મળે છે. અર્ધ ચક્રાસન કરવાથી પેટની ચરબી ઘટે છે, સ્પાઈનમાં ખેંચાણ આવે છે તેમજ શરીરનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. તો અર્ધ ચક્રાસન કેવી રીતે કરવી અને તેના ફાયદાઓ વિશે ચાલો જાણીયે…
આસન પરિયય – અર્ધ ચક્રાસન (ઉભા રહીને) (Ardha Chakrasana (Half Wheel Pose)
અર્ધ ચક્રાસનનો અભ્યાસ હળવી કસરત કર્યા બાદ કરી શકાય છે. અર્ધ ચક્રાસન કરવા માટે સૌથી પહેલા જમીન પર સીધા ઉભા કરો અે બંને પગ વચ્ચે યોગ્ય અંતર રાખવું. શરીરનું સંતુલન જાળવવું. બંને પગ એક લાઈનમાં સીધા રાખવા. કમરથી ઉપરનું શરીર એકદમ સીધું રાખવું અવે બંને હાથ કમર પર મુકવા. આખો ખુલ્લી રાખવી. હવે ધીરે ધીરે ખભાનો અને પીઠનો ભાગ પાછળની તરફ લઈ જવો. સ્પાઇનની ક્ષમતા અનુસાર શરીરને પાછળ નમવાનું છે. પછી ધીમે ધીમે શરીર પાછું મૂળ સ્થિતિમાં લાવી આગળની તરફ લઈ જવું.
અર્ધ ચક્રાસનમાં શ્વસન ક્રિયા
અર્ધ ચક્રાસનનો અભ્યાસ કરવા દરમિયાન શ્વસન ક્રિયા સામાન્ય રાખવી.
અર્ધ ચક્રાસનના ફાયદા (Ardha Chakrasana Benefits)
- આસનનો વળાંક યોગ્ય થાય છે
- પેટના સ્નાયુને સરસ ખેંચાણ આપે છે
- સ્પાઇનમાં લોહીનો પરિભ્રમણ વધે છે
- પેટની ચરબી ઘટાડે છે
- ફેફસા વ્યવસ્થિત રીતે ખોલે છે
- શરીરનું સંતુલન જળવાય છે
- સ્પાઇનના મધ્ય ભાગમાં ખેંચાણ આવે છે
આ પણ વાંચો | યોગ દર્શનઃ કમર-પેટ અને પગના સ્નાયુઓને મજબૂત બનાવશે બેક કીક કસરત
અર્ધ ચક્રાસનની મર્યાદા
- જે લોકોના શરીરના સાંધા નબળા હોય તેવા લોકોએ અર્ધ ચક્રાસનનો અભ્યાસ કરવો નહીં.
- ચક્કર વધુ આવતા હોય ત્યારે આ આસન કરવું નહી.
- કમરમાં દુખાવો ધરાવતા લોકોએ યોગ શિક્ષકની સલાહ સૂચનો અભ્યાસ કરવો .





