યોગ દર્શન : કમર અને પગની માંસપેશીઓ મજબૂત બનાવશે ‘ચક્ર પાદાસન’

Yoga darshan chakra padasana : ‘ચક્ર પાદાસન’ આસન કરવાથી કમર- પગ અને જાંઘની માંસપેશીઓ મજબૂત બને છે તેમજ લોહીનું પરિભ્રમણ સુધરે છે.

Written by Ajay Saroya
April 16, 2023 08:42 IST
યોગ દર્શન : કમર અને પગની માંસપેશીઓ મજબૂત બનાવશે ‘ચક્ર પાદાસન’
યોગ દર્શન : ચક્ર પાદાસન કરવાની રીત અને ફાયદાઓ

Yoga darshan chakra padasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘ચક્ર પાદાસન’ (chakra padasana Steps) આસન વિશે જાણકારી મેળવીશું. ‘ચક્ર પાદાસન’(chakra padasana yoga)નો અભ્યાસ કરવાથી કમર, પગ અને જાંઘની માંસપેશીઓ મજબૂત બને છે. તો ચાલો જાણીયે ‘ચક્ર પાદાસન’ કરવાની રીત (chakra padasana tips) અને તેના ફાયદાઓ (chakra padasana benefits) વિશે…

આસન પરિયય – ‘ચક્ર પાદાસન’

યોગ દર્શનમાં આજે આપણે ‘ચક્ર પાદાસન’ આસન વિશે જાણીશું. ‘ચક્ર પાદાસન’ આસન કરવા માટે સર્વ પ્રથમ જમીન પર સીધા સુઇ જાવ. બંને પગ ભેગા અને સીધા રાખવા, જમણા પગને 10 ડિગ્રી જમીનથી ઉપર ઉટાવી જમણી બાજુથી ડાબી એમ વર્તુળાકાર (ગોળ) ફેરવવો. એક અભ્યાસ પુરો થયા બાદ બીજા પગથી સમાન અભ્યાસ કરવો. વર્તુળ યોગ્ય રીતે બનાવવો. અભ્યાસ ધીમે ધીમે કરવો.

‘ચક્ર પાદાસન’ આસન ક્યારે અને કેટલી વખત કરવું?

‘ચક્ર પાદાસન’ આસનનો અભ્યાસ ખાલી પેટે સવારે કે સાંજે ઉષ્માપ્રેરક વ્યાયામ કે બાદ કરવું. એક પગે એક રાઉન્ડમાં એક દિશામાં 8થી 10 વાર કરવું.

શ્વાસોશ્વાસની ક્રિયાઃ-

‘ચક્ર પાદાસન’ના અભ્યાસ દરમિયાન સામાન્ય શ્વાસ કે કુદરતી રીતે શ્વાસ લેવો.

‘ચક્ર પાદાસન’ આસન કરવાના ફાયદાઃ-

  • પગની જાંઘના ભાગનું જવન ઓછું કરે છે.
  • જાંઘની માંસપેશીઓ અને સાંધાને મજબૂત બનાવે છે.
  • લોહીનું પરિભ્રમણ સુધારે છે.
  • મહદઅંશે પેટની ચરબીનો ભાગ ઓછો થાય છે.
  • ચાલવાની અને બેસવાની ક્ષમતા વધે છે.
  • કમરના સાંધા ્ને માંસપેશીઓ મજબૂત બનાવે છે.

આ પણ વાંચોઃ  ‘તાડાસન’થી પગની માંસપેશી મજબૂત બનશે અને શારીરિક-માનસિક સંતુલિત વિકાસ થશે

આ આસનની મર્યાદાઓઃ-

  • જે લોકોને સાઇટીકા અને કમરના દુખાવાની તકલીફ હોય તેમણે ‘ચક્ર પાદાસન’ કરવું નહીં.
  • ગર્ભવતી મહિલાઓએ પણ આ આસનનો અભ્યાસ કરવો નહીં.
  • આ આસનનો અભ્યાસ યોગ્ય માર્ગદર્શક યોગ પ્રશિક્ષકની નજર હેઠળ સૂચના અનુસાર કરવો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ