Yoga Darshan side kick exercise Steps and Benefits : યોગ દર્શનમાં આપણે સાઇડ કીક કસરત વિશે જાણકારી મેળવીશું. સાઇડ કીકની કસરત કરવાથી પગ અને જાંબના હાકડા મજબૂત બને છે તેમજ લોહીનું પરિભ્રમણ સુધરે છે. ચાલવા- દોડવાની ક્ષમતામાં વધારો થાય છે. તો ચાલો જાણીયે સાઇડ કીક કસરત કેવી રીતે કરવી અને ફાયદાઓ વિશે…
આસન પરિયય – સાઇડ કીક કસરત
આજે આપણે સાઇડ કીકની કસરત વિશે જાણકારી મેળવીશું. સાઇડ કીકની કસરત કરવા માટે સર્વપ્રથમ જમીન પર સીધા ઉભા રહેવું. બંને પગ એક લાઈનમાં સીધા રાખવા અને સીધા ઊભા રહો. બંને હાથને છાતીની સામેની બાજુ લાવો અને બંને હાથની આંગળીઓને એકબીજામાં પરોવી મુઠ્ઠી બાંધી લો. હવે તમારો જમણો પગ જમણી બાજુ સાઈડથી ઉપરની તરફ લઈ જવો. પગને વાળ્યા વગર સાઇડની બાજુથી ઉપરની તરફ લઇ જવો. જોઈન્ટ જેટલો ખુલ્લો હોય એટલો જ પગ લઈ જવો. પગ ભેગા રાખીને શ્વાસ લેવો અને પગ બાજુમાં લઈ જતી વખતે શ્વાસ ખાલી કરવો.
આ કસરત ક્યારે કરવી
- કસરતની શરૂઆતમાં કે વોર્મઅપ કર્યા બાદ આનો અભ્યાસ કરી શકાય છે. વારા ફરતી બંને પગેથી કુલ 20 વખત આ કસરત કરી શકાય છે.
- કસરતનો અનુભવ થયા બાદ તેના રાઉન્ડ વધારી શકાય અથવા10 સેકન્ડ હોલ્ડિંગ પણ લઈ શકાય છે.
- શ્વાસ ખાલી કરતા પગ સાઈડમાં લઈ જવો.
સાઇડ કીક કસરત કરવાના ફાયદા
- જાંઘ અને પગને મજબૂત બનાવે છે.
- પગનું વજન ઉતારવામાં મદદરૂપ છે.
- પગનો દુખાવો અને કળતર ઓછી થાય છે.
- પગમાં લોહીનું સર્ક્યુલેશન વધે છે
- કમરના સાધાંને મજબૂત બનાવે છે.
- ચાલવા ફરવાની ક્ષમતામાં વધારો કરે છે.
આ પણ વાંચો | યોગ દર્શનઃ ફેફસા સ્વસ્થ અને મજબૂત રાખશે કપાલભાતિ સાથે કુંભક યોગ
સાઇડ કીક કસરતની મર્યાદા
- જે લોકોને કમરના ભાગમાં દુખાવો હોય, મણકાની તકલીફ ધરાવતા હોય તેવા લોકોએ આ કસરતનો અભ્યાસ ન કરવો.
- આ કસરતનો અભ્યાસ યોગ શિક્ષકની સલાહ સૂચન અનુસાર કરવો.





