Yoga darshan ardha padma padottanasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘તિર્યક તાડાસન ’ (ardha padma padottanasana) વિશે જાણકારી મેળવીશું. ‘તિર્યક તાડાસન’નો અભ્યાસ કરવાથી કરોડરજ્જુ અને કમસની માંસપેશીઓની કસરત થાય છે. આ આસન કરવાથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે તેમજ હાથના સાંધા તથા માંસપેશીઓને મજબૂત બને છે. તો ચાલો જાણીયે ‘તિર્યક તાડાસન ’ યોગાસન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – ‘તિર્યક તાડાસન’
તિર્યક તાડાસન કરવાની રીત
તિર્યક તાડાસનનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ જમીન પર મેટ સીધા ઉભા રહો અને બંને પગના પંચા વચ્ચે બે ફટ જેટલું અંતર રાખવું. ત્યારબાદ બંને હાથ આકાશ તરફ લઇ જતા માથાના ઉપરના ભાગમાં લોક લગાવી રાખવા. શ્વાસ ખાલી કરતા કમરથી ઉપરના ભાગનું શરીર જમણી તરફ (બાજુ) વાળવવું, થોડીક સેકન્ડ રોકાણને મૂળ સ્થિતિમાં પરત આવવું. આવી જ રીતે આ ક્રિયાનો અભ્યાસ ડાબી બાજુથી કરવો.
આ યોગ આસન ક્યારે કેટલી વાર અભ્યાસ કરવો
આ આસન સવાર કે સાંજે ખાલી પેટે ત્રણથી ચાર વાર કરવું.
શ્વસનવિધિ
આ આસનનો અભ્યાસ કરતી વખતે હાથ લોક લગાવતી વખતે શ્વાસ લેવો અને શરીરને બાજુની તરફ વાળતી વખતે શ્વાસ ખાલી કરીને થોડોક બહાર રોકવી રાખવો.
‘તિર્યક તાડાસન’ કરવાના ફાયદાઃ-
- કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા વધે છે
- શરીરનો વાયુ વિકાસ સંતુલિત થાય છે
- પેટની શુદ્ધિમાં મદદ કરે છે
- કમરની સાઇડની ચરબી ઘટે છે
- હાથના સાંધા તથા માંસપેશીઓને મજબૂત બનાવે છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન : પ્રાણાયામથી તન-મનના વિકારો દૂર થશે, શરીર સ્ફૂર્તિલું બનશે
આસન કોણે ન કરવું :-
જે લોકોને સ્પાઇનમાં સર્વાઇકલ કે કમરના પાછળ નીચેના ભાગમાં નાની-મોટી સર્જરી કરાવેલી હોય તેમણે આ આસન કરવું નહીં.





