Yoga For Constipation : કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

Yoga For Constipation : યોગ ન માત્ર બોડીની ફ્લેક્સિબિલિટી વધારે પંરતુ તમારા પાચન અંગોને ઉત્તેજીત કરે છે. અહીં કેટલાક યોગા પોઝ આપ્યા છે જે તમને કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરી શકે છે.

Written by shivani chauhan
May 13, 2024 07:00 IST
Yoga For Constipation : કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ
Yoga For Constipation : કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

Yoga For Constipation : ખરાબ લાઇફસ્ટાઇલ લીધે ઘણા લોકોને કબજિયાત (constipation) ની સમસ્યા થાય છે. કબજિયાત થવાને કારણે રોગપ્રતિકારક શક્તિ સહિત આખું શરીર નબળું પડી શકે છે, આંતરડાની આ સમસ્યા ગંભીર છે. પરંતુ કબજિયાતની સમસ્યામાંથી રાહત માટે તમે યોગ (yoga) કરી શકો છો.

યોગ ન માત્ર બોડીની ફ્લેક્સિબિલિટી વધારે પંરતુ તમારા પાચન અંગોને ઉત્તેજીત કરે છે. મલાસન અથવા ઘૂંટણથી છાતી સુધીના પોઝ અને અપનાસન જેવા પોઝ તમારા આંતરડામાંથી ખોરાક અને કચરાને દૂર કરવામાં મદદ કરી શકે છે. અહીં કેટલાક યોગા પોઝ આપ્યા છે જે તમને કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. પરંતુ યોગા પોઝ વિષે જાણ્યા પહેલા જાણો, કબજિયાત થવાના કારણો

આ પણ વાંચો: Summer Special : હિટ સ્ટ્રોકથી બચાવશે આ યોગ, ગરમીમાં આપશે રાહત

કબજિયાત થવાના કારણો

ખરાબ ડાયટ : જો તમારા ડાયટમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર અથવા પ્રવાહી ન લેવામાં તો કબજિયાત થવાની સંભાવના વધુ હોય છે. ફાઇબર સ્ટૂલને પસાર થવાનું સરળ બનાવે છે. એ જ રીતે, પ્રવાહીનું અપૂરતું સેવન ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે, પરિણામે કબજિયાતની સમસ્યા થાય છે.

બેઠાડુ જીવન : કસરત અથવા શારીરિક પ્રવૃત્તિનો અભાવ પાચન પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ધીમી કરી શકે છે, અને કબજિયાતનું કારણ બને છે.

સાયકોલોજીકલ ફેક્ટર : ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિ પાચન શક્તિને ધીમી કરી શકે છે અને કબજિયાતના લક્ષણોમાં વધારો કરી શકે છે.

દવાઓ: કેટલીક ઓટીસી અને પ્રિસ્ક્રિપ્શન દવાઓ જેવી કે ઓપીયોઇડ્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ અને આયર્ન સપ્લિમેન્ટ્સ, આડઅસર તરીકે પાચન શક્તિને ધીમી કરી શકે છે.

આ પણ વાંચો: Heart Health : સીડી ચડવાની પ્રેક્ટિસથી હાર્ટ એટેકનું જોખમ ઘટે? એક્સપર્ટે કહ્યું..

કબજિયાત માટે યોગ (Yoga for Constipation)

કોબ્રા પોઝ (ભુજંગાસન)

તમારા પેટ પર સૂઈ જાઓ, તમારી હથેળીઓને ટેકે ખભાને ઊંચકાવો અને શરીર જમીન પર રાખીને તમારી છાતીને ફ્લોર પરથી ઉઠાવો. કોબ્રા પોઝ પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પાચનને ઉત્તેજિત કરે છે.

cobra pose image
કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

ગારલેન્ડ પોઝ (મલાસન)

તમારા પગને ફ્લોર પર સપાટ રાખીને, ઘૂંટણ પહોળા કરીને અને પ્રાર્થનાની સ્થિતિમાં હાથ એકસાથે જોડીને બેસો. આ પોઝ હિપ્સને ખોલવામાં મદદ કરે છે અને પાચનશકિત વધારવામાં મદદ કરે છે.

Malasan image
કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

ધનુરાસન

તમારા પેટ પર સૂઈ જાઓ, તમારા ઘૂંટણને વાળો, તમારા પગની ઘૂંટીઓને પકડવા માટે તમારા હાથને પાછળ ખેંચો અને બાંધો અને તમારી છાતી અને જાંઘને ફ્લોર પરથી ઉઠાવો. આ પોઝ પેટના સ્નાયુઓને ખેંચે છે અને પાચન અંગોને ઉતેજીત કરે છે.

Dhanurasana image
કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

પવનમુક્તાસન

તમારી પીઠ પર સૂઈ જાઓ, તમારી છાતી પર એક ઘૂંટણને વાળીને છાતી નજીક લાવો અને બીજો પગ લંબાવો. એક મિનિટ માટે આ પોઝ રાખો, પછી પગની બાજુઓ સ્વિચ કરો. આ પોઝ ગેસની સમસ્યામાં અને કબજિયાતની સમસ્યામાં મદદ કરે છે.

Pawanmuktasana image
કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

ઉત્તનાસન

પગ હિપ-પહોળાઈને અલગ રાખીને ઊભા રહો, હિપ્સથી આગળ ફોલ્ડ કરો અને આગળ સુધી જુકો.આ પોઝ પાચનમાં મદદ કરે છે.

Uttanasana
કબજિયાતની સમસ્યામાં રાહત અપાશે આ યોગ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ