ફળોનું સેવન ન ખાલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તેનો સ્વાદ પણ સારો લાગે છે. ઘણા પ્રકારના વિટામિન, ખનીજ, સૂક્ષ્મ પોષક તત્વ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર ફ્રૂટનું સેવન સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેટલાક લોકો ફળ ખાવાનું પસંદ કરે છે. પરંતુ ફળ ખાધા પછી તેમને ગેસ અને બ્લોટિંગની સમસ્યા રહેતી હોઈ છે, તેથી તેઓ પરેજી રાખે છે. કેટલાક ફ્રૂટ્સ એવા જે છે જેનું સેવન કર્યા પછી શરીરમાં બ્લોટિંગ અને ગેસની સમસ્યા વધી જાય છે.
આ ફ્રૂટ્સને ખાવા પછી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થાય છે કેમકે આ ફ્રૂટ શરીરમાં સારી રીતે અવશોષિત થતા નથી. આયુર્વેદના નિષ્ણાત ડો, ડિમ્પલ જાંગડાએ પાંચ એવા ફળો વિષે કહ્યું છે જેનું સેવન કરવાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા વધે છે. આવો જાણીયે એક્સપર્ટ શું કહે છે.
સફરજન અને બ્લેકબેરીનુ સેવન ગેસનું કારણ બની શકે
એક્સપર્ટએ કહ્યું કે સફરજન અને બ્લેકબેરીનું સેવન બ્લોટિંગ અને ગેસનું કારણ બની શકે છે. આ ફળમાં સોરબીટોલ હોય છે જે એક ખાંડ છે. જો કે આ ખાંડ ઘણા બીજા ફળમાં પણ હોય છે. કેટલાક લોકોનું શરીર આ ખાંડને સારી રીતે શોષિત કરી શકતું નથી જેથી સોજો અને બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. આ ફળ બાળકોમાં ઝાડા કારણ બની શકે છે.
આ પણ વાંચો – વાયુ પ્રદૂષણથી બચવા માટે કયા માસ્ક પહેરવા જોઈએ ? જાણો એક્સપર્ટ પાસેથી
તરબૂચનું સેવન
ગરમીમાં સ્વાદિષ્ટ ડીશ, તરબૂચ જેને વધારે લોકો ખાવાનું પસંદ કરે છે. આ ફ્રૂટમાં ફ્રુક્ટોઝની માત્રા વધારે છે. આ ફ્રૂટને પચવામાં સમસ્યા થઇ છે. તેથી તે ગેસ અને બ્લોટિંગનું કારણ પણ બની શકે છે. જો તમે ગેસ કે બ્લોટિંગથી બચવા ઈચ્છતો છો તો આ ફ્રૂટ પર એક ચપટી કાળા મરી કે ચાટ મસાલો નાખી સેવન કરી શકો છો.
પ્રોસેસ્ડ ડ્રિન્ક પણ વધારી શકે મુશ્કેલી
સોફ્ટ ડ્રિન્ક અને મીઠાઈઓમાં ફ્રૂકટોઝની માત્રા વધારે હોય છે. આ ફૂડ્સમાં સફરજન, નાશપતિ, કેરી, આદુ, ચેરી અને તરબૂચ જેવા ફળ પણ શામેલ છે. આ બધા ફળ ફ્રુક્ટોઝથી ભરપૂર હોય છે જે ગેસ અને બ્લોટિંગનું કારણ બની શકે છે.
સૂકા જરદાલુ
જરદાલુમાં પણ ફ્રૂકટોઝની માત્રા વધારે હોય છે. વધારે ખાવાથી જરદાલુ પેટમાં દુખાવો કરે છે. તેથી કાળજી રાખવી જરૂરી છે.
આદુ
આદુમાં પોલીઓલ્સ નામની નેચરલ સુગર હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાની સાથે સારી રીતે મળી શકતી નથી. તેને પાણીમાં ઉકાળેલ અને એક ચપટી મરી પાઉડર, તજ, લવિંગ અને ઈલાયચી નાખીને ખાવાથી તે ગેસ અને બ્લોટીંગની સમસ્યાથી બચાવી શકે છે.