11 માર્ચ 2023 ભારતની ચિતા પરિયોજના માટે ઐતિહાસિક દિવસ હતો.કારણકે ગયા વર્ષ 2022માં કુનો નેશનલ પાર્ક (Kuno National Park) પ્રબંધક દ્વારા નામીબિયાથી 8 ચિતા લાવવામાં આવ્યા હતા. જે પૈકી શનિવારે 2 ચિતાને પાર્કમાં ખુલ્લા મુકી દેવામાં આવ્યાં છે. આ ચિતામાંથી એક નર અને માદા છે. જેનું નામ ઓબન અને આશા રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વાઘ સરંક્ષણ પ્રાધિકરણના સદસ્ય એસ.પી.યાદવે જણાવ્યું હતું કે, આ ચિતાઓને નામ્બિયાથી 17 સપ્ટેમ્બરના 2022ના લાવવામાં આવ્યાં હતા.
વધુમાં એસ.પી.યાદવે જણાવ્યું કે, ઓબાન અને આશા બંને અસાધારણ અને સારું કરી રહ્યા છે. ઓબાન ચિતોમાં સૌથી સારો શિકાર કરે છે, આશા પણ સારી રીતે શિકાર કરે છે. આવામાં અમે બંનેને સાથે કૂનો નેશનલ પાર્કમાં એકસાથે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. કારણકે બંને સારી રીતે વાતચીત કરે છે. અમને વિશ્વાસ છે કે, તે સંભવત: સંભોગ કરી રહ્યા છે.
આ સાથે એસ.પી.યાદવે કહ્યું કે, બંને ચિતાઓને જંગલમાં છોડ્યા બાદ અમને આશા છે કે, તે ન માત્ર સારી રીતે શિકાર કરશે, પણ સંભોગ પણ કરશે.તદ્ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આ બંને ચિતાઓ સતત નજર હેઠળ હશે અને તે માટે 4 ટીમોને કામ સોંપણી કરી દેવામાં આવી છે. જે કામ પર લાગી ગઇ છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1952માં ભારતમાં લુપ્ત થતી ચિતાઓની વસ્તીઓને પુર્નજીવિત કરવા માટે આ પ્રયાસ હાથ ધર્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદ વે 18 ફેબ્રુઆરી 2023ના દક્ષિણ આફ્રિકામાંથી લવાયેલા 12 ચિતાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ સાથે કુનો નેશનલ પાર્કમાં હવે ચિતાઓની કુલ સંખ્યા 20 થઇ ગઇ છે. મહત્વનું છે કે, ભારતનો આગામી 5થી 10 વર્ષ સુધીમાં 40થી 45 ચિતાઓની સક્ષમ વસ્તી સ્થાપિત કરવાનો લક્ષ્ય છે. ત્યારે આ વર્ષના પ્રારંભમાં દક્ષિણ આફ્રિકા અને ભારતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વર્ષભરમાં 8થી 10 દક્ષિણ આફ્રિકી ચિતાઓના સ્થાનાંતરણની પરિકલ્પના કરાઇ હતદી. જે માટે કેન્દ્ર સરકારે દેશમાં અન્ય ચિતાઓ માટે પુનર્વસન સ્થળોની સ્થાપના કરવી પડશે.
એવું માનવામાં આવે છે કે જ્યારે કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંદ દેવે વર્ષ 1947માં ભારતમાં રેકોર્ડ કરેલા છેલ્લા ત્રણ એશિયાઇ ચિતાઓનો શિકાર કરી તેની હત્યા કરી નાંખી હતી. જેને પગલે ભારત સરકારે વર્ષ 1952માં ચિતાઓને દેશમાંથી વિલુપ્ટ ઘોષિત કરી દીધા હતા.
ચિત્તા અતિશય શિકાર, તેના શિકારની મૂળ પ્રજાતિઓના વિનાશ અને વસવાટના નુકશાનને કારણે લુપ્ત થઈ ગઈ. 1940 ના દાયકાથી, ચિત્તા અન્ય 15 દેશો – જોર્ડન, ઇરાક, ઇઝરાયેલ, મોરોક્કો, સીરિયા, ઓમાન, ટ્યુનિશિયા, સાઉદી અરેબિયા, જીબુતી, ઘાના, નાઇજીરીયા, કઝાકિસ્તાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લુપ્ત થઈ ગયા છે. ભારતમાં ચિત્તાઓની શ્રેણી ઉત્તરમાં જયપુર અને લખનૌથી દક્ષિણમાં મૈસુર સુધી, પશ્ચિમમાં કાઠિયાવાડથી પૂર્વમાં દેવગઢ સુધી હતી.