પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા શુભેંદુ અધિકારીના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોના મોત

Three Dead In Asansol : PTI ના રિપોર્ટ પ્રમાણે કાર્યક્રમના આયોજન પહેલા પ્રશાસન પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી

Written by Ashish Goyal
Updated : July 09, 2023 02:18 IST
પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા શુભેંદુ અધિકારીના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોના મોત
બીજેપી નેતા શુભેંદુ અધિકારી (file)

Three Dead In Asansol: પશ્ચિમ બંગાળમાં બીજેપીના એક કાર્યક્રમમાં ભાગદોડ મચી જવાથી ત્રણ મહિલાઓના મોત થયા છે. ટીવી રિપોર્ટ પ્રમાણે શુભેંદુ અધિકારી પ્રોગ્રામમાં પહોંચ્યા પછી ત્યાં થયેલી ભાગદોડમાં ત્રણ લોકોના મોત થયા છે. કાર્યક્રમનું આયોજન બીજેપી ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીએ કર્યું હતું.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારીના કંબલ વિતરણ કાર્યક્રમમાં ભાગદોડ થઇ હતી. તેનું કારણ કાર્યક્રમમાં વધારે ભીડ આવી પહોંચી હતી. કાર્યક્રમ દક્ષિણી બર્ધમાનના આસનસોલમાં બુધવારે આયોજિત થયો હતો. બીજેપી ધારાસભ્ય જિતેન્દ્ર તિવારી તેના આયોજક હતા.

રિપોર્ટ્સ પ્રમાણે પ્રોગ્રામામં પહેલા જ ભીડ વધારે હતી. શુભેંદુના પહોંચ્યા પછી કંબલ આપવાના હતા. તે ત્યાં પહોંચ્યા તો લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ધક્કામુક્કી થયા પછી ભાગદોડ મચી હતી જેમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરીને માહિતી મેળવી રહ્યા છીએ કે આ માટે કોણ જવાબદાર છે. પોલીસના મતે ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તે બધાના નિવેદન લેવામાં આવશે.

આ પણ વાંચો – વિધાનસભામાં સીએમ નીતિશ કુમાર થયા ગુસ્સે, ઝેરી દારૂથી મોતના મામલે સદનમાં ભારે હંગામો

PTI ના રિપોર્ટ પ્રમાણે કાર્યક્રમના આયોજન પહેલા પ્રશાસન પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી. આસનસોલ કમિશ્નર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ભાગદોડ બેકાબુ થઇ તો શુભેંદુ ત્યાંથી નીકળી ગયા હતા. લોકો કંબલો માટે અકબીજા પર ચડી ગયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ