scorecardresearch

Republic Day : ગણતંત્ર દિવસના પરેડમાં આ વખતે મહિલા સૈનિકોની ટુકડી અને અગ્નિવીર, 10 પોઇન્ટમાં જાણો પરેડની પ્રમુખ વાતો

Republic Day 2023 : આ વખતે કુલ 23 ઝાંકીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને 6 વિભિન્ન સરકારી મંત્રાલયોની ઝાંકીઓ સામેલ હતી

Republic Day : ગણતંત્ર દિવસના પરેડમાં આ વખતે મહિલા સૈનિકોની ટુકડી અને અગ્નિવીર, 10 પોઇન્ટમાં જાણો પરેડની પ્રમુખ વાતો
ગણતંત્ર દિવસના પરેડમાં આ વખતે મહિલા સૈનિકોની ટુકડી જોવા મળી હતી (Express/Praveen Kumar)

Republic Day 2023 : દેશ આજે 74મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે દેશભરમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન આ વખતે પ્રથમ વખત મહિલા સૈન્ય દળ અને અગ્નિવીર પણ સામેલ થયા હતા. ગણતંત્ર દિવસ સમારોહની ખાસ વાતો 10 પોઇન્ટમાં જાણો.

  • રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂ અને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ઇજિપ્તના રાષ્ટ્રપતિ (Egyptian President) અબ્દેલ ફત્તાહ અલ સિસી (Abdel Fattah El-Sisi)કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર પરેડને ઝંડી બતાવી હતી. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
  • પરેડની શરૂઆત ઇજિપ્તના સશસ્ત્ર બળોના એક દળના માર્ચ સાથે થઇ હતી. દળમાં ઇજિપ્તના સશસ્ત્ર બળોની મુખ્ય શાખાઓનું પ્રતિનિધિત્વ કરનાર 114 સૈનિક સામેલ થયા હતા.
  • આ વર્ષે પરેડમાં ઘણી ખાસ વસ્તુઓ જોવા મળી હતી. જેમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની પૂરી મહિલા ટુકડીની માર્ચ પણ સામેલ થઇ હતી. નૌસેના સહિત અન્ય માર્ચિંગ ટુકડીઓમાં મહિલાઓ સામેલ હતી. એક મહિલા અધિકારીના નેતૃત્વમાં નૌસેનાની ટુકડીમાં 3 મહિલાઓ અને 6 અગ્નિવીર હતા.
  • આ વખતે શસ્ત્ર પ્રણાલિયોમાં કોઇ રશિયન ટેન્ક સામેલ ન હતું. આ વખતે શસ્ત્ર પ્રણાલિયોમાં આત્મનિર્ભરતા દર્શાવવા માટે અર્જૂન અને આકાશ મિસાઇલ સહિત ભારતમાં નિર્મિત અન્ય પ્રણાલિયોને પ્રદર્શિત કરવામાં આવી હતી.
  • આ વખતે કુલ 23 ઝાંકીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને 6 વિભિન્ન સરકારી મંત્રાલયોની ઝાંકીઓ સામેલ હતી.

આ પણ વાંચો – શા માટે ભારત લશ્કરી પરેડ સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવે છે?

  • રાષ્ટ્રવ્યાપી વંદે ભારતમ નૃત્ય પ્રતિયોગિતાના માધ્યમથી પસંદ કરાયેલા 479 કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આપવામાં આવી હતી. બીજી વખત દેશવ્યાપી પ્રતિયોગિતા દ્વારા નર્તકીયોની પસંદગી કરાઇ હતી.
  • કોર્પ્સ ઓફ સિગ્નલ્સની ડેયર ડેવિલ્સ ટીમ દ્વારા મોટરસાઇકલ પર યોગ પ્રદર્શન સહિત ઘણા કરતબો દેખાડવામાં આવ્યા હતા. આ સિવાય બહાદુરી, કલા અને સંસ્કૃતિ, ખેલ અને સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરુસ્કાર મેળવનાર 11 બાળકો પણ પરેડનો ભાગ બન્યા હતા.
  • આ દરમિયાન 45 વિમાનોએ એર શો કર્યો હતો. જેમાં વિન્ટેજ વિમાનથી લઇને ભારતીય વાયુ સેનાના સૌથી આધુનિક જેટ સામેલ હતા. જોકે ધુમ્મસના કારણે વિમાન એટલા સ્પષ્ટ રુપથી દેખાતા ન હતા. દેશના નવા રાફેલ લડાકૂ વિમાને વર્ટિકલ ચાર્લી યુદ્ધાભ્યાસનું સમાપન કર્યું. રાફેલ છેલ્લા બે વર્ષોથી પરેડનો ભાગ રહ્યું છે પણ પ્રથમ વખત નવ વિમાનોએ ફ્લાઇપાસ્ટમાં ભાગ લીધો હતો.
  • આ વખતે સેન્ટ્રલ વિસ્ટા, કર્તવ્ય પથ, નવા સંસદ ભવનના નિર્માણથી જોડાયેલા લોકો, દૂધ, શાકભાજી અને ફેરિયાવાળાઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
  • ગણતંત્ર દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ વખતે આ વિશેષ છે કારણ કે દેશની આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે મારી ઇચ્છા છે કે આપણે દેશના મહાન સ્વતંત્રતા સેનાનીઓના સપનાને પુરા કરવા માટે એકજુટ થઇને આગળ વધીએ. બધા દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ.

Web Title: 74th republic day women contingent and agniveers in parade check 10 points

Best of Express