/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/cyclone-midhili.jpg)
બંગાળની ખાડીમાં આવેલું ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે (Express File PHOTO)
17 November, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- હવે IPS આલોક શર્માના હાથમાં હશે પીએમ મોદીની સુરક્ષા, કેબિનેટે બનાવ્યા એસપીજીના ડાયરેક્ટર
SPG Director : એસપીજીના નવા ડાયરેક્ટર આલોક શર્મા 1991 બેચના યુપી કેડરના આઈપીએસ અધિકારી છે. વધુ વાંચો
- એક વીડિયોમાં હું પણ ગરબા ગાઇ રહ્યો છું, પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું ઉદાહરણ આપીને ડીપફેકને લઇને વ્યક્ત કરી ચિંતા
PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું ઉદાહરણ આપીને ડીપફેકના સંકટ વિશે વાત કરી અને મીડિયાને અપીલ કરી કે તે લોકોને તેના પ્રત્યે જાગૃત કરે. વધુ વાંચો
- 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવી રહ્યું છે 'મિધિલી' વાવાઝોડું, ભારે વરસાદની આશંકા
બંગાળની ખાડીમાં આવેલું ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર તે બાંગ્લાદેશના દરિયાકિનારે અથડાતા પહેલા સુંદરવનમાંથી પસાર થવાનું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન 'મિધિલી' 17 કે 18 નવેમ્બરની સવારે બાંગ્લાદેશના તટ સાથે ટકરાઈ શકે છે.
- વર્લ્ડ કપ ફાઇનલ : આ 5 ઓસ્ટ્રેલિયન ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનતા રોકી શકે છે, નબળા આંકવાની ભૂલ પડી શકે છે ભારે
India vs Australia Final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વધુ વાંચો
- Uttarkashi Tunnel Accident : અમેરિકન મશીનો સાથે ટનલ ડ્રિલિંગ, યુદ્ધના ધોરણે કામગીરી, ઉત્તરકાશીમાં 40 લોકોના જીવ બચાવવા માટે સંઘર્ષ ચાલુ
નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના ભૂતપૂર્વ GM કર્નલ દીપક પાટીલના જણાવ્યા અનુસાર, ‘પ્લાન Bમાં સફળતાની ખૂબ જ ઊંચી સંભાવના હતી. તેમણે કહ્યું કે સંભવિત પ્લાન સી માટે સાધનો અને મશીનો પણ ઉપલબ્ધ છે. જો બધું બરાબર રહેશે તો આજે મોડી સાંજ સુધીમાં તમામ કામદારોને બહાર કાઢી શકાશે. વધુ વાંચો
- ગાંધીનગર ગમખ્વાર અકસ્માત, ઝાડ સાથે અથડાતા કારનો કચ્ચરગાણ નીકળ્યો, પાંચના મોત
ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે રોડ પર કાર એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં પાંચ પિતરાઈ બાઈના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઉપરાંત એક અન્ય વ્યક્તિની હાલત ગંભીર છે. પેથાપુર પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધર્યો છે.
- Hardik Pandya Injury Update: હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમી શકશે નહીં! સર્જરી અંગે નિર્ણય લેવો પડશે
હાર્દિક પંડ્યા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની આગામી T20 શ્રેણીમાં રમશે નહીં. ઈન્ડિયન એક્સપ્રેસનું માનવું છે કે તે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટી20 અને ત્રણ વનડે શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. બાંગ્લાદેશના ઓપનર લિટન દાસના શોટને રોકવાના પ્રયાસમાં હાર્દિક પંડ્યાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. વધુ વાંચો
- કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર માર્યા, 2 ની તપાસ ચાલું
જમ્મુ કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી છે, કુલગામમાં સમનૂ નિહામા ગામમાં ગુરુવારથી ચાલુ અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જાણકારી પ્રમાણે 2 આતંકવાદી હજી પણ આ વિસ્તારમાં સંતાયેલા છે. જેની શોધખોળ ચાલું છે.
- Myanmar Civil War : મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધથી ભારત કેમ ચિંતિત, સરહદ પર અશાંતિને લઈ શું કહ્યું વિદેશ મંત્રાલયે?
Myanmar Civil War : મ્યાનમાર (બર્મા) માં ગૃહ યુદ્ધને પગલે ભારત (India) ની ચિંતા પણ વધી છે કારણ કે મિઝોરમ (mizoram) સહિત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં શરણાર્થીઓ (Refugee) આવવાની અફવાઓ સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, આ લડાઈમાં 50,000 થી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે. વધુ વાંચો
- World Cup 2023 final : વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા આવી શકે છે PM મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને એમએસ ધોનીને પણ આમંત્રણ
ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે 20 વર્ષ બાદ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને થશે. વધુ વાંચો
- Crime News : IPSની પત્ની અને રસોઈયા સાથે અનોખી રીતે છેતરપિંડી, ઠગોએ ખાતામાંથી ₹ 1.8 લાખની ચોરી કરી
દિલ્હીમાં IPSની પત્ની અને રસોઈયા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં ઠગોએ IPS અધિકારીની પત્ની અને રસોઈયા સાથે 1.8 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. વધુ વાંચો
- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી : દર વર્ષે રૂ. 40,000 કરોડ, છત્તીસગઢમાં વધી શકે છે કોંગ્રેસના વચનો
સત્તાધારી કોંગ્રેસ દ્વારા લોન માફી સહિતના વચનો પૂરા કરવા માટે પ્રથમ વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 40,000 કરોડ અને ત્યારબાદ દર વર્ષે રૂ. 30,000 કરોડ હોવાનો અંદાજ છે. છત્તીસગઢનું વાર્ષિક બજેટ લગભગ 1 લાખ કરોડ રૂપિયા છે. વધુ વાંચો
- Chhath Puja 2023 : છઠ મહાપર્વ આજથી શરુ, વ્રત રાખવાથી લઈને અર્ધ્ય આપવાનું મુહૂર્ત અને મહત્વ
Chhath Puja 2023, Puja Vidhi Muhurt : શાસ્ત્રોમાં છઠ પર્વનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. વૈદિક કેલેન્ડર મુજબ છઠ મહાપર્વ કારતક મહિનાની ષષ્ઠી તિથિથી શરૂ થાય છે. જે આ વર્ષે 17મી નવેમ્બરથી થઈ રહી છે. આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે. છઠના પ્રથમ દિવસે ખાયથી સ્નાન કરવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે. વધુ વાંચો
- Lok sabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024 : શું માધુરી દીક્ષિત રાજકારણમાં એન્ટ્રી કરશે? આ પક્ષ તરફથી લોકસભા ચૂંટણી લડે તેવી અટકળ તેજ
Lok sabha Election 2024 : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. માધુરી દીક્ષિત આગામી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ મામલે ઉંડાણપૂર્વક માહિતી અહેવાલમાં વાંચો.
- SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ક્લાર્કની બમ્પર ભરતી! આજથી અરજી પ્રક્રિયા શરુ, કેવી રીતે અરજી કરવી?
SBI એ 8 હજારથી વધુ જુનિયર એસોસિયેટ (ક્લાર્ક) ની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા નવેમ્બર 17, 2023 થી શરૂ થઈ રહી છે. અરજી કરવા માટે ઉમેદવારોએ સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. વધુ વાંચો
- Assembly Election Live : મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો, છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન, શિવરાજ અને ભૂપેશ બઘેલ સહિતના દિગ્ગજોનું ભાવિ EVMમાં થશે કેદ
મધ્ય પ્રદેશ રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 64 હજાર 523 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં 17 હજાર સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે છત્તીસગઢ રાજ્યના 22 જિલ્લાની 70 વિધાનસભા બેઠકો પર 1 કરોડ 63 લાખ 14 હજાર 479 મતદારો છે. વધુ વાંચો
- વર્લ્ડ કપ 2023 : ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, શું ટીમ ઈન્ડિયા 20 વર્ષ જૂનો બદલો લઈ શકશે?
India-Australia Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે રમાનારી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે વધુ વાંચો
- Daily Horoscope, 17 November 2023, આજનું રાશિફળ : વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા સિંહ રાશિના યુવાનોને સફળતા મળી શકે છે
today Horoscope, 17 November 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us