/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Hamas-attack.jpg)
હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં મકાનો ધરાશાયી થઈ ગયા. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).
20 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- 1000 Rupee Notes : 1000 રૂપિયાની નોટ ફરી આવશે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
1000 Rupee Currency Notes : તાજેતરમાં 2000 રૂપિયાની ચલણી નોટ રદ થયા બાદ આરબીઆઈ 1000 રૂપિયાની નોટ ફરી રજૂ કરશે તેવી અટકળો વહેતી થઇ હતી. વધુ વાંચો
- કચ્છનું ધોરડો સમગ્ર વિશ્વમાં છવાઇ ગયું, બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો
Dhordo Best Tourism Village : યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. વધુ વાંચો
- PM નરેન્દ્ર મોદીએ કહ્યું- નમો ભારત ટ્રેન ભવિષ્યના ભારતની ઝલક છે, જાણો ભાષણની ખાસ વાતો
Namo Bharat Train : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને પણ આ આધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ મળ્યો છે. મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે અને આજે રેલવેનું આ નવું સ્વરૂપ મને સૌથી વધુ ખુશ કરે છે. વધુ વાંચો
- India Canada Raw : કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા, ભારતે તેમને દેશ છોડવાનો આપ્યો હતો આદેશ
ટ્રુડોએ તેમના દેશની સંસદમાં કહ્યું હતું કે તે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીની તપાસ કરી રહી છે. આ પછી કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. વધુ વાંચો
- MP Election: કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર, 88 ઉમેદવારોની જાહેરાત
ચૂંટણીમાં અનેક મોટા નામો મેદાનમાં ઉતર્યા છે. અગાઉ કોંગ્રેસ દ્વારા પણ 144 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. હવે એ જ શ્રેણીમાં આ બીજી યાદી બહાર આવી છે. વધુ વાંચો
- Shukra Ketu Yuti : શુક્ર કેતુ યુતી, આ 2 રાશિઓની શરુ થશે લક્ઝરી લાઈફ, ખૂબ પૈસા અને કીર્તિ કમાવાના યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર 3 નવેમ્બરે સવારે 4.58 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં કેતુ પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં કન્યા રાશિમાં કેતુ અને શુક્રનો સંયોગ છે. વધુ વાંચો
- ઇરાક સીરિયામાં અમેરિકી સૈનિકોનો હુમલો, બાઇડન બોલ્યા યુક્રેન અને ઇઝરાયલની કરશે મદદ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ગુરુવારે રાષ્ટ્રના નામે સંબોધનમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર રાષ્ટ્ર જોગ સંદોશો પાઠવ્યો હતો. જો બાઈડને કહ્યુ હતું કે રાષ્ટ્રપતિના રૂપમાં મારા માટે બંધક બનેલા અમેરિકનોને સુરક્ષા આપવી પ્રાથમિક્તા છે.
Delhi Meerut RRTS: દેશને આજે પ્રથમ રેપિડ રેલ મળશે, PM મોદી ગાઝિયાબાદમાં RapidX ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનો પ્રાથમિકતા વિભાગ સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ પહોંચતા જ દુહાઈ ડેપોને જોડશે. આ ટ્રેનોને ‘નમો ભારત’ તરીકે ઓળખવામાં આવશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે દોડશે. વધુ વાંચો
- Hamas Israel war : શું હમાસના સુસ્ત રોકેટ પેલેસ્ટિનિયનોના મૃત્યુનું કારણ બન્યા? ઇઝરાયલને નષ્ટ કરવાનો ઇરાદો, પોતાના જ દેશનો નાશ કર્યો!
હમાસના મોટાભાગના રોકેટ બિનઅસરકારક સાબિત થયા છે. આ એટલા માટે છે કારણ કે તે રોકેટ મિસ ફાયર થયા છે. ઇઝરાયેલમાં જે રોકેટ દ્વારા વિનાશના સપના જોવામાં આવી રહ્યા હતા તેમાંથી અડધાથી વધુ રોકેટ ગાઝામાં જ પડ્યા હતા. વધુ વાંચો
- Israel Hamas war : ‘હમાસ અને પુતિન પાડોશી દેશોમાં લોકશાહીનો અંત લાવવા માંગે છે’, જો બિડેને કહ્યું – ફસાયેલા અમેરિકનોને બહાર કાઢવાની પ્રાથમિકતા
અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું, ‘મેં પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ અબ્બાસ સાથે પણ વાત કરી હતી અને પુનરોચ્ચાર કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ પેલેસ્ટિનિયન લોકોના સ્વ-નિર્ણયના ગૌરવ અને અધિકાર માટે પ્રતિબદ્ધ છે. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 20 ઓક્ટોબર : વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ; આંતરરાષ્ટ્રીય શેફ ડે કેમ ઉજવાય છે?
Today History 20 October : આજે 20 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ અને આંતરરાષ્ટ્રીય શેફ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Daily Horoscope, 20 october 2023, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકો માટે વ્યવસાયમાં આજે ગ્રહોની સ્થિતિ તમને શુભ સમય આપી શકે છે
today Horoscope, 20 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Navratri Ambaji live Darshan : શારદીય નવરાત્રી, છઠ્ઠું નોરતું, અંબાજી મંદિર અને ગબ્બરના અંબે માતાના કરો લાઇવ દર્શન
Today Live Darshan, Shardiya Navratri 2023, Ambaji Gabbar : નવરાત્રીના પાવન દિવસોમાં ગુજરાતમાંથી હજારો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ત્યારે અમે તમને અહીં અંબાજી મંદિર અને ગબ્બર પર બીરાજમાન અંબે માના લાઇવ દર્શન કરાવીશું.લાઇવ દર્શન કરો
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us