/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/PM-Modi-1.jpg)
પીએમ નરેન્દ્ર મોદી (Source: BJP4India)
26 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- શિરડીમાં પીએમ મોદીએ કહ્યું - જેટલો ઝડપથી મહારાષ્ટ્રનો વિકાસ થશે તેટલી જ ઝડપથી દેશની પ્રગતિ થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિરડીના શ્રી સાંઇબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન બાદ કહ્યું કે આજે સાંઈબાબાના આશીર્વાદથી અહીં 7500 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર 5 દાયકાથી જેની રાહ જોઈ રહ્યું હતું તે નિલવંડે ડેમનું કામ પણ આજે પૂર્ણ થઈ ગયું છે. પીએમ મોદીએ કહ્યું, દેશને ગરીબીથી મુક્તિ મળવી જોઈએ, ગરીબમાં ગરીબ પરિવારને આગળ વધવાની તક મળવી જોઈએ, આ જ સાચો સામાજિક ન્યાય છે. અમારી સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર પર ચાલે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અપાર સંભાવનાઓનું કેન્દ્ર રહ્યું છે. મહારાષ્ટ્રનો જેટલો ઝડપથી વિકાસ થશે, તેટલો જ ઝડપથી દેશનો વિકાસ થશે.
- કતરમાં 8 ભારતીયોને કેમ સંભળાવી ફાંસીની સજા? MEA એ કહ્યું – અમે ઘણા આઘાતમાં, બધા કાનૂની વિકલ્પ માટે તૈયાર
Qatar court : MEAએ કહ્યું કે અમે આ મામલાને કતરના પ્રશાસન સામે ઉઠાવીશું. અમે બધા કાનૂની વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ. વધુ વાંચો
- ઉત્તરી ગાઝામાં દાખલ થયા ઇયરાયેલના ટેન્ક, હમાસના ઘણા સ્થળો નષ્ટ કરીને પરત ફર્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. ઇઝરાયેલ સતત હમાસના સ્થળો પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલે ગુરુવારે જણાવ્યું કે બુધવારે આખી રાત તેના કેટલાક ટેન્કો અને પેદલ સેનાની ટુકડીએ હમાસના કબજાવાળા ક્ષેત્રમાં હુમલા કર્યા હતા અને ઘણા સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ પછી તે પોતાની ધરતી પર પાછા આવી ગયા હતા.
- અશોક ગેહલોતના ઘર સુધી પહોંચી ED, પુત્ર વૈભવને પૂછપરછ માટે બોલાવ્યો, સીએમે કહ્યું – સ્થિતિ ચિંતાજનક
ED raids : ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કથિત પેપર લીક મામલે ઈડીએ ગોવિંદ સિંહ ડોટાસરા અને મહુઆ વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાના પરિસરમાં દરોડા પાડ્યા. વધુ વાંચો
- Sharad Purnima : શરદ પૂનમએ 7 શુભ યોગમાં પધારશે માતા લક્ષ્મી, જાણો પૂજા વિધિ અને મંત્ર, વર્ષભર રહેશે ધનની વર્ષા
તમને જણાવી દઈએ કે આ દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં સુતક કાળ પણ માન્ય રહેશે. આ સાથે શરદ પૂર્ણિમાના દિવસે ગજકેસરી સાથે અન્ય ઘણા શુભ યોગો પણ રચાઈ રહ્યા છે. વધુ વાંચો
- IIT Gandhinagar Recruitment 2023 : આઇઆઇટી ગાંધીનગરમાં વિવિધ પોસ્ટ પર ભરતી, લાયકાત, પગાર સહિતની સંપૂર્ણ માહિતી
આઈઆઈટી ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટે નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે ગ્રંથપાલ, અધિક ઇજનેર સહિતની 10 પોસ્ટની 17 જગ્યાઓ ઉપર ભરતી થશે. ઉમેદવારો 30 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વધુ વાંચો
- કર્ણાટકમાં ગોઝારો અકસ્માત, કાર અને ટેન્કર વચ્ચે ટક્કરથી 13 લોકોના મોત
કર્ણાટકના ચિક્કબા્લાપુરમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી હતી. એસયુવી રસ્તાની બાજુમાં ઊભેલા ટેન્કરમાં ધડાકાભેર ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. મરનારામાં 9 પુરુષ અને 4 મહિલાઓ સામેલ હતી. આ દુર્ઘટનામાં નેશનલ હાઇવે 44 પર સવારે 7 વાગ્યાને 15 મિનિટની આસપાસ ઘટી હતી.
- Israel Hamas War : શું ઇઝરાયલે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન મુલતવી રાખ્યું? અમેરિકાની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે
અમેરિકન અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની અપીલ બાદ ઈઝરાયેલે ગાઝામાં પોતાનું ગ્રાઉન્ડ ઓપરેશન સ્થગિત કરી દીધું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ મધ્ય પૂર્વમાં હાજર અમેરિકી સૈનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અપીલ કરી હતી. વધુ વાંચો
- દિવસની શરુઆતમાં જ શેર માર્કેટમાં કડાકો, નિફ્ટી 19000ની નીચે, સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટ્યો
બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો ગુરુવારે નકારાત્મક રીતે ખુલ્યા હતા. NSE નિફ્ટી 50 0.49% ના ઘટાડા સાથે 19,027.25 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 274.90 પોઈન્ટ ઘટીને 63,774.16 પર ખુલ્યો. વ્યાપક સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 123.60 પોઈન્ટના ઘટાડા સાથે 42,708.40 પર ખુલ્યો હતો. ગુરુવારે અન્ય ક્ષેત્રીય સૂચકાંકોએ પણ નકારાત્મક ઓપનિંગ પોસ્ટ કર્યું હતું.
- પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે, આમંત્રણનો સ્વીકાર કર્યો
Ayodhya Ram Mandir Inauguration Date : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – મને શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવા માટે નિમંત્રિત કર્યા છે. હું પોતાને ઘણો ધન્ય અનુભવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે પોતાના જીવનકાળમાં હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 26 ઓક્ટોબર : રાષ્ટ્રીય કોળું દિવસ અને મહત્વ; આજીવન કેદની સજામાં કેટલા વર્ષની જેલ થાય છે?
Today History 26 October : આજે 26 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે રાષ્ટ્રીય કોળું દિવસ છે. વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા 14 વર્ષ નક્કી કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધુ વાંચો
- Daily Horoscope, 26 october 2023, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવશે
today Horoscope, 26 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us