/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Sukhdev-Singh-Gogamedi-Rashtriya-Rajput-Karni-Sena.jpg)
Sukhdev Singh Gogamedi Shot Dead : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના શ્યામનગર સ્થિત નિવાસ સ્થાને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરતા હડકંપ મચી ગયો છે.
6 December, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- Ayodhya : બાબરી મસ્જિદ વિધ્વંસના 31 વર્ષ : ઇન્ફ્રા ડેવલપમેન્ટ મામલે અયોધ્યામાં થઇ રહ્યા છે ઝડપથી પરિવર્તનો
Ayodhya : 2017માં ભાજપ સત્તામાં આવ્યા પછી અયોધ્યાના માળખાગત વિકાસને વેગ મળ્યો અને 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગતિ પકડી છે. શહેરની કનેક્ટિવિટી સુધારવા, તેના હોસ્પિટાલિટી સેક્ટરને પ્રોત્સાહન આપવા અને સ્થાનિકોને નોકરીઓ પૂરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. વધુ વાંચો
- Lok Sabha Elections : શું છે ઉત્તર વર્સિસ દક્ષિણની ચર્ચા? આમને-સામને છે ભાજપ-કોંગ્રેસ, લોકસભા ચૂંટણીમાં કેટલી થઇ શકે છે અસર?
North vs South Debate : દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ‘નોર્થ વર્સિસ સાઉથ’ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેનું કારણ તેલંગાણામાં કોંગ્રેસની મોટી જીત અને અન્ય રાજ્યોમાં ખરાબ હાર છે. વધુ વાંચો
- Lok Sabha : અમિત શાહે લોકસભામાં પંડિત નેહરુના બે ‘બ્લન્ડર’ ગણાવ્યા, નારાજ થયો વિપક્ષ, કર્યો હંગામો
Amit Shah : અમિત શાહે બુધવારે લોકસભામાં કહ્યું કે પંડિત નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો થઈ હતી જે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે હતી. જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. વધુ વાંચો
- Share Market All Time High: શેરબજારમાં બુલરન, સેન્સેક્સ નવી ટોચે, નિફ્ટી 21000 તરફ અગ્રેસર; 3 દિવસમાં રોકાણકારોને ₹ 11.26 લાખ કરોડની કમાણી
Stock Market Sensex Nifty Record High: ભારતીય શેરબજાર પાંચમાં દિવસે ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. આ સાથે પાંચ સેશનમાં સેન્સેક્સમાં 2752 પોઇન્ટ અને નિફ્ટીમાં 841 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. ચૂંટણી પરિણામ બાદ શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુ કમાણી થઇ છે. વધુ વાંચો
- લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સંબધિત બે બિલ પાસ
લોકસભામાં બુધવારે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ તેમજ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ પાસ થયા છે.
- Pranab Mukherjee : પ્રણવ મુખર્જીને પ્રધાનમંત્રી બનાવવા માંગતા ન હતા સોનિયા ગાંધી? પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ પુસ્તકમાં કર્યો ચોંકાવનારો દાવો
Pranab Mukherjee Daughter : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ તેમના આગામી પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો. વધુ વાંચો
- NZ vs BAN: મુશ્ફિકર રહીમને અજાણતા ભૂલ ભારે પડી, બોલને ડીફેન્ડ કરવા છતા થયો આઉટ, જુઓ વીડિયો
Mushfiqur Rahim : ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સમાં 172 રનમાં ઓલઆઉટ, આ નિયમ હેઠળ આઉટ થનાર તે બાંગ્લાદેશનો પ્રથમ ખેલાડી બન્યો. વધુ વાંચો
- Gaumutra Remark : ગૌમૂત્ર અંગેના નિવેદન પર હંગામો થશે! ભાજપે કોંગ્રેસને ઘેરી, અનુરાગ ઠાકુરે કહ્યું- તેઓ હિન્દુ, હિન્દી અને સનાતનને….
ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે સવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછ્યું કે શું તેઓ આવા લોકોને સમર્થન આપે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતની સંસ્કૃતિ, ઓળખ અને ભારતની ઓળખને નષ્ટ કરવા માટે સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. વધુ વાંચો
- કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા : રાજપૂત સ્ટ્રોંગમેન, મહારાણા પ્રતાપના અનુયાયી, કોંગ્રેસની ટિકિટ માંગી હતી
Karni Sena chief Sukhdev Singh Gogamedi Killing : કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજસ્થાન (Rajasthan) ના જયપુર (Jaypur) માં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેને પગલે રાજપુત (Rajput) સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે, શપથ ગ્રહણ પહેલા આરોપીઓને જેલ ભેગા કરવાની કરી માંગ. વધુ વાંચો
- Khalistan Row : ‘ભારતીય સંસદ પર હુમલો કરશે’, ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી
ગુરપતવંતના નવા વીડિયોમાં તેની પાછળ અફઝલ ગુરુનું પોસ્ટર દેખાય છે. આ પોસ્ટર પર લખ્યું છે કે ‘દિલ્હી બનશે ખાલિસ્તાન’. વીડિયોમાં પન્નુએ દાવો કર્યો છે કે ભારતીય એજન્સીએ તેની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. વધુ વાંચો
- Dunki Trailer Review : શાહરૂખ ખાનની ‘ડંકીનું ટ્રેલર’ જોયા પછી લોકોએ આપી જોરદાર પ્રતિક્રિયા, આ વાત ખટકી
Dunki Trailer Review : શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર ગઇકાલે રિલીઝ થઈ ગયું હતુ. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ડંકી ડ્રોપ 4 જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વધુ વાંચો
- રાજપૂત સંગઠનોએ રાજસ્થાન બંધનું કર્યું આહ્વાન, ગોગામેડીની હત્યા બાદ અનેક જિલ્લામાં પ્રદર્શન
રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગૌગામેડીની પોતાના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના પગલે રાજપૂત સંગઠનોએ રાજસ્થાન બંધનું આહ્વાન કર્યું છે. જ્યારે રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં સમર્થકોએ પ્રદર્શન શરુ કર્યું છે.
- MP Election Result : મધ્ય પ્રદેશ ચૂંટણીમાં નાના પક્ષોએ કોંગ્રેસને 27 બેઠકો પર નુકસાન પહોંચાડ્યું, બસપાએ સૌથી વધુ આપ્યું દર્દ
ચૂંટણી પહેલા જ્યારે મધ્યપ્રદેશ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપની અંદર વિરોધ શરૂ થયો હતો. આ પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણી બેઠકો કરી હતી. વધુ વાંચો
- Weight Loss Tips : વજન ઘટાડવાનો સૌથી સરળ ઉપાય શોધી રહ્યાં છો? તમારી સવારની ચાને બદલે આ 5 ડ્રિન્ક પીવો, એક મહિનામાં જ દેખાશે અસર
Weight Loss Morning Drinks : દિવસની શરૂઆત દૂધની ચા, કોફી અથવા ઉમેરેલી ખાંડ સાથે જ્યુસ સાથે કરવાથી, તમે પહેલેથી જ વધુ કેલરીનો વપરાશ કરો છો, જે વજન ઘટાડવા (weight loss) ની પ્રક્રિયાને અવરોધે છે. તેથી સવારે આ હેલ્થી ડ્રિન્કનું (morning drink) સેવન વેઇટ લોસ (weight loss) માં મદદગાર સાબિત થઇ શકે છે. વધુ વાંચો
- Election Result : એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે 72% દલિત બેઠકો કબજે કરી, જાણો કોંગ્રેસે કેટલી બેઠકો ગુમાવી?
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના દલિત સમુદાય માટે આરક્ષિત કુલ 98 બેઠકોમાંથી ભાજપે 57 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ 40 બેઠકો જીતવામાં સફળ રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (2018)માં, ભાજપે આ 98માંથી 32 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને 45 બેઠકો મળી હતી. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 6 ડિસેમ્બર: આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે; બાબરી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
Today History 6 December: આજે 6 ડિસેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હોમગાર્ડ સ્થાપના દિવસ અને બાબરી મસ્જિદ ધ્વસં દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Daily Horoscope, 6 December 2023, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં કેટલીક બાબતો ગૂંચવાઈ શકે છે
today Horoscope, 6 December 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન
today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us