Today News Live Updates : દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ નરેન્દ્ર મોદી, બાઇડેન રહી ગયા ઘણા પાછળ

8 December 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

8 December 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
pm modi | pm Narendra Modi |

મધ્ય પ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (@BJP4India)

8 December, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ નરેન્દ્ર મોદી, બાઇડેન રહી ગયા ઘણા પાછળ

પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટના રિપોર્ટ પ્રમાણે પીએમ મોદી 77% ની એપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. આ સર્વેમાં બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોર છે, જેમને 66 ટકા રેટિંગ મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 37 ટકા એપ્રુવલ રેટિંગ સાથે આઠમા નંબર પર છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા માલોની 41 ટકા એપ્રુવલ રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.

  • IT Raids : કોંગ્રેસ સાંસદના પરિસરમાં દરોડા, 200 કરોડ રૂપિયાની મળી રોકડ, પીએમ મોદીએ કહ્યું – એક-એક પૈસો જનતાને પરત કરવામાં આવશે
Advertisment

IT Raids MP Dhiraj Sahu : પીએમ મોદીએ લખ્યું કે દેશવાસીઓએ આ નોટોના ઢગલા તરફ જોવું જોઈએ અને પછી તેમના નેતાઓના પ્રામાણિક ભાષણોને સાંભળવા જોઈએ. જનતા પાસેથી જે પણ લૂંટાયું છે, તેમનો એક-એક પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે. વધુ વાંચો

  • Crime : કાલાવડના આણંદપરમાં ખેડૂતના ઘરમાંથી 95 લાખ રૂપિયાની ચોરી, જમીન વેચાણના રૂપિયા આવ્યા હતા

Crime News : ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી. વધુ વાંચો

  • BJP MP : બીજેપીના આ સાંસદો પાસે પહોંચી બંગલા ખાલી કરવાની નોટિસ, સરકારે આપ્યો 30 દિવસનો સમય

BJP MP : ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી જે સાંસદો જીત્યા છે અને સાંસદ પદેથી રાજીનામું આપીને ધારાસભ્યમાં રહેવાનો નિર્ણય કર્યો છે. વધુ વાંચો

  • Yash Toxic Tailor: કેજીએફ ફેમ રોકિંગ સ્ટાર યશ નવા લૂકમાં, ટોક્સિકનું ટેલર લોન્ચ; જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

Yash Toxic Tailor Movie Release: કેજીએફ ફેમ રોકિંગ સ્ટાસ યશની ટોક્સિકનું ટેલર રિલીઝ કરવામાં આવ્યું છે. કેવીએન પ્રોડક્શનની આ અપકમિંગ મૂવીમાં સાઇ પલ્લવી છે. ફિલ્મના ટેલરના અંતમાં મૂવી ક્યારે રિલીઝ થશે તે પણ જણાવવામાં આવ્યું છે. વધુ વાંચો

  • જ્યારે અમે ઊંઘ્યા ત્યારે પાકિસ્તાનમાં હતા, આંખ ખુલી ત્યારે અમે ભારતીય બની ગયા હતા, 52 વર્ષ પહેલા સુંદર ગામ ભારતનો ભાગ બન્યું હતું

Turtuk Village : 1971 પછી આ ગામ લાંબા સમય સુધી દુનિયાથી કપાયેલું રહ્યું પરંતુ વર્ષ 2010માં તેને પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. આ ગામ તેની સભ્યતા અને સંસ્કૃતિના કારણે પણ ખાસ છે. વધુ વાંચો

  • મિઝોરમના મુખ્યમંત્રીના રુપમાં ZPMના નેતા લાલદુહોમાએ સત્તા સંભાળી, રાજભવનમાં લીધા શપથ

મિઝોરમના નવા મુખ્યમંત્રીના રુપમાં ઝોરામ પીપુલ્સ મૂવમેન્ટના નેતા લાલદુહોમાએ શુક્રવારે સત્તા સંભાળી છે. રાજધાની આઇઝોલ સ્થિત રાજભવનમાં આયોજીત સમારોહમાં રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ લાલદુહોમાને મુખ્યમંત્રીના રુપમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જેડપીએમ પાર્ટીએ 40 વિધાનસભા સીટોમાંથી 27 સીટો પર જીત મેળવી હતી.

  • Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું – ભારતનું હિત હોય ત્યાં પીએમ નરેન્દ્ર મોદી પર દબાણ લાવી શકાય નહીં

Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી અને નીતિઓના વખાણ કર્યા, કહ્યું કે રશિયા-ભારતના સંબંધો સતત બધી દિશાઓમાં વિકસિત થઈ રહ્યા છે અને તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે. વધુ વાંચો

  • કેશ ફોર ક્વેરી કેસ : ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સદસ્યતા રદ

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સદસ્યતા રદ થઇ ગઇ છે. લોકસભામાં ગુરુવારે કેશ ફોર ક્વેરી મામલામાં એથિક્સિ કમિટીએ રિપોર્ટ રજુ કર્યો છે. રિપોર્ટ પર ચર્ચા પછી ધ્વની મતથી વોટિંગ થયું હતું. વિપક્ષી સાસંદોએ આ દરમિયાન વોકઆઉટ કર્યું હતું. આ પછી રિપોર્ટ મંજૂર થઇ ગયો હતો.

  • ગુજરાત હાઈકોર્ટે વકીલની ઑફિસ પર દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓને આડે હાથ લીધા, કહ્યું – ‘અત્યારે કટોકટીની સ્થિતિ નથી’

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગુરુવારે આવકવેરા વિભાગના સાત અધિકારીઓને નોટિસ પાઠવી હતી અને તેમને જણાવ્યું હતું કે, તેઓ વકીલની ઓફિસમાં ગયા હોવાનું બહાર આવ્યા બાદ ફરજમાં બેદરકારી બદલ તેમની સામે પગલાં કેમ ન લેવા જોઈએ? અને તે પણ તૃતીય પક્ષના સંબંધમાં રહેઠાણ પર. વધુ વાંચો

  • BJP Central Observer : ભાજપે ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ કર્યા જાહેર, રાજનાથ જશે રાજસ્થાન, MPમાં મનોહર લાલ ખટ્ટર, વાંચો યાદી

BJP Central Observer list : ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે. રાજસ્થાન માટે ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાજ્યસભા સાંસદ સરોજ પાંડેના નામની જાહેરાત કરી છે. વધુ વાંચો

  • મહુઆ મોઈત્રા પર અથિક્સ કમિટીએ લોકસભામાં રજૂ કર્યો રિપોર્ટ, હંગામાના કારણે કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત

સંસદીય એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા સાથે જોડાયેલા કેસ ફોર ક્વેરી મામલે લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ રજૂ કરતા જ વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો શરૂ કરી દીધો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

  • Google Gemini : ગૂગલેનું નવું જનરેટિવ AI મોડલ જેમિની લોન્ચ, તેના વિષે આ ખાસ 7 વસ્તુ જાણવાની જરૂર

Google Gemini : જેમિની (gemini) 1.0 માં ત્રણ મોડલનો સમાવેશ થાય છે, અલ્ટ્રા, પ્રો અને નેનો. જેમિની અલ્ટ્રા એ Google નું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી LLM છે અને તેનો હેતુ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ છે. જેમિનીની આ 7 રસપ્રદ વાત જાણો. વધુ વાંચો

  • Ram Mandir Pran Pratishtha Ceremony : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અહીં વાંચો A to Z માહિતી

Ram Mandir Pran Pratishtha Ceremony Details : અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના શુભ મુહૂર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કરવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાં 4000થી વધારે સંત શામેલ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મહેમાનોને વિશેષ આમંત્રણ પત્ર મોકલવામાં આવી રહ્યા છે. વધુ વાંચો

  • વૈશ્વિક તાપમાનમાં વધારો, વૈજ્ઞાાનિકોએ રજુ કર્યો અહેવાલ, સમજો – માનવજાત માટે આ ખુબ ચિંતાજનક

Global Temperature Rise : આ સિઝનમાં જ્યારે શીત લહેર શરૂ થાય છે, ત્યારે વિશ્વના ઘણા દેશો હાલમાં ગરમીનો સામનો કરી રહ્યા છે. ગયા મહિને છેલ્લા ત્રીસ વર્ષમાં સૌથી ગરમ નવેમ્બર તરીકે નોંધવામાં આવ્યો હતો. આ વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, પરંતુ ઘણી જગ્યાએ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહ્યું છે. ભારતના કેટલાક પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હોવા છતાં મોટાભાગના મેદાની વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વધુ વાંચો

  • Hi Nanna Review : ‘હાય નન્ના’નો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર દબદબો, મૃણાલ ઠાકુરની ફિલ્મે ઓપનિંગ પર કરી શાનદાર કમાણી

RBI Monetary policy committee : ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. વધુ વાંચો

  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત 5મી વખત રેપો રેટને 6.5% પર રાખ્યો યથાવત

RBI Monetary policy committee : ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. વધુ વાંચો

  • Earthquake in Tamilnadu : મિચૌંગ વાવાઝોડાની તબાહી બાદ તમિલનાડુમાં ભૂકંપ, 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

Earthquake in Tamilnadu : તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં શુક્રવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ અંગેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આપી હતી. વધુ વાંચો

  • તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી KCRને હોસ્પિટલમાં કરાયા દાખલ, ફાર્મહાઉસમાં પડી જવાથી થયું છે ફ્રેક્ચર

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆરને શુક્રવારે યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોતાના એર્રાવલ્લી ફાર્મહાઉસમાં પડી જવાના કારણે ઇજા પહોંચી હોવાના સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે કેસીઆરને કૂલ્હાનું હડકું ફ્રેક્ચર થયું છે.

  • Dharmendra Birthday : દેઓલ પરિવાર માટે લકી સાબિત થયું વર્ષ 2023, ધર્મેન્દ્રએ પણ 87 વર્ષની ઉંમરે કિસિંગ સીન કરી ધૂમ મચાવી

Dharmendra Birthday : હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર ધર્મેન્દ્ર આજે 8 ડિસેમ્બરે 88 વર્ષના થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ પાંચ દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. ધર્મેન્દ્ર આજે પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ છેલ્લે તાજેતરમાં કરણ જોહરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યા હતા. વધુ વાંચો

  • Sukhdev Gogamedi Murder Case : ગોગામેડી હત્યા બાદ સુજાનગઢમાં શૂટરોને ડ્રોપ કરનાર વ્યક્તિ આગળ આવ્યો, પોલીસને આપી મહત્વની માહિતી, જાણો કેવા કર્યા ખુલાસા?

એક બાતમીદારનો ફોન આવ્યા બાદ તે બે છોકરાઓને સુજાનગઢ છોડીને ગયો હતો. જે છોકરાઓને છોડી દેવામાં આવ્યા હતા તેઓ ક્યારેક સાલાસર, ક્યારેક લાડનુન અને ક્યારેક હિસાર જવાનું કહેતા હતા. વધુ વાંચો

  • Kia Motors : કિયાની 1000 થી વધુ ચાર્જિંગ સ્ટેશનો સાથે કે- ચાર્જ પહેલ શરૂ, જાણો તેના ફાયદા શું છે

Kia Motors Updates In Gujarati : કિયા ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના નેશનલ હેડ હરદીપ સિંહ બ્રારે જણાવ્યું હતું કે, “કે-ચાર્જ એ અમારા ગ્રાહકો માટે માત્ર એક સગવડ પહેલ નથી, પરંતુ ટકાઉ ગતિશીલતાને બધા માટે અનુકૂળ અને સુલભ બનાવવા તરફનું એક પગલું છે. વધુ વાંચો

  • Winter Health Tips : શિયાળમાં ‘આ’ સવારની આદતો તમને રાખશે ફિટ, જાણો શિયાળામાં સ્વાસ્થ્યની કેવી રીતે કાળજી રાખવી

Winter Morning Health Tips In Gujarati :આ શિયાળા (winter) ના ઠંડા હવામાનમાં, અમે ગરમ કપડાં પહેરવાનું, ગરમ ખોરાકનો આનંદ માણવા અને સવારે વધુ સમય તડકામાં રહેવાનું વિચારીએ છીએ. આ વાતાવરણમાં આપણું શરીર સુસ્ત બની જાય છે અને આવી સુસ્તીથી આપણી રોજીંદી પ્રવૃત્તિઓ અટકી જાય છે. તો ક્યારેક શિયાળાના આ ઘટતા દિવસો પણ ટૂંકા લાગવા માંડે છે. આવી ઠંડી અને હળવી હવાને કારણે આપણે વધુ હલનચલન કરતા નથી અને કસરતની ઉપેક્ષા થાય છે. જો કે સ્વાસ્થ્ય પ્રત્યેની આ ઉપેક્ષાને કારણે શિયાળામાં અનેક સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને હૃદયને લગતી બીમારીઓ વધવા લાગે છે. વધુ વાંચો

  • જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી બંધારણીય હતી કે નહીં? સુપ્રીમ કોર્ટનો નિર્ણય 11 ડિસેમ્બરે આવશે

કાશ્મીરના ઘણા પક્ષો અને કેટલાક સામાજિક કાર્યકરોનો આરોપ છે કે આટલો મોટો નિર્ણય લેતી વખતે ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેમના મતે સરકારનું આ પગલું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. વધુ વાંચો

  • શું છે મોદી-શાહની મન કી બાત? રાજસ્થાન-એમપી અને છત્તીસગઢમાં સસ્પેન્સ યથાવત, ‘કોણ સીએમ’ની ચર્ચા પાંચમા દિવસે પણ ચાલુ

એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી છે. પરંતુ પરિણામોના ચાર દિવસ બાદ પણ કોઈ રાજ્યને તેના નવા મુખ્યમંત્રી મળી શક્યા નથી. વધુ વાંચો

  • Maharashtra Politics : દેવેન્દ્ર ફડણવીસ નવાબ મલિકને કોઇપણ ભોગે ગઠબંધનમાં સામેલ કરવા માંગતા નથી, અજિત પવારને લખ્યો પત્ર

maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમયે ડેપ્યુટી સીએમ વિરુદ્ધ ડેપ્યુટી સીએમનો રાજકીય જંગ જામ્યો છે. પૂર્વ મંત્રી નવાબ મલિક આ સમયગાળામાં અજિત જૂથમાં જોડાવા માંગે છે. પરંતુ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ વાત સાથે સહમત નથી. તેમના તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ગઠબંધનમાં તેમના સહિત તેમના પર જે પ્રકારના આરોપો છે તે યોગ્ય મેસેજ નહીં જાય. વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 8 ડિસેમ્બર: આજે સાર્ક દિવસ છે, SAARC સંગઠનની રચના કેમ કરવામાં આવી, તેના સભ્ય દેશો કેટલા છે?

Today History 8 December: આજે 8 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સાર્ક સંગઠનનો સ્થાપના દિવસ છે.આજથી સમગ્ર દેશમાં અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 8 December 2023, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો માટે જૂનું રોકાણ ફાયદાકાર સાબિત થશે

today Horoscope, 8 December 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ